Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 262
________________ ત્યારે તે દરેક પત્રિકામાં પોત-પોતાના ગુરુજન, સ્થાનિક પરમાત્મા વગેરે બધાના નામ લખાતા પહેલા જ - “ચરમતીર્થપતિ, આસનોપકારી, અનંતકરૂણાનિધાન, પરમગુરુ સર્વજીવવત્સલ, પરમપિતા દેવાધિદેવ છે જ શ્રમણ ભગવાન મહાવીરદેવના ચરણકમલમાં અનંતશઃ વંદન.” આવું કે આવા પ્રકારનું બીજું કોઈક જ જ પ્રભુવીરનું અક્ષરદેહે વિશિષ્ટ સ્મરણ થાય. (૨) જે કોઈપણ પુસ્તકો છપાય એ પ્રત્યેક પુસ્તકોમાં પ્રભુવીરે ભાખેલા પદાર્થો જ આપણે લખતા હોવાથી એ પુસ્તક છપાવામાં તેઓશ્રીનો ઉપકાર છે જ. એટલે એ પ્રત્યેક પુસ્તકમાં પણ વિશિષ્ટ રીતે જ પ્રભુવીરનું અક્ષરદેહે સ્મરણ થાય. (૩) કોઈપણ પ્રસંગમાં શાસનદેવ વગેરેની જય બોલાય એ પૂર્વે સૌ પ્રથમ પરમાત્મા મહાવીરદેવના જ નામની જય બોલાય. શ્રાવક-શ્રાવિકાઓના મનમાં આ વાત દૃઢ થવી જરૂરી છે કે “પ્રભુવીરને વિસરી જઈને જ કે આપણે બીજા કોઈને વધુ માન-સન્માન આપીએ, એ ઉચિત દેખાતું નથી.” (૪) આપણા જે પ્રસંગો અજૈનો જોવાના હોય (રથયાત્રાદિ) એમાં કોઈક વિશિષ્ટ રીતે પ્રભુવીરનો છે જ ઉલ્લેખ આવશ્યક છે. (રલરાહત, ભૂકંપનાહત, દુષ્કાળરાહત વગેરે કાર્યો પણ આમાં આવે) અજૈનો જૈનોના જ ભગવાન તરીકે પ્રભુ મહાવીરને ઓળખે છે, બીજા ભગવાનોને નહિ. એ ધ્યાન રાખવું. ૪ (૫) દેરાસરમાં રોજ પ્રભુવીરની એક સ્તુતિ બોલવી. (વીરઃ સર્વસુરા... આ સ્તુતિ જ સૌ કોઈ બોલે જ છે તો એ ખૂબ સુંદર ગણાય.) () ચૈત્ર સુદ તેરસ વગેરે પ્રભુવીરના કલ્યાણક દિવસો વિશિષ્ટ રીતે ઉજવાય એવી શાસ્ત્રાનુસારી છે પ્રેરણા કરવી. હમણાં જ એક જગ્યાએ જન્મકલ્યાણકના દિવસે જૈનોના ૪00 અને અજૈનોના ૬00 એમ ૪ હજાર ઘરોમાં શ્રીસંઘે લાડવાની પ્રભાવના કરી. એક ખ્રિસ્તીનો સંઘની પેઢી પર ફોન આવ્યો કે આજે કેમ આ અમારે ત્યાં લાડવા?” અને સંઘસભ્ય જણાવ્યું કે, “અમારા મહાવીરસ્વામી ભગવાનનો જન્મ દિવસ છે.” જ કે એ ખ્રિશ્ચન આશ્ચર્ય પામ્યો, “તમારા ભગવાનના જન્મદિવસે અમને-અજૈનોને પણ લાડવા? શું તમારો પ્રભુ જ પ્રત્યેનો બહુમાનભાવ !” આવું જો દરેક સંઘમાં વિશિષ્ટ આયોજન થાય તો અત્યંત અનુમોદનીય છે. અલબત્ત સંયમીઓએ પોતાની સંયમમર્યાદા જાળવીને જ ઉચિત ભાષામાં જ આ પ્રેરણા કરવી ઘટે. ': ' (૭) દેરાસરમાં મૂળનાયક તરીકે ભલે રાશિ વગેરેને અનુસરીને બીજા ભગવાન રખાય. પણ પ્રત્યેક જ જ દેરાસરમાં શાસનપતિ પ્રભુવીરની એક પ્રતિમા તો હોવી જ જોઈએ. અને એ પ્રતિમા બીજી બધી પ્રતિમાઓ જ * કરતાં કંઈક અલગ તરી આવે એવી રીતે જો રખાય તો મારી દષ્ટિએ ખૂબ સુંદર ગણાય. દા.ત. એ પ્રતિમાની છે ૪ પાછળ ભીંત ઉપર “શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર દેવ' આટલું લખાણ વિશિષ્ટ રીતે લખવામાં આવે છે તો એ પ્રતિમા બીજી બધી પ્રતિમાઓથી અલગ તરી આવે, કેમકે બીજી પ્રતિમાઓ ઉપર સામાન્ય રીતે જ આ નામ લખાયેલું હોય. (૮) પજુસણ એ પરમાત્મા મહાવીરદેવના શાસનનું સર્વોત્કૃષ્ટ પર્વ છે. એ આખુ ય પર્વ પ્રભુવીરની છે મુખ્યતાવાળું છે. એમાં ય આરાધનાની દૃષ્ટિએ સંવત્સરીનો દિવસ ઉત્કૃષ્ટ હોવા છતાં ઉલ્લાસની દૃષ્ટિએ છે જન્મવાંચનનો દિવસ ઉત્કૃષ્ટ બની રહે છે. કેમકે એ દિવસે પ્રાયઃ નાના-મોટા તમામ જૈનો હર્ષોલ્લાસ સાથે જ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૨૪૧)

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294