Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 263
________________ જે જન્મવાંચનનો ઉત્સવ ઉજવતા હોય છે. ચૈત્ર સુદ તેરસ કે જે પ્રભુના જન્મકલ્યાણકનો દિવસ છે. તે દિવસે જ જ શ્રીસંઘ જેટલો ઉલ્લાસમાં હોય એના કરતા અનેકગણો ઉલ્લાસ, ઉમંગ જન્મવાંચનના દિવસે જોવા મળે છે. આ બધા સુંદર વસ્ત્રો પહેરે, મીઠું ખાય અને ખવડાવે. આમ આ દૃષ્ટિએ વિચારીએ તો જન્મવાંચનનો દિવસ આખા ય વર્ષમાં ધાર્મિક દૃષ્ટિએ તમામ જૈનો ? છે માટે સૌથી વધુ ઉલ્લાસ-ઉમંગનો દિવસ બની રહેલો દેખાય છે. છતાં આ કેવી ઘોર વિટંબણા? પ્રાયઃ તમામ સંઘોમાં એ દિવસે ૧૪ સુપન ઝૂલાવવામાં આવે છે, છેલ્લે પ્રભુનું પારણું ઝૂલાવવામાં જે જ આવે છે. પણ આશ્ચર્ય કેવું? કે લગભગ તમામ સ્થળે સૌથી વધુ મોટો ચડાવો લક્ષ્મીદેવીને ઝૂલાવવાનો થાય છે છે. બાકીના સ્વપ્નો તો ઠીક, પણ ભગવાન મહાવીર દેવના પારણાં સંબંધી ચડાવાઓ પણ લક્ષ્મીદેવીના જ જ ચડાવા કરતા ઓછી રકમના હોય છે. શું આ શ્રમણ ભગવાન મહાવીરદેવની આશાતના ન કહેવાય? જૈન શ્રાવકો ભગવાનને બદલે જે છે લક્ષ્મીદેવીને વધારે મહાન ગણે એ શું મિથ્યાત્વ ન કહેવાય? અને સંયમીઓની શું આ ફરજ નથી કે શું શ્રાવકોના આ મિથ્યાત્વને દૂર કરવું, સાચી સમજણ આપવી.” કોઈ વળી એમ કહે છે કે, “લક્ષ્મીદેવીનો ચડાવો મોટી રકમમાં જાય તો વાંધો શું છે? દેવદ્રવ્યની વૃદ્ધિ ? જ થાય છે ને?” પણ આ શું ઉચિત લાગે છે ખરું? પ્રભુવીરનું અવમૂલ્યન થાય એ રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ શું શાસ્ત્રકારો માન્ય રાખે ખરા? જે પ્રભુવીરનો પ્રસંગ છે, એમની જ એ જ પ્રસંગમાં આશાતના એ કેવી રીતે ચલાવી લેવાય? શું કોઈ શ્રીમંત એમ કહે કે, “દેરાસરમાં મૂળનાયક ભગવાનના સ્થાને લક્ષ્મીદેવીને મૂકો અને આજુબાજુ છે જ પ્રભુની પ્રતિમાઓ રાખો અથવા મૂલનાયકની બાજુમાં લક્ષ્મીદેવીને સ્થાપો તો હું ૧૦ કરોડ રૂ. દેવદ્રવ્યમાં જ જે આપું.” તો શું આ વાત માન્ય બને ખરી? વળી આ કંઈ એકાદ સંઘમાં જ બનતો પ્રસંગ નથી. પણ લગભગ દરેક સંઘમાં આ પરિસ્થિતિ જ છે નિહાળી છે કે “લક્ષ્મીદેવીનો ચડાવો પ્રભુવીરના પારણા કરતા મોટી રકમનો હોય છે.” પ્રભુવીર પ્રત્યે અત્યંત અનુરાગી એક યુવાને મને એક વાત કરી કે, “સાહેબ! મારી પાસે લાખો છે ૪ રૂપિયાના ચડાવા લેવાની શક્તિ નથી. બાકી જો હું કરોડપતિ હોત તો જેટલી રકમમાં લક્ષ્મીદેવીનો ચડાવો જ જાય, એના કરતા દોઢી-બમણી રકમથી જ હું પારણાના ચડાવાની શરૂઆત કરત. લોકોની આંખો ઉઘાડી ? જ દેત કે લક્ષ્મીદેવી કરતા પ્રભુવીર અનંતગણા મહાને છે.” આ સાંભળ્યા પછી મને આ વિચાર આવ્યો કે આપણે જે સંઘમાં હોઈએ તે સંઘમાં જન્મવાંચનના છે આ દિવસે શ્રીસંઘને જોરદાર પ્રેરણા કરીએ કે, “લક્ષ્મીદેવીના ચડાવા કરતા પ્રભુવીરના પારણાનો ચડાવો મોટી છે જ રકમમાં જ જવો જોઈએ.” શ્રી સંઘને લક્ષ્મી=ધનની નુકશાનકારિતા અને પ્રભુવીરની આભને આંબતી ? મહાનતા સમજાવીએ. શ્રીસંઘ તો રત્નોની ખાણ છે. સાચી સમજણ અને સાચી પ્રેરણા પામ્યા પછી એવા જ આ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨૪૨)

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294