________________
$ (૧) મહોપાધ્યાયજી મ. પ્રત્યેના સદ્દભાવને લીધે એક મુનિરાજે ઉપાશ્રયમાં તેઓશ્રીના જ જીવનચરિત્રને લગતા ૧૦-૧૨ ફોટાઓ ભીંત ઉપર જડાવ્યા. (બધાને દર્શનનો લાભ મળે તે માટે.) બેજ ત્રણ વર્ષ બાદ એ ફોટાના લાકડાના ભાગ ઉપર ચિક્કાર ઉધઈઓ થઈ. એ ફોટાના સહારે હજારો જે ઉધઈઓની ઉત્પત્તિ થવામાં નિમિત્ત તો એ મુનિરાજ જ બન્યા ને? ભલે એમનો આશય ખરાબ ન હતો છે પણ આ મોટો દોષ કોના માથે ?
(૨) ઢગલાબંધ ઉપાશ્રયોમાં અનેક સંયમીઓ અનુભવ કરતા જ હશે કે ફોટાની આડશમાં જે ગિરોળીઓ રહેતી હોય છે અને જીવોને પકડી-પકડીને ખાતી હોય છે. આપણા મૂકાવેલા ફોટાઓ
ગિરોળી જેવા હિંસક જંતુઓનું નિવાસસ્થાન બની જાય છે. આ બધા દોષો ફોટો મૂકાવનાર સંયમીને જ લાગે કે નહિ? કેટલાંક સ્થાને તો આ ફોટાઓની પાછળ ચકલી-કબુતરના માળાઓ પણ બંધાયેલા દેખાયા
છે. એમાં તે તિર્યંચો ઘર બનાવે, ભોગ ભોગવે, ઈંડા થાય, ઈંડા તૂટે ય ખરા. કદાચ ઈંડાના બચ્ચાઓ થાય છે અને એને ખાવા બિલાડીઓ આવે. બચ્ચાને સ્વાહા કરી જાય. આ બધું થતું અનુભવાયું જ છે.
(૩) સંયમીએ મુકાવેલા એ ફોટાઓ ઉપર ધુળ લાગે ત્યારે નોકરો ઝાટકી-ઝાટકીને સાફ કરે, જ કાચાપાણીથી એને ધુએ... આ બધી વિરાધના શું ફોટો મૂકાવનાર સંયમીના સંયમને મલિન ન કરે?
માત્ર “બીજાઓના ફોટા છે. તો મારા ગુરુનો ફોટો કેમ નહિ?” એવા વિચારોથી ફોટાઓ જ મૂકાવવા અથવા તો ગુરુ પ્રત્યેના ભક્તિભાવથી પણ ઉપરની શાસ્ત્રકારોની વાતોનો વિચાર કર્યા વિના : જે ફોટા મૂકાવવા એ શાસ્ત્રાજ્ઞા ભંગ કહેવાય કે નહિ? એ વાત દરેક સંયમીઓ તટસ્થ મનથી વિચારે. •
એ વાત સંયમીઓ ધ્યાનમાં લે કે આપણે સર્વવિરતિધર છીએ. આપણને આવી બધી : જે વિરાધનાઓ ન પરવડે. મોટા લાભ થતા હોય તો અપવાદમાર્ગે હજી કોઈક વિરાધનાઓ માન્ય બને. : છે પણ આ ફોટાઓ મૂકાવવા પાછળ શું એવા કોઈ લાભ આપણા સંયમને થાય છે?
દેરાસરો બનાવવા, ઉપાશ્રયો બનાવવા,... આ બધા કાર્યો ગૃહસ્થોના છે. તેઓ સાવદ્ય યોગો જ સેવીને પણ એના દ્વારા મોટા લાભ મેળવે એ એમના માટે યોગ્ય છે. પણ આ માર્ગ અત્યંત પાપભીરુ - ૪ સંયમીઓ શી રીતે અપનાવી શકે ?
શ્રાવકો સ્નાનાદિ દોષો સેવીને પણ પૂજા કરી મોટા લાભ મેળવે તો સાધુઓ પણ ; છે સ્નાનાદિદોષો સેવી જિનપૂજા કરી મોટા લાભ ન મેળવી શકે ?” એ પ્રશ્નના ઉત્તરમાં શાસ્ત્રકાર જ ભગવંતો ફરમાવે છે કે સાધુ સાધુ એટલા માટે જ થયો છે કે એને પાપોનો અત્યંત ભય છે. લેશ પણ છે $ હિંસા થાય એ એને ધ્રુજાવી દે છે. “સંસારમાં ડગલે ને પગલે હિંસા થાય છે એ જોઈ એણે દીક્ષા લીધી. ; છે. હવે આવા અત્યંત પાપભીરુ શ્રમણને તો જિનપૂજાદિ કરવા માટે સ્નાનાદિ કરવામાં મનમાં અત્યંત દ:ખ જ થાય. ભક્તિના ભાવો ઉછળવાની વાત તો બાજુ પર રહે પણ “હું પાપ કરું છું...” એ વિચારોથી એ
જાય. આવી ભૂમિકાવાળો સંયમી એ પા વગેરે કરવા દ્વારા કંઈ લાભ ન પામે. માટે એ : પૂજાદિ ન કરે એ જ યોગ્ય છે. વળી પૂજાનું ફળ સર્વવિરતિ એ પામી ચૂક્યો છે. જે મેળવવા માટે પૂજા : $ હતી એ મળી ગયું હોવાથી એને પૂજાની જરૂર નથી.
આ જ વાત અહીં લાગુ પડે છે. શ્રાવકો ભગવાનના કે ગુરુના ફોટાઓ બનાવડાવે, ઘુરમાં મૂકી
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૨૨૦) (