Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 280
________________ वयणमाययव्वं, जं चेत्थ कयाइ न विसंवएज्जा, नो णं बालतवस्सीण चेट्ठिअं, जओ णं जिणिदवयणेणं नियमओ ताव कुसीले इमे दीसंति, पव्वज्जाए पुण गंधंपि नो दीसइ एएसिं, जेण पिच्छ पिच्छ ताव एयस्स साहु बिज्जियं मुहणंतयं दीसइ ... । वरं सूणो जस्स णं सुहुममवि नियमवयभंगं नो भविज्जा, एसो पुण नियमभंगं करेमाणो केण उवमिज्जा । ता वच्छ सुमई भद्दमुह ! न एरिसकत्तव्वायरणाओ भवंति साहू । एतेहिं च कत्तव्वेर्हि तित्थअरवयणं सरेमाणो को एतेसिं वंदणगमवि करिज्जा । – મહાનિશીથસૂત્ર-અધ્યયન-૪ અર્થ : પછી નાગિલે કહ્યું કે, “ભદ્રમુખ, સુમતિ ! આ પ્રમાણે અલંઘનીયવાક્યવાળા ભગવાનનું વચન આચરવું જોઈએ. કેમકે જિનવચનમાં ક્યારેય પણ વિસંવાદ ન હોય. પરંતુ બાલતપસ્વીઓની ચેષ્ટાનો આદર ન કરવો. કેમકે જિનેન્દ્રના વચન પ્રમાણે તો આ સાધુઓ અવશ્ય કુશીલ દેખાય છે. આ સાધુઓમાં દીક્ષાની તો ગંધ પણ દેખાતી નથી. કેમકે જો જો આ સાધુની પાસે બીજી મુહપત્તી દેખાય છે.......! કસાઈ સારો કે જેને સુક્ષ્મ પણ નિયમ-વ્રતનો ભંગ નથી થતો. નિયમભંગને ક૨ના૨ો આ સાધુ તો કોની સાથે સરખાવાય ? તેથી હે વત્સ સુમતિ, ભદ્રમુખ ! આવા કાર્યો આચરવાથી તે સાધુ ન કહેવાય. આવા કાર્યો વડે તો (કાર્યો જોઈને) જિનવચનને યાદ કરનારો કયો આત્મા આ સાધુઓને વંદન પણ કરે ? (७३) १८ रूपकमूल्ये वस्त्रे लघुमासः, २० रूपके चतुर्लघु, १०० रूपके चतुर्गुरु, २५० रूपके षड्लघु, ५०० रूपके षड्गुरु, सहस्ररूपके छेदः, दशसहस्ररूपके मूलं, पञ्चाशत्सहस्ररूपकमूल्ये અનવસ્થાપ્યું, નક્ષ વામૂલ્યે પશ્ચિમ્ । – યતિજીતકલ્પ-૧૯૩ અર્થ : ૧૮ રૂપિયાવાળા વસ્ત્રમાં લઘુમાસ, ૨૦ રૂપિયાવાળામાં ચતુર્લઘુ, ૧૦૦ રૂપિયાવાળામાં ચતુર્ગુરુ, ૨૫૦ રૂપિયાવાળામાં ષડ્લઘુ, પ૦૦ રૂપિયાવાળા વસ્ત્રમાં પદ્ગુરુ, એક હજાર રૂપિયાવાળામાં છેદ, દશ હજારમાં મૂલ, પાસહજારમાં અનવસ્થાપ્ય, અને લાખ રૂપિયાનું વસ્ત્ર વાપરનાર સંયમીને પારાંચિક પ્રાયશ્ચિત્ત આવે. (ઉપલક્ષણથી તમામ વસ્તુમાં આ સમજી લેવું. અલબત્ત પ્રાચીનકાળના રૂપિયા પ્રમાણેનું આ ગણિત છે.) (७४) वर्धमानविनेयानां हि रक्तादिवस्त्रानुज्ञाने वक्रजडत्वेन वस्त्ररञ्जनादिषु प्रवृत्तिरतिदुवरैिव स्यादिति न तेन तदनुज्ञानं, पार्श्वशिष्यास्तु न तथेति रक्तादीनामपि ( धर्मोपकरणत्वं ) तेनानुज्ञातमिति भावः । – ઉત્તરાધ્યયન સૂત્ર - અધ્યયન-૨૩, ગાથા-૮૭૭, શાન્ત્યાચાર્ય ટીકા અર્થ : શ્રી વર્ધમાનસ્વામીના શિષ્યોને લાલ વગેરે વસ્ત્રોની રજા આપવામાં આવે તો તેઓ વક્ર અને જડ હોવાથી તેઓ જાતે જ સફેદ વસ્ત્રાદિને લાલ રંગથી રંગવા માંડે. એમને અટકાવવા ભારે પડે. તેથી તેમને લાલાદિવસ્ત્રની રજા નથી. પાર્શ્વનાથ શિષ્યોને આવું નથી. માટે તેઓને લાલ વગે૨ે વસ્ત્રોની પણ ધર્મોપકરણ તરીકે રજા અપાયેલી છે. (94) हे गौतम! आर्या उचितं श्वेतवस्त्रं विवर्ज्य विविधवर्णानि विविधचित्राणि वा वस्त्राणि सेवते, उपलक्षणत्वात् पात्रदण्डाद्यपि चित्ररूपं सेवते, सा आर्या न व्याहृता न कथिता । -- ગચ્છાચારપયન્ના-૧૧૨. અર્થ : હે ગૌતમ ! સાધ્વીજી ઉચિત શ્વેતવસ્ત્રને છોડીને જુદા જુદા વર્ણોવાળા અથવા જુદા જુદા ચિત્રોવાળા વસ્ત્રો વાપરે. પાત્રા, દાંડા પણ જાતજાતના રૂપવાળા વાપરે તો એ સાધ્વીજી સાધ્વીજી ન કહેવાય. સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૨૫૯)

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294