________________
'૯. શાસનપતિ, ત્રિલોકગર, આસનોપકારી, ૐ દેવાધિદેવ શ્રમણ ભગવાન મહાવીરદેવને કદિ ન ભલીએ !!
મને નીચેના પ્રશ્નોના ઉત્તરો પાઠવો કે
(૧) આજે જે શાસનને પામીને આપણે હજારો સંયમીઓ આત્માનું અનંતભવોનું ભ્રમણ કાપી ૪ રહ્યા છીએ. એ અલબેલું શાસન આપણને આપ્યું કોણે?
(૨) આખા ય જીવન દરમ્યાન એક પૈસો પણ કમાવા જવું ન પડે, કોઈ ધંધો-નોકરી કરવા ન પડે, જ છે કોઈની પગચંપી કરવી ન પડે અને છતાં ખુમારીથી, મસ્તીથી સુંદર સંયમજીવન જીવી શકાય એવી અદ્ભુત વ્યવસ્થા આપણને કોણે બતાવી ?
(૩) જે છરી પાલિત સંઘો, ઉપધાનો, ઉજમણાઓ, માસક્ષપણાદિ તપશ્ચર્યાઓ, તીર્થયાત્રાઓ, જે જી રથયાત્રાઓ, દેરાસરો, તીર્થો વગેરેને લીધે શ્રી જૈનસંઘ અત્યંત શોભી રહ્યો છે, ચેતનવંતો દેખાઈ રહ્યો છે ? ? એ તમામ આરાધનાઓ આપણને કોણે આપી?
(૪) જે સંયમજીવન પામી આપણે લોકમાં પૂજ્ય બન્યા, જે શાસ્ત્રોનો અભ્યાસ કરી આપણે વિદ્વાન જે બની પરમસુખનો ઓછા-વત્તો રસાસ્વાદ પામ્યા જે નિર્મળતમ આચાર પાળી બધાયને પ્રિય બન્યા એ સંયમ, . જ શાસ્ત્રો, આચાર વ્યવસ્થા આપણને કોણે આપ્યા?
એનો ઉત્તર એક જ છે – દેવાધિદેવ શ્રમણ ભગવાન મહાવીરે !
અલબત્ત બધા તીર્થકરો પરસ્પર ગુણવત્તાની દષ્ટિએ સમાન છે. પણ આપણા ઉપર સૌથી વધુ ઉપકાર શાસનપતિ પ્રભુ વર્ધમાનનો જ છે. આ વાતનો કોણ નિષેધ કરી શકે? ,
બધા પંચમહાવ્રતધારી ગુરુજનો ગુરુતત્ત્વરૂપે સમાન હોવા છતાં જે ગુરુજને આપણો હાથ ઝાલી છે છે આપણા ઉપર વધુ ઉપકાર કર્યો હોય એ ગુરુજન બીજા બધા ગુરુઓ કરતા આપણા માટે વધુ આદરણીય બને છે જ જ છે ને ?
તો જે પ્રભુ માટે શાસ્ત્રકારોએ વારંવાર “આસનોપકારી' શબ્દ વાપર્યો છે, એ પ્રભુ વર્ધમાન આપણા જે સૌ માટે વિશેષ આદરણીય કેમ ન બને?
જેમ આપણે આપણા ગુરુજનને આપણા માટે વધુ મહાન પૂજનીય ગણીએ તેમાં બીજાઓનો છે અપલાપ કરવાની લેશ પણ ભાવના નથી. અને એવો દોષ પણ લાગતો નથી. છે તેમ બીજા બધા જ ભગવાન કરતા શાસનપતિ પ્રભુવીરને આપણે સર્વત્ર સૌ પ્રથમ સ્થાન આપીએ, ૪ એમને વધુ આદર આપીએ તો એ એકદમ યોગ્ય જ છે ને ?
અત્યાર સુધીમાં છરી પાલિત સંઘોની, ઉપધાનોની, ચાતુર્માસિક-આરાધનાની, નૂતન જિનમંદિર જ નિર્માણની... ઘણી પત્રિકાઓ એવી જોવા મળી કે જેમાં ક્યાંય ખૂણે-ખાંચરે પણ સાવ નાનકડા અક્ષરોમાં પણ પ્રભુવીરના નામનો ઉલ્લેખ સુધ્ધાં ન હતો. ખૂબ આઘાત લાગતો, આ પરિસ્થિતિ જોઈને. આજે કોઈ શ્રાવક જ
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૩૮)'