________________
, ધ્રાંગધ્રા તા. ૧૩-૫-૮૧ પરમ પૂજ્ય, પરમ ઉપકારી પૂ. આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, શ્રી ડીસા. લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશે.
વિનંતીપૂર્વક જણાવવાનું કે આપે ધર્મને માર્ગ શાસ્ત્ર અને સિદ્ધાંત મુજબ સમજાવ્યો અને સુદેવ-સુગુરુ-સુધર્મની સાચી સમજણ આપી અમારા ઉપર મહાન ઉપકાર કરેલ છે, તે કદી ભૂલી શકાશે નહીં.
આપની દેશનાથી જીવનમાં ધર્મની શ્રદ્ધા પેદા થઈ. તેથી શાસ્ત્ર અને સિદ્ધાંતને વફાદાર રહેવાય તે જ સુગુરુની સહાયથી સંસારસમુદ્ર તરી શકાય છે, તે આપની વાતને નજર સમક્ષ રાખી. જ્યાં
જ્યાં શાસનને નુકશાન થતું હતું ત્યાં શક્તિને ઉપચાર કરવા માટે આપે ખૂબ પ્રેરણું આપી, તેથી નુકશાનથી બચાવવા માટે મેં પ્રયત્ન કર્યા છે.
ભગવાનના સુસાધુ કેવા હોય તે વાત આપની પાસેથી ખૂબ ખૂબ સારી રીતે સાંભળેલ છે. તેથી શ્રી કૌનજીસ્વામીએ જે ધર્મના નામે પ્રચાર કર્યો, સાથે ગામેગામ મંદિર ઊભા કર્યા અને સેનગઢમાં જે સ્થાન ઊભું કરેલ છે તેથી લાખે કે તેને ભગવાન તરીકે માનતા હતા. તેમના ભક્તો તરફથી તેમનું બહુમાન અજોડ રીતે થતું હતું. કરોડપતિઓ તેમની સેવામાં હાજર રહેતા હતા. રિદ્ધિ-સિદ્ધિને કઈ પાર નહોતો. તેવી જ રીતે શ્રી રજનીશ પાસે ધર્મના નામે કરડે રૂપિયા ખરચનારા હતા અને તેમને ભગવાન તરીકે માનતા હતા અને પૂજતા હતા, પરંતુ ભગવાનનું શુદ્ધ સાધુપણું નહીં હોવાથી-શ્રી ગુરુતવની ખામી લાગવાથી અને તેમનાથી કદી આકર્ષણ થયું નહીં.
૬ / વિભાગ પહેલે