________________
પાણીમાં તણાઈ જવાય. નદી વિ.ના પ્રતિબંધ નડે. વૃક્ષ ઉપર ચડવું પડે. સર્પાદિનો ભય, ચોરનો ભય, માંદા પડાય, માટે ચોમાસામાં વિહાર ન કરાય.
वर्षाकाले किल प्रथमवृष्टौ जातायां सत्यां दिनत्रयं यावत्सूक्ष्माङ्कराः अन्तर्मुहूर्तमात्रकाल - मनन्तकायरूपाः प्रायः सर्वत्र भूतले प्रतिक्षणं प्रादुर्भवन्तो भवन्ति । ते च दुर्लक्ष्यतया परिहर्तुं दुःशकाः, अतस्तदानीं तद्विराधनाभीरवो गृहीतपौषधाः गृहीतसामायिका श्चोपासकाः दिनत्रयं यावत्तत्परिहाराय યથાશત્તિ યતત્તે । -શ્રાદ્ધજીતકલ્પ-૯૯
અર્થ : વર્ષાકાળમાં પહેલા વરસાદ પડે એટલે અન્તર્મુહૂર્તકાલ અનંતકાયરૂપ રહેનારા એવા સૂક્ષ્મ અંકુરાઓ ત્રણ દિવસ સુધી સર્વત્ર પૃથ્વી ઉપર પ્રત્યેક ક્ષણે ઉત્પન્ન થતા હોય છે. તે દુર્લક્ષ હોવાથી તેનો પરિહાર કરવો શક્ય નથી. માટે એ ત્રણ દિવસ તેની વિરાધનાના ભયવાળા શ્રાવકો તે સૂક્ષ્મ અંકુરાઓની વિરાધના અટકાવવા માટે સામાયિક-પૌષધ લઈને યથાશક્તિ યત્ન કરે છે. (સાધુઓ માટે પણ આજ વિધાન છે.)
(८८) वसतेर्बहिरेव- भिक्षामटन् साधू रसगृद्ध्या दुग्धदध्योदनादीनां द्रव्याणामनुकूलद्रव्यैः सह संयोजनं रसविशेषोत्पादनाय यत्करोति, सा बाह्या संयोजना । अभ्यन्तरा पुनर्यद् वसतावागत्य भोजनवेलायां संयोजयति सा च त्रिधा - पात्रे कवले वदने च । रसगृद्ध्या च बाह्यद्रव्याणां संयोजनां कुर्वन् आत्मनो ज्ञानावरणीयादिकर्मपुद्गलसमूहैः सह संयोजनां करोतीति निषिध्धा संयोजना .... तस्यां च संयोजनायां क्रियमाणायां चतुर्गुरु प्रायश्चितं साधोः स्यात् । - યતિજીતકલ્પ-૧૬૫
.....
અર્થ : ઉપાશ્રયની બહાર જ ભિક્ષા માટે ફરતો સાધુ રસની આસક્તિથી દૂધ, દહીં વગેરે દ્રવ્યોનું (ખાંડ વગેરે) અનુકૂળ દ્રવ્યો સાથે સંયોજન વિશેષ રસને ઉત્પાદન કરવાને માટે કરે તે બાહ્ય સંયોજના. જ્યારે ઉપાશ્રયમાં આવીને વાપરતી વખતે જે સંયોજના કરે. તે અભ્યન્તર. તે ત્રણ પ્રકારે છે. પાત્રામાં, કોળીયામાં (હાથમાં) અને મુખમાં.... રસમૃદ્ધિથી બાહ્ય દ્રવ્યોની સંયોજનાને કરતો સંયમી આત્માને જ્ઞાનાવરણીયાદિ કર્મપુદ્ગલોના સમૂહો સાથે સંયોજિત કરે છે. માટે આ સંયોજના નિષિધ છે. તે સંયોજના કરનારને ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે.
यथा काक उच्चित्योच्चित्य विष्ठादेर्मध्याद् वल्लादि भक्षयति, एवमसावपिं, अथवा विकिरति काकवदेव सर्वं, तथा काकवदेव कवलं प्रक्षिप्य मुखे दिशो विप्रेक्षते, तथा शृगाल इवान्यत्रान्यत्र प्रदेशे भक्षयति । सुरभि यद् तीमनं ओदनादिना सह मिश्रीभूतं तत्र दवं प्रक्षिप्य यो निर्यासः संजातस्तत्पिबनं, यत्तद् द्रवितरसमुच्यते । तथाऽधस्तादुपरि च यद् विपर्यासीकृतं भुङ्क्ते, तदेतत्परामठ्ठे । अयमेष भोजनेऽविधिः ..... यस्तु विधिगृहीतमविधिभुक्तं काकशृगालादिरूपं भक्तं ददाति, योऽपि गृह्णाति । તયોર્દ્રયો પિ નિયાળ યિતે...... - ઓધનિર્યુક્તિ-ભાષ્ય-૨૯૯-૩૦૦.
અર્થ : જેમ કાગડો વિષ્ટામાંથી વાલના દાણા વગેરે ચૂંટી-ચૂંટીને ખાય એમ આ સંયમી પણ. (પાત્રામાંથી સારી વસ્તુ ચૂંટી ચૂંટીને ખાય.) અથવા કાગડાની જેમ બધું વેરે. તથા કાગડાની જેમ મોઢામાં કોળીયો નાંખીને આજુબાજુ જુએ તથા શિયાળની જેમ અન્ય અન્ય પ્રદેશમાં ખાય. (અર્થાત્ બધી રોટલી એક સાથે ખાવાને બદલે, એક રોટલી-પછી દાળ-પછી રોટલી-પછી શાક... એમ વાપરે.) ભાત વગેરે સાથે મિશ્ર થયેલ જે તીમનાદિ (વઘારાદિ) સુગંધી દ્રવ્ય હોય તેમાં દ્રવ (દાળાદિ) નાંખીને તેને પીએ તે દ્રવિતરસ કહેવાય. તથા પાત્રામાં રહેલી વસ્તુ ઉંચીનીચી કરીને વાપરે તે પરામૃઇ. આ બધી ભોજન સંબંધી અવિધિ છે. જે સાધુ વિધિથી લાવેલી છતાં આ બધી અવિધિથી વાપરેલી (વધી પડેલી ચોખ્ખી) ગોચરી બીજાને આપે, અને જે અને
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૬૪)