Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 294
________________ સમર્પણ આ ઓ દેવાધિદેવ શ્રમણ ભગવાન મહાવીર દેવ ! "આ અલબેલુ, અણમોલ, અવર્ણનીય, જિનશાસના મને આપીને તેં જે સીમાતીત ઉપકાર મારા ઉપર કર્યો છે, એ ઉપકારના સ્મરણ માત્રથી એક આંખમાંથી ટપકી પડતા હર્ષાશ્રુ તારા ચરણે ધરું છું. તો આવું | જિનશાસન અને તારા જેવો નાશ પામ્યા છતાં હું પ્રમાદને વશ થઈ તારી આજ્ઞાઓ ન પાળી શક્યો, અતિચારોથી. ખરડાયેલું આ સંયમજીવન જીવ્યો, એ બદલ પશ્ચાત્તાપના અશ્રુ તારા ચરણે ધરું છું. ઓ કૃપાવંત ! આ બે અશ્રુઓ રૂપી. જલ દ્વારા આપના ચરણોનું જ નહિ, મારા પાપમલનું પણ પ્રક્ષાલન થાય અને તે ભાખેલા શ્રમણજીવનને મારા રોમેરોમમાં સમાવી દેનારો બને એવી અનરાધાર | કૃપાવૃષ્ટિ વરસાવજે. હે ત્રિશલાનંદન ! હે જગદગુરુ ! હે વિશ્વકલ્યાણકર ! હે પતિતપાવન ! હે શાસનસંસ્થાપક ! હે પરમકરુણાધારક ! શ્રમણ ભગવાન મહાવીર દેવ ! તે ભાખેલો સર્વવિરતિધર્મ રૂપ સર્વોત્તમમોક્ષમાર્ગ મારામાં અને અનેક સંયમીઓગા અણુ-અણુમાં સમાઈ જાય એ એકમાત્ર - ભાવનાથી લખાયેલ આ પુસ્તક તારા કરકમલમાં સાદર-સબહુમાન-સસ્નેહ સમર્પિત કરું છું., - પં. ચન્દ્રશેખવિસ્થા

Loading...

Page Navigation
1 ... 292 293 294