Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 260
________________ કરોડો રૂપિયાનું જિનમંદિર બનાવતો હોય અને એની પત્રિકામાં પોતાના માતા-પિતાનું નામ ન લેખે તો સમાજ એને ચોક્કસ ઠપકો આપે કે ‘ભાઈ ! આટલું મોટું મંદિર સ્વદ્રવ્યથી બનાવે છે. છતાં એની પત્રિકામાં įાતા-પિતાનું નામ નથી લખ્યું ? તારામાં કંઈ ઔચિત્ય-વિવેક છે કે નહિ ?’’ પરમપિતા પરમાત્મા મહાવીરદેવના નામ વિનાની પત્રિકાઓ છપાવનારાઓને શું આ ઠપકો આપવા માટે શ્રીસંઘ હકદાર નથી ? મોટા મહોત્સવોના સ્થાનમાં ઘણીવાર મોટા-મોટા બેનરો લગાડેલા જોયા. જેમાં ગુરુજનો, આચાર્ય ભગવંતો વગેરેની મહાનતાઓનું વર્ણન ક૨વામાં આવેલું વાંચવા મળતું. પણ આઘાત એ વાતનો લાગ્યો કે એ વિશાળમંડપોમાં ૧૫-૨૦ વિશાળ બેનરોમાં પરમાત્મા મહાવીરદેવનું નામ, ઉલ્લેખ સુદ્ધા જોવા ન મળ્યો. શંખેશ્વર પાર્શ્વનાથ અને દાદા આદિનાથના મંત્રનો પુષ્કળ જપ કરનારા, એ તીર્થોની યાત્રા માટે ખૂબ જ તલપાપડ બનનારા, એમના ફોટાઓ પોતાની પાસે રાખી રોજ દર્શન-વંદન કરનારા, બીજાઓને શંખેશ્વર પાર્શ્વનાથ અને શત્રુંજયદાદાની આરાધના કરવાની પુષ્કળ પ્રેરણા કરનારા અનેક શ્રાવકો-સંયમીઓ પણ મેં જોયા. આ બધુ તો સારું, પણ તેઓ જાણે કે પરમાત્મા મહાવીરદેવને ભુલી જ ગયા હોય અને માટે એમને દિવસમાં કદિ યાદ પણ ન કરતા હોય એવી પરિસ્થિતિ જોઈ આંખમાંથી બે ટીપા ટપકી પડ્યા. ઘર દેરાસરોમાં કે સંઘ દેરાસરોમાં પ્રભુવીર મુળનાયક તરીકે ભાગ્યે જ જોવા મળ્યા. પ્રાયઃ સર્વત્ર પાર્શ્વનાથ ભગવાન, આદિનાથ ભગવાન, શાંતિનાથ ભગવાન વગેરે પ્રભુપ્રતિમાઓનો અતિશય આગ્રહ જોવા મળ્યો. મનમાં જરાક ખટકો ઉત્પન્ન થયો. ‘શું ભગવાન મહાવીરના શાસનમાં એમનું જ વિસ્મરણ !' અન્ય પરમાત્માઓ પ્રત્યે અતિશય ભક્તિવાળા, બેજોડ શ્રદ્ધાવાળા, વાતે-વાતે તે તે પરમાત્માનું નામ લેનારા શ્રાવકો-સાધુઓ દેખાયા. પણ એવી ભક્તિ, એવી શ્રદ્ધા, એવો અગાધ બહુમાનભાવ પ્રભુવીર પ્રત્યે ભાગ્યે જ કોઈનામાં ઝળહળાટ કરતો દેખાયો. પ્રશ્ન થયો કે “આ કેવો ઉપેક્ષાભાવ ?’’ મારું મન તો પોકાર કરી કરીને કહે છે કે આપણે જેના સંતાન છીએ, જેના શાસનમાં જીવીએ છીએ, જેના અનંત ઉપકારના ભાર હેઠળ દબાયેલા છીએ એ પરમાત્મા મહાવીરદેવનું વિસ્મરણ કોઈકાળે ન થઈ શકે. આપણા પ્રત્યેક વિશિષ્ટ કાર્યોમાં ઉત્તમ વિશેષણો સાથે પ્રભુવીરનો ઉલ્લેખ અવશ્ય હોવો જ જોઈએ. કોઈપણ પત્રિકાઓ છપાય એમાં સૌ પ્રથમ મોટા અક્ષરે, ઉત્તમ વિશેષણો સાથે પ્રભુવીરનું નામ ચમકવું જ જોઈએ. મોટા સંઘોમાં અનેક બેનરો તૈયાર થતા હોય તો એમાં એક મોટું બેનર માત્ર પરમાત્મા મહાવીરદેવના સર્વોત્તમ વિશેષણોથી ભરપૂર તૈયાર થયેલું હોવું જોઈએ. આપણી ઓળખ મહાવીરદેવના સંતાન તરીકે જ હોવી જોઈએ. દરેક સંઘોમાં દર વર્ષે બે-ચાર રથયાત્રાઓ તો નીકળતી જ હોય છે. એ રથયાત્રા હજારો અજૈનો જોતા હોય છે. એ બધા માત્ર એટલું જ સમજે છે કે ‘આ જૈનોનો કોઈ તહેવાર છે.’ પણ એ રથયાત્રામાં ભગવાન મહાવીરદેવની ઓળખ એ અજૈનોને થાય એવા બેનરો, એવા લખાણો, એવા ચિત્રો હોય તો નક્કી પ્રભુવીર પ્રત્યે તેઓના મનમાં સદ્ભાવ જન્મ્યા વિના ન રહે. ઘણી રથયાત્રાઓમાં પોત-પોતાના ગુરુજનોના વિરાટ ફોટાઓ બગીમાં મૂકાયેલા જોયા છે. પણ એક પણ પ્રભુવીરના ફોટાવાળી બગી ન દેખાઈ. ત્યારે દુઃખ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૩૯)

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294