________________
કે આ બધા નુકશાનો ખૂબ જ ભારે પડે એવા છે. એક સંયમી સંયમપરિણમ ગુમાવી શિથિલાચારી છે ક બને અને પાછો સાધુવેષ રાખીને સાધુ તરીકે ફરે એટલે એ જેટલો કાળ જીવે એટલો કાળ એ શાસનને
માટે નુકસાનકારી બને, કેમકે એના દ્વારા શિથિલાચારનો, ખોટા વિચારોનો જ ફેલાવો થાય. એટલે જ છે ક્યાંય આવા દોષો ઘુસી ન જાય તેની કાળજી અતિ-આવશ્યક છે. છે જ્યાંથી ગૃહસ્થોના ઘરમાં દૃષ્ટિ પડે એ સ્થાન વધારે હવા-ઉજાસવાળું હોય, સ્વાધ્યાય માટે છે જ અનુકૂળ હોય તો પણ એ સ્થાનને છોડી જ દેવું. ઉપાશ્રયના બાકીના સ્થાનોમાં બેસવું.
૧૭૦. હું સારી ગોચરીની પ્રશંસા કે ખરાબ ગોચરીની નિંદા કરીશ નહિ :
મોક્ષાર્થી આત્મા માત્ર શરીરને ટકાવવા માટે જ જ્યારે વાપરતો હોય ત્યારે એને વળી “ગોચરી જ સારી કે ખરાબ” એવો ભેદ જ ક્યાંથી હોય? ગોચરીના રાગ-દ્વેષાદિ પાંચે ય દોષો વિનાનો મહાત્મા છે ૪ કોઈપણ વસ્તુને સારી કે ખરાબ જોતો જ નથી.
છતાં એવા મહામુનિઓ ઘણા ઓછા હોય. સામાન્યથી ગોચરી વાપરવામાં રાગ-દ્વેષ, અનુકૂળપ્રતિકૂળના વિચારો અનુભવસિદ્ધ જોવા મળે છે. સારી વસ્તુ મળે તો આનંદ થાય છે. ખરાબ વસ્તુ મળે છે તો મોઢું બગડે છે. સારા દ્રવ્યો વધારે વપરાય છે. પ્રતિકૂળ દ્રવ્યો મંગાવ્યા કરતા પણ ઓછા વપરાય છે
જ રોટલીઓ ગરમાગરમ, પાતળી, ખૂબ મોણવાળી હોય તો ખોરાક દોઢ-બમણો થાય અને જાડી, $ જ લુખી, ચાવવી પડે એવી રોટલી હોય તો ખોરાક અડધો-પોણો થઈ જાય છે. એમ શાક, દાળ વગેરે જ છે બધામાં ડગલે ને પગલે અનુકૂળતા અને પ્રતિકૂળતાના માનસિક ચિંતનો લગભગ ચાલતા જ હોય છે. જે છે આમ છતાં “આ માનસિક સંજવલનકક્ષાના પાપો છે” એમ સમજીને હજી એનાથી ચારિત્ર ઘાત છે જ ન પણ માનીએ. પણ પાત્રામાં અણભાવતી વસ્તુ આવી પડે અને ગુસ્સાથી શબ્દો નીકળી પડે – આ જ જે તદ્દન નકામી વસ્તુ છે. બિલકુલ સ્વાદ નથી. આવી વસ્તુઓ વહોરવાની જ નહિ આ દાળ તો સખત : છે તીખી છે. બમણું મરચું નાંખ્યું લાગે છે તે આ શાકમાં તેલનો ડબો જ ઉંધો વાળી દીધો છે, આ રોટલીઓ છે. છે કાચી છે. બરાબર પાકી નથી. – આવા ગોચરીની નિંદાસ્વરૂપ વચનો નીકળી પડવા એ ઘણો વધારે દોષ આ ૪ છે. મન ચંચળ હોવાથી એને કાબુમાં ન રાખી શકાય એ હજી સમજાય. પણ વાણી ઉપરનો કાબુ પણ ૪ જ જતો રહે એ આંતરિક દોષોની પરાકાષ્ઠાની નિશાની છે. છે. એ જ રીતે – આ કઢી તો શીખંડ જેવી છે | આ રોટલીઓ ખૂબ મોણ વાળી હોવાથી અત્યંત જ જે અનુકૂળ પડે છે વાપરવાની મજા આવે છે તે આ દાળની મીઠાશ તો જુઓ ! ચોખ્ખા-શુદ્ધ અનાજમાંથી જ ૪ આ દાળ પકાવેલી લાગે છે ! – વગેરે રૂપ ગોચરીની કોઈપણ વસ્તુ માટે સારા વચનો બોલવા એ જ જ ગોચરીની પ્રશંસા નામનું પાપ છે.
રાગ પૂર્વક વાપરીને માનસિક પાપ તો કરી જ લીધું. હવે એની પ્રશંસા કરીને એ પાપને ૪ નિકાચિત કરવાની ભુલ કાં કરો?
ખાતી વખતે રાગ-દ્વેષ ન રોકી શકાતા હોય તો પણ કમસે કમ એની નિંદા-પ્રશંસાથી તો $ છૂટકારો મેળવવો જ જોઈએ. જાત ઉપર ધિક્કાર થવો જોઈએ કે “જે વિષયસુખોને ભૂંડા માન્યા, લોકોને કે ઝા કે સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ • (૧૭૭) Ori, SI]\મ કરી ?