________________
ક૨વી એ તો લોઢાના ચણા ચાવવાનું કામ છે. આવી પ્રરૂપણા બાદ ભક્તો કદાચ ભાગી જાય કે ઓછા થઈ જાય. શિષ્યો થતા બંધ થઈ જાય, લોકોનો સદ્ભાવ એ શિથિલો પ્રત્યે ઘટી જાય. સર્વત્ર સંવિગ્નોની બોલબોલા થાય. આ બધું પચાવી જવું એ સહેલું છે જ ક્યાં ?
માટેસ્તો મહોપાધ્યાયજીએ આ રીતે (૧૧૭)આત્મનિંદા અને પ૨પ્રશંસાને દુર્ધરવ્રત કહ્યું છે.
જરાક કલ્પના તો કરો કે હોંશે હોંશે આપણને દીક્ષા આપનારા બા-બાપુજી, ભાઈ-બહેન વગેરેની સામે આપણે આપણી શિથિલતાનો એકરાર કરી શકશું ? કહી શકશું ? કે, “અમે ખાવામાં આસક્ત બનીને ખૂબ મીઠાઈ વાપરીએ છીએ. દોષિત ગોચરી વહોરીએ છીએ...” આ હિંમત કોની ચાલશે ? પણ આ અહંકાર ઓગાળી નાંખવાનો એક સરળ ઉપાય પણ છે હોં !
૧૪૪૪ ગ્રંથના રચયિતા, સૂરિપુરંદર ભગવાન હરિભદ્રસૂરિ મહારાજ કહેતા હતા કે,“હું સંવિગ્નપાક્ષિક છું. અર્થાત્ હું શિથિલ છું. યથાશક્તિપણ ભગવાનની આજ્ઞા પાળતો નથી.”
અદ્વિતીયશાસનપ્રભાવક, કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિ મહારાજ કહેતા હતા કે “અનાદિકાલીન કુસંસ્કારોની લપડાકો ખાઈને હું ય હતાશ બન્યો છું. તું રક્ષક છતાં હું લુંટાયો છું. શું કરવું? કંઈ સમજાતું નથી. ઓ પ્રભો ! મારા જેવો કરૂણાપાત્ર જીવ આ સંસારમાં કોઈ નથી. મારા પર દયા કર.” લઘુહરિભદ્ર, હજારો બેનમૂન ગ્રન્થરત્નોના નિર્માતા, શાસ્ત્રોના રહસ્યોના જ્ઞાતા મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજ કહેતા કે, “અમે પ્રમાદી છીએ. ભગવાનની આજ્ઞાઓ પાળવા અસમર્થ છીએ. ભગવાનની તમામ આજ્ઞાઓ પાળવાની એક માત્ર અજોડ ઈચ્છા એ જ અમારા માટે ભવજલધિજહાજ છે.”
મહાયોગી, આત્માનંદી આનંદઘનજી કહેતા કે,(૧૧૮)‘પ્રભો ! મારું મન કાબુમાં રહેતું નથી. એ ગમે ત્યાં ભાગે છે. એની ચંચળતા અને મારી નિષ્ફળતા જોઈને હવે તો મને એમ જ થાય છે કે “મન કાબુમાં આવી શકે છે.’’ એ વાત તદ્દન ખોટી છે. “આપે મનને કાબુમાં લીધું છે.” એ વાત ઉપર પણ મને વિશ્વાસ બેસતો નથી. આ ભગવાને ભાખેલા ચારિત્રમાર્ગ ઉપર ચાલવાની વાત તો દૂર રહી, એના ઉપર પગ મૂકવાની પણ મારી કોઈ હેસિયત નથી, કોઈ તાકાત નથી.”
જો આવા મહાપુરુષો નિષ્કપટ બની પોતાના આત્મસ્વરૂપને પ્રગટ,કરી શકતા હોય, પોતાના દોષોનો સ્વીકાર કરી શકતા હોય, પોતાના નાના દોષોને પણ મેરુ જેવા બનાવીને એના માટે ઘોર પશ્ચાત્તાપ કરી શકતા હોય અને એમાં એમને એમની મોટાઈ નડતર રૂપ ન બનતી હોય, અહંકાર આડો ન આવતો હોય તો આપણે તો કોણ ? આપણામાં શી મહાનતા છે ? કે જેના અહંકારથી સ્વદોષદર્શન થતું નથી. સ્વદોષ-એક૨ા૨ થતો નથી. સ્વદોષનો બચાવ કરવાનું મન થાય છે.
ભલે સંવિગ્નપાક્ષિકનો વ્યવહાર અત્યારે નથી ચાલતો પણ નિશ્ચયથી તો સંવિગ્નપાક્ષિકતાનો સ્પર્શ કરી જ શકાય છે ને ?
આપણી શાસનભક્તિ એટલે (૧૧૯)(૧) વિધિકથન (૨) વિધિરાગ (૩) વિધિની ઈચ્છાવાળાઓને વિધિમાર્ગમાં સ્થાપવો અને (૪) અવિધિનો સ્પષ્ટ નિષેધ.
જો જીવનમાં આચારપાલન ન હોય તો આ ચાર વસ્તુ તો છેવટે અપનાવીએ . (૧) સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૩૬)