________________
બનાવી જ છે. જે પટ્ટકના નામથી ઓળખાય છે. જે જે કાળમાં જે જે શિથિલાચારો શાસનને નુકસાન કરનારા ઉત્પન્ન થયા. તે તે કાળે તે તે શિથિલાચારોને દૂર કરવા મહાપુરુષોએ સંયમીઓ માટેના નિયમો ઘડી કાઢ્યા. (જુઓ, પુસ્તક-સામાચારી પટ્ટક સંગ્રહ) અને તમામ સંયમીઓમાં એ નિયમો ફરજિયાત પળાવીને શાસનરક્ષા કરી, શાસનની અમૂલ્ય પરંપરાને જીવંત રાખી.
એમાં પૂજ્યપાદ આચાર્ય શ્રી સોમસુંદરસૂરિ કૃત સંવિગ્નસાધુ યોગ્ય કુલક ખૂબ જ સુંદર છે. એમાં તેઓશ્રીએ ગાથા રૂપે અનેક નિયમો ગુંથી કાઢ્યા છે. એ બધા નિયમો બતાવ્યા બાદ તેઓશ્રી જણાવે છે કે
संपइकाले वि इमे काउं सक्के करेइ णो नियमे । सो साहुत्तगिहित्तणउभयभट्ठो मुणेयव्वो ॥
અર્થ : મેં જે નિયમો બનાવેલા છે એ વર્તમાનકાળમાં પણ પાળવા શક્ય છે. આમ છતાં જે સંયમીઓ આ નિયમોને નિહ પાળે તે સાધુપણાથી અને શ્રાવકપણાથી ઉભયથી ભ્રષ્ટ જાણવો. (શ્રાવક તો એ છે જ નહિ અને સાધુપણાના નિયમો પાળતો ન હોવાથી એ સાધુ પણ નથી.)
તેઓશ્રી કહે છે કે
=
दुब्बलसंघयणाण वि एए नियमा सुहावहा पायं ।
किं चि विवेरग्गेणं, गिहिवासो छड्डिओ जेहिं ॥
આ કાળમાં જેઓ દુર્બળ સંઘયણવાળા છે. તેઓ માટે પણ મેં બનાવેલા નિયમો પ્રાયઃ સરળ જ છે. પણ એક શરત છે કે ‘સંયમીએ જ્યારે સંસાર છોડ્યો ત્યારે એની પાસે સાચા અર્થમાં પણ કંઈક વૈરાગ્ય હશે તો જ એ આ નિયમોને પાળશે. એને જ આ નિયમો સહેલા લાગશે.'
આમ કહીને તેઓ ગર્ભિત રીતે એમ કહે છે કે જે સંયમીઓ આ નિયમો પાળવા તૈયાર ન થાય. તેઓ વૈરાગ્યહીન જાણવા:’
અલબત્ત, આજે તો એ કુલક બન્યાને પણ કેટલીય સદીઓ વીતી ગઈ. એટલે અત્યારે એ કુલકના નિયમો લેવા શક્ય ન પણ બને. છતાં વર્તમાન પરિસ્થિતિમાં આ કાર્ય તો અત્યંત આવશ્યક બની જ ગયું છે કે ૨૦૦ થી ૩૦૦ નિયમો બનાવવામાં આવે. એની વિસ્તૃત માહિતી પ્રત્યેક સંયમીઓને આપવામાં આવે. એ પછી સંયમીઓ જેટલા નિયમ લઈ શકે એટલા લે. છેવટે એ પણ લાભમાં જ છે. મહામહોપાધ્યાયજીના કાળમાં પૂ.પંન્યાસ સત્યવિજયજી મ.એ ક્રિયોદ્ધાર કરેલો. એમાં ઉપાધ્યાયજી મ. પણ સાથે હતા. પણ આજે એવા મહાપુરુષો હાજર ન હોવાથી એવો ક્રિયોદ્ધાર તો કોણ કરી શકે? એટલે આ નિયમાવલિ જે હું લખી રહ્યો છું. એ કંઇ ક્રિયોદ્ધાર નથી. એ તો માત્ર સંયમીઓને બોધ આપવા માટે જ છે કે ‘સંયમીઓએ આ નિયમો પાળવા જોઈએ.' ‘કોણે કેટલા પાળવા ?” એ તો સંયમીઓ જ નક્કી કરે. એમાં દબાણ શી રીતે કરાય ?
વળી એ વાત ધ્યાનમાં રાખવી કે આ જે કોઇ નિયમો બતાવું છું. ‘એ બધા જ હું પાળું છું.’ એવું કોઈ ન સમજી બેસે. કેટલાંક નિયમો હું ખુદ પણ નથી પાળતો. પણ હું નથી પાળતો એટલે મારે એ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૮)