________________
અર્થ : ભગવાન નેમિનાથના શિષ્યો, છ ભાઈઓ હતા. તેઓ ચૌદપૂર્વી, ચાર જ્ઞાનના ધણી, પરસ્પર એક સરખા રૂપવાળા, નીલકમળ જેવી કાંતિવાળા, શ્રીવત્સથી અંકિત છાતીવાળા, બત્રીસલક્ષણવાળા હતા. દીક્ષા દીવસથી માંડીને છઠ્ઠના પારણે છટ્ઠ સતત કરતા હતા. પારણાના દિવસે પહેલી પોરિસીમાં સ્વાધ્યાય અને બીજી પોરિસીમાં ધ્યાન કરીને ત્રીજી પોરિસીમાં ત્રણ સંઘાટકરૂપે દ્વારકામાં ફરતા હતા.
(૨૯) પુજા વા દે વા મિક્ષાયાં પછતઃ, ૫ સર્વોપ્થવિધિજ્યંતે ।- બૃહત્કલ્પસૂત્ર નિર્યુક્તિ-૪૧૧૨ અર્થ : એક કે બે સાધ્વીજી ભિક્ષામાં જાય, આ બધો જ અવિધિ કહેવાય છે.
याऽर्थोस्कदीर्घनिवसन्यादिभिः सुप्रावृता निर्गता, सा केनचिद् धर्षितुमारब्धाऽपि पदावपि यावत् संरक्षिता भवति । तिसृणां च संयतीनां बोलेन शिष्टो जनो भूयान् मिलतीति शेषः ।
અર્થ : જે સાધ્વીજી અર્ધેરુકાદિ વસ્ત્રો વડે અત્યંત પ્રાવૃત થયેલા છતાં ગોચરી ગયેલા હોય. તેવા ગોચરી ગયેલા સાધ્વીજીને કોઈક પરેશાન કરે તો ત્રણ સાધ્વીજીઓના અવાજથી ઘણા શિષ્ટ લોકો ભેગા થાય. (અહીં ત્રણ સાધ્વી ગોચરી જવાની વાત સ્પષ્ટ જણાય છે.)
(30) जे भिक्खु रति असनं वा पानं वा खाइमंवा साइमं वा पडिग्गाहेत्ता दिया भुंजति, भुजंतं વા સાતિન્નતિ । – નિશીથસૂત્ર-ઉદ્દેશો-૧૧, સૂત્ર-૭૩૧
-
અર્થ : જે સાધુ કે સાધ્વીજી રાત્રે (સૂર્યોદય પૂર્વે) અશનાદિ વહોરીને દિવસે (સૂર્યોદય બાદ) વાપરે કે વાપરનારાને અનુમોદે (એને પ્રાયશ્ચિત્ત આવે)
(31) तथा - हुण्डं विषमसंस्थितं यत् समचतुरस्त्रं न भवति... यत्स्थाप्यमानं ऊर्ध्वं तिष्ठति, वालितं પુનઃ પ્રસ્તુતિ... । તાનિ અપનક્ષળતા અધારળીયાનિ । – યતિજીતકલ્પ-૨૦૧
અર્થ : જે પાત્ર (ઘડો વગેરે પણ પાત્રુ જ ગણાય.) વિષમ સંસ્થાનવાળુ હોય. (અર્થાત્ સમચતુરસ ન હોય. જેની ઉંચાઈ અને પહોળાઈ સરખી હોય તે સમચતુસ્ર ગણ્યું છે. આપણા પાત્રા લગભગ એવા હોય છે. ઘડો એવો નથી.) જે જમીન ઉપર સ્થાપીએ, તો ઉભું રહે પણ વાળીએ તો પ્રલુઠેહાલમ-ડોલમ થાય તેવું પાત્રુ ન ચાલે. (ઘડો આવો જ છે.)
(३२) से भिक्षुः यदि पूर्वस्यां दिशि संखार्ड जानीयात्ततः अपरदिग्भागं गच्छेत्, अथ प्रतीचीनां जानीयात् ततः प्राचीनं गच्छेत्...कथं गच्छेत् - सङ्घडिमनादरयन्नित्यर्थः । - આચારાંગ શ્રુતસ્કંધ-૨, ચૂલિકા-૧, ઉદ્દેશો-૨
અર્થ : તે સાધુ જો જાણે કે પૂર્વ દિશામાં સંખડિ=જમણવાર છે. તો પશ્ચિમદિશામાં જાય. જો એમ જાણે કે પશ્ચિમદિશામાં છે, તો પૂર્વદિશામાં જાય. સંખડિનો અનાદર કરતો જાય.
1
(33) एतेनैवोपवासादे वैयावृत्त्यादिघातिनः नित्यत्वमेकभक्तादेर्जानन्ति बलवत्तया । - બત્રીશબત્રીશી ૨/૧૬
(ઉપદેશપદના કર્તા હરિભદ્રસૂરિજી મહારાજા) ભાવનાજ્ઞાન વડે એમ નિશ્ચય કરે છે કે ઉપવાસ વગેરે તપો વૈયાવચ્ચ, સ્વાધ્યાયદિના ઘાતક છે. એટલે એના કરતા એકાસણા બલવાન=લાભકારી છે. અને માટે શય્યભવસૂરિજીએ એને નિત્ય તપ કહ્યો છે. (ઉપદેશ રહસ્ય શ્લોક ૧૦૭-૧૦૮માં આની ચર્ચા છે. આ પદાર્થ ઉપદેશપદમાંથી લેવામાં આવ્યો છે.
(३४) चउछट्ठट्ठमऽकरणे अट्ठमिपक्खचउमासवरिसेसु । लहु गुरु लहुगा अवंदणे चे साहूणं । સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૪૮)