________________
.
૮. છેવટે જિનાજ્ઞાના ડટ્ટર પક્ષપાતી બનીએ.... * પ્રચંડ સત્ત્વ ન ઉછળવાના કારણે આ નિયમો ધારણ કરવા મન તૈયાર ન થાય અને વર્ષોથી છે જ જે જીવન જીવી રહ્યા છીએ એમાં સહેજ પણ ફેરફાર કરવાની મન ધરાર ના પાડી દે એ આ જ ૪ વિષમકાળના સામ્રાજ્યમાં શક્ય છે.
' માટે જ તો ઉપદેશમાલાકારે કહ્યું છે કે (૧) પખંડનું સામ્રાજ્ય ભોગવતો ચક્રવર્તી પોતાના જે સર્વોત્તમ વૈષયિક સુખોને લાત મારીને પળવારમાં દીક્ષા લઈ લે એ શક્ય છે. પણ દીક્ષા બાદ જ સુખશીલતાને લીધે શિથિલાચારી બનેલા, આજ્ઞાભંજક બનેલા સંયમીઓ પછી શિથિલાચારનેજ સુખશીલતાને છોડી દે એ તો લોઢાના ચણા ચાવવા જેવી વાત છે.” . એટલે જો શૈથિલ્યના કાદવામાં ખૂંપેલો આત્મા બહાર છળી પડવા સમર્થ ન બનતો હોય તો તેઓ માટે પણ આત્મહિત માટેનો છેલ્લો એક રસ્તો બાકી છે. એ છે જિનાજ્ઞા કટ્ટર પક્ષપાત !
આચારાંગસૂત્રમાં કહ્યું છે કે શિથિલાચાર એ પ્રથમ બાલતા (મૂર્ખતા) છે. એ પ્રથમ બાલતાવાળો છે ૪ આત્મા સંયમ ગુમાવે. જ્યારે એ શિથિલાચારનો બચાવ, વાસ્તવિક જિનાજ્ઞાના કટ્ટર પક્ષપાતનો અભાવ છે એ બીજી બાલતા છે. બીજી બાલતાવાળો આત્મા સમ્યગ્દર્શન પણ ગુમાવી દે.'
જો પ્રથમ બાલતા ત્યાગી ન શકાય તો છેવટે બીજી બાલતા તો ત્યાગીએ જ. આ પુસ્તક વાંચ્યા છે ૪ પછી “સાચી જિનાજ્ઞાઓ કઈ છે?” એ તો લગભગ ખબર પડી જ જવાની. તો પછી સાડા ત્રણ કરોડ જ રૂંવાડેથી બોલીએ કે “આ જ જિનાજ્ઞા છે. અમારો આ આચાર ખોટો છે. અમારી શિથિલતા છે.” જ બોલીએ કે “વિગઈઓ ન વાપરવાની જ જિનાજ્ઞા છે. રોજે રોજ નિષ્કારણ વિગઈ ? કે વાપરનારાઓ પાપશ્રમણ છે. છતાં અમે રોજ વિગઈ વાપરીએ છીએ. આસક્તિ છોડી શકતા નથી.” છે હું બોલીએ કે “વિભૂષા તો સંયમજીવન માટે તાલપુટ ઝેર સમાન છે. છતાં અમે મલિન કપડા છે શું પહેરી શકતા નથી. અને વારંવાર કાપ કાઢીએ છીએ. અમારો આ આચાર તદ્દન ખોટો છે. અવિભૂષિત જ જે સંયમીઓ જ સાચા જિનાજ્ઞાપાલક છે.” છે ' બોલીએ. કે “આ અંધારાના વિહારો, સાઈકલો-લારીઓ-વહીલચેરી-માણસો વગેરે બધું જ છે છે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ છે. ગાઢકારણસર કરાય તો હજી ય બરાબર, પણ સુખશીલતાદિના કારણે જ પ્રવેશી ચૂકેલા આ પાપ છે. ધન્ય છે એ મહાત્માઓ! જે આ બધા દોષોથી દૂર રહેલા છે.”
આવા સેંકડો શિથિલાચારો સેવવા છતાં આપણે સાચો આચાર તો એ શ્રાવકોને બતાવીએ જ. છે જેથી ભગવાનની સાચી આજ્ઞાનું એમને ભાન થાય. તેઓ સાચા અર્થમાં ધર્મના આરાધક બની શકે. છે આચારભેદ નાબૂદ થાય એ તો શ્રેષ્ઠતમ ઇતિહાસ ગણાશે. પણ કદાચ આચારભેદ નાબૂદ ન ૪ થાય તો છેવટે પ્રરૂપણાભેદ તો ન જ રહેવો જોઈએ. જો આ ૨૦૦ જેટલા નિયમો રૂપી જિનાજ્ઞાઓને જ ૬ જાણીને તમામ સંયમીઓ એ અંગેની એક સરખી પ્રરૂપણા કરે તો ય શ્રીસંઘ ઉપર પ્રત્યુપકાર કરેલો છે. ગણાશે. આવા સંયમીઓ ભાવ સંવિગ્નપાક્ષિક બનીને આત્મકલ્યાણ સાધશે. પણ આ ય સહેલું નથી હોં ! પોતાના શિથિલાચારને ખુલ્લા કરવા, પોતાની અસાધુતાને જાહેર
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨૩૫) {
ત