________________
યતિજીતકલ્પ-૨૩૧
અર્થ : આઠમ અને ચૌદશમાં ઉપવાસ ન કરે, ચોમાસીમાં છટ્ઠ ન કરે અને સંવત્સરીએ અઠ્ઠમ ન કરે તો ક્રમશઃ લઘુમાસ, ગુરુમાસ અને ચતુર્લઘુ પ્રાયશ્ચિત્ત આવે. (અર્થાત્ આ દિવસોમાં ઉપવાસાદિ ક૨વા જ પડે. જ્ઞાનપંચમી વગેરેના ઉપવાસ પરંપરાથી આવેલા જાણવા.)
-
( 34 ) अयमभिप्रायः- यद्यपि क्षैरेयीप्रमुखाणि द्रव्याणि साक्षाद् विकृतयो न भवन्ति, किन्तु विकृतिगतान्येव, निर्विकृतिकानामपि कल्पन्ते, तथापि उत्कृष्टानि एतानि द्रव्याणि भक्ष्यमाणान्यवश्यं मनोविकारमानयन्ति शान्तानामपि न च कृतनिर्विकृतिकानामेतेषु भक्ष्यमाणेषु उत्कृष्टा निर्जरा सम्पद्यन्ते, તસ્માટેતાનિ ન વૃત્તાન્તે કૃતિ । – પ્રવચનસારોધ્ધાર દ્વાર નં.-૪ ગાથા ૨૩૫
અર્થ : આ અભિપ્રાય છે કે જો કે ખીર વગેરે દ્રવ્યો સાક્ષાત્ વિગઈ નથી. પણ નિવીયાતા છે. અને એટલે નીવીવાળાને પણ કલ્પે છે. તો પણ ઉત્કૃષ્ટ આ દ્રવ્યો જો ખાવામાં આવે તો અવશ્ય માનસિક વિકારોને ઉત્પન્ન કરે, ભલેને પછી એ આત્માઓ શાંત કેમ ન હોય ? વળી નીવીના પચ્ચક્ખાણવાળાઓ આ નીવીયાતાઓ વાપરે તો એમાં એમને ઉત્કૃષ્ટ નિર્જરા ન થાય. માટે આ નીવીયાતાઓ ગ્રહણ કરાતા નથી.
जो पुण विगइचायं काऊणं खाइ निध्धमहुराई । उक्कोसदव्वाइं तुच्छफलो तस्स सो नेओ । અર્થ : જે આત્મા વિગઈઓનો ત્યાગ કરીને પછી સ્નિગ્ધ અને મધુર એવા આ નીવીયાતા દ્રવ્યો વાપરે તેનો વિગઈત્યાગ તુફ્ફળવાળો જાણવો.
(3) प्रलम्बते - नैरयिकादिकां गतिं प्रति लम्बते येन भुक्तेन जीवः तत्प्रलम्बम् । तद् दशधा, तद्यथा मूले कंदे खंधे तया य सांले पवालपत्ते य, पुप्के फले अ बीए पलंबसुत्तम्मि दसभेआ । – યતિજીતકલ્પ-૧૭૨-૧૭૩
અર્થ : જે ખાવાથી જીવ નારક, તિર્યંચ ગતિ પ્રત્યે આલંબન ક૨ના૨ો બને (અર્થાત્ તે દુર્ગતિમાં જાય) તે પ્રલંબ કહેવાય. તે દશ પ્રકારે છે. (૧) મૂળ, કંદ, સ્કંધ (થડ), ત્વચા (થડની છાલ), ડાળી, પલ્લવ, પાંદડા, પુષ્પ, ફળ, બીજ (અહીં માત્ર કેરી વગેરે ફળો જ પ્રલંબ નથી. પણ ભીંડા વગેરે પણ પ્રલંબ ગણાય છે અને એમાં રહેલા બીજ અત્રે બીજ રૂપે લીધા છે. વિશેષ જાણકારી માટે ગીતાર્થપુરુષોને પૃચ્છા કરવી.)
स आचार्योऽवमकाले तोसलिप्रभृतिके प्रचुरप्रलम्बे देशे गत्वा गीतार्थेनाऽऽत्मना वा क्षेत्रद्वयं प्रत्युपेक्ष्य ययोः शुद्धं भक्तं लभ्यते न प्रलम्बमिश्रितमित्यर्थः तयोः क्षेत्रयो - पृथग् द्वावपि वर्गों स्थापयति। બૃહત્કલ્પસૂત્ર - ભાષ્ય - ૧૦૬૪
અર્થ : તે આચાર્ય દુકાળમાં તોસલિ વગેરે ઘણા પ્રલંબ(લીલોતરી)વાળા દેશમાં જઈને ગીતાર્થ દ્વારા કે સ્વયં બે ક્ષેત્રોની તપાસ કરી જે બે ક્ષેત્રમાં પ્રલંબના મિશ્રણ વિનાનું શુદ્ધભક્ત મળે ત્યાં સાધુ-સાધ્વી એ બે વર્ગને છૂટા-છૂટા સ્થાપિત કરે. (અહીં દૂકાળમાં જ પ્રચુર પ્રલંબવાળા દેશમાં જાય છે. અર્થાત્ એ સિવાય પ્રચુર પ્રલંબવાળા દેશમાં જતા નથી. તથા ત્યાં પણ જ્યાં પ્રલંબના મિશ્રણ વિનાનું ભોજન મળે ત્યાં જ રહે છે. અર્થાત્ પ્રલંબ ઓછું વપરાતું હોય, ન વપરાતું હોય તેવા ક્ષેત્રને શોધે છે. પ્રલંબ એટલે મૂળથી માંડીને બીજ સુધીની ૧૦ વનસ્પતિ લેવાની છે.)
(39) हस्तेन यत्प्रलम्बानामादानं तद्ग्रहणम्, यत्पुनर्मुखे प्रवेशनं स प्रक्षेपकः । तत्र प्रथमभङ्गे . एकस्मिन्ग्रहणे प्रक्षेपके च प्रत्येकं मासलघु । द्वितीयभङ्गे एकस्मिन्ग्रहणे मासलघु, प्रक्षेपस्थाने यावतः પ્રક્ષેપાન્ જોતિ તાવત્તિ માસાયૂનિ । – બૃહત્કલ્પસૂત્ર-ભાષ્ય-૯૮૧
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૨૪૯)
00000000000000000000