________________
પ્રાંગધ્રા, તા. ૧૨-૧૦-૮૦ પરમ પૂજ્ય, પરમ ઉપકારી, કરુણાનિધિ, પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની પવિત્ર સેવામાં, શ્રી રાજકેટ.
લી. સેવક બાબુના ૧૦૦૮ વાર વંદના સ્વીકારવા કૃપા કરશોજી. આપશ્રીના પુ દેશે સુખશાતા હશેજી. આપશ્રીએ ભગવાનના માર્ગને સાચવવા માટે જે દેશનાઓ આપી, અનેક ઉત્તમ જીને ધર્મને મર્મ સમજાવી ઘર્મરસિક બનાવ્યા છે, તેમાં અમે પણ જે કંઈ પામ્યા અને ધર્મને વફાદાર બન્યા તેમાં આપને મહાન ઉપકાર છે. આ ઉપકારને બદલે કેઈ રીતે વાળી શકાય તેમ નથી. પરંતુ સેવક તરીકેની ફરજની રૂએ આપશ્રીને વિનંતીરૂપે જણાવવાનું કે આપશ્રી આ કાળમાં મહાન ગીતાર્થ છે એટલે શાસ્ત્રદષ્ટિએ આપ જે વિચાર કરી શકે તેવો વિચાર કરવાની અમારામાં મુદ્દલ બુદ્ધિ ન હોય. છતાં આપના એક વિશ્વાસુ સેવક તરીકે નીચેની હકીકત ઉપર આપને શાસનનું હિત દેખાતું હોય તે જ આપશ્રી ધ્યાનમાં લેવા કૃપા કરશે. - શાસ્ત્રોની વાત સાંભળવા મુજબ આચાર્ય ભગવંતે છેલ્લી જિંદગીમાં નિવૃત્તિ લઈ એકાંતે મોક્ષના સાધન માટેની અર્ચતર પ્રવૃત્તિમાં રહે છે. આ વાત શાસ્ત્રષ્ટિએ સત્ય હોય તે સેવકની નમ્ર વિનંતી છે કે આપશ્રી સુરેન્દ્રનગરમાં સ્થિરવાસ કરવા માટે સાધુતાને દીપાવે તેવા થેલા સાધુઓને સાથે રાખી પધારવા નમ્ર વિનંતી છે. આપશ્રી સેવાની તક અમોને આપશે તેવી ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું.
દીક્ષાતિથિ સાધુની ન ઉજવાય તેવું ઘણું વર્ષ પહેલા પ્રતિપાદન શાસ્ત્રષ્ટિએ કરેલ તે વાતનું ધ્યાન આપના ઉપર લાવતા ત્યારે આપશ્રીએ દીક્ષા તિથિ ઉજવવાનું બંધ કરવાનું કહેલ. પરંતુ આપ પ્રત્યે
વિભાગ પહેલે / ૩