________________
તો થયું કે, “શું આ રથયાત્રામાં એક બગી પ્રભુવીરના પણ વિરાટ ફોટાવાળી હોત તો એ વધુ શોભાસ્પદ ન બનત ?’’
મને એવું સ્પષ્ટ રીતે મહેસૂસ થાય છે કે ઉપરની મેં કરેલી વાતો એ પ્રભુવીર પ્રત્યેની આપણી માત્ર ભક્તિ નથી. પણ આ તો આપણી ફરજ, ઔચિત્ય છે. ભક્તિભાવથી તો આના કરતાંય અનેકગણી ચડીયાતી (છતાં શાસ્ત્રીય) રીતે પ્રભુને સર્વત્ર આગળ કરવા જ જોઈએ.
બાકી એ વાત તો નિશ્ચિત છે કે પરમપિતા મહાવીરદેવની જે સાધના છે, એમના જીવનમાં જે આંખે ઉડીને વળગે એવા અનેક પ્રસંગો વણાયેલા છે, એમના જીવનના પ્રત્યેક પ્રસંગોમાંથી વિશ્વને જે સંદેશ મળી રહ્યો છે એ બધું જોતા પરમાત્મા મહાવીરદેવ આપણા હૃદયસિંહાસનને શોભાવનાર રાજાધિરાજ બન્યા વિના ન જ રહે.
અલબત્ત, આજે ય કેટલીક વિરલ વ્યક્તિઓ એવી જોવા મળી છે કે જેઓ પ્રભુવીરને જ પોતાનું સર્વસ્વ માનનારી છે.
જન્મવાંચનના દિવસે સેંકડો-હજારો લોકો જન્મવાંચન બાદ પારણું ઝુલાવી રહ્યા હતા. એ વખતે મારી નજર એક પૌષધમાં રહેલા યુવાન ઉપર પડી. એ ચોધાર આંસુએ રડી રહ્યો હતો અને ખૂબ જ હર્ષથી એ પારણું ઝૂલાવવાના પ્રસંગને નિહાળી રહ્યો હતો. એ જોઈ મારી આંખમાં પણ આંસુ ધસી આવ્યા. પ્રસંગ પૂર્ણ થયા બાદ એ યુવાનને બોલાવી રડવાનું કારણ પૂછ્યું. એ વખતે એના મુખમાંથી નીકળેલા શબ્દો → “મહારાજ સાહેબ ! મારા ભગવાન મહાવીરદેવ પાછળ હજારો લોકો ગાંડાતૂર બનીને નાચતા હતા. હર્ષથી પ્રભુવીરને હિંચોળતા હતા. મારા પ્રભુવીરને હજારો લોકો ચાહે, એમને હિંચોળવા પડાપડી કરે એ મારા માટે તો કેટલો બધો આનંદનો દિવસ કહેવાય ! હું તો ઈચ્છું છું કે માત્ર જૈનોના જ નહિ પણ વિશ્વના પ્રત્યેક માનવના રોમેરોમમાં પ્રભુવીરનો વસવાટ થાય. સાહેબ ! હું તો આનંદથી રડતો હતો.” ←
પ્રભુવીર પ્રત્યે અતિશય બહુમાનવાળા એક શ્રાવકને કોઈકે કહ્યું કે “તું જે પ્રભુવીરને બહુ માને છે. એમના જીવનમાં સેંકડો ઉપસર્ગો આવ્યા છે. એટલે એના ભક્ત બનનારાના જીવનમાં સેંકડો ઉપસર્ગો આવ્યા વિના ન રહે. તું પ્રભુવીરનો ભક્ત બનીને નકામી આફત નોંતરે છે.”
ગંભી૨૫ણે કહેવાયેલા આ શબ્દોની સામે એ શ્રાવકે ખુમારી ભરેલો પ્રત્યુત્તર વાળ્યો કે, “પ્રભુવીરના જીવનમાં અનેક ઉપસર્ગો આવ્યા એ વાત જેટલી સાચી છે, એટલી જ વાત આ ય સાચી છે કે પ્રભુવીર એકપણ ઉપસર્ગોમાં હાર્યા નથી. ઉલ્ટુ ઉપસર્ગો દ્વારા જ પુષ્કળ કર્મો બાળીને તેઓએ પોતાની સિદ્ધિ મેળવી છે. તો તું સાંભળી લે, પ્રભુવીરના ભક્તોના જીવનમાં ઉપસર્ગો આવે તો તેઓ ય પ્રભુવીરના પ્રભાવે એ ઉપસર્ગોમાં કદિ ન હારનારા, સદૈવ જીતનારા જ બનશે. એટલે એવો ભય તું મને ન દેખાડીશ.”
આપણે સૌ પરમપિતા પરમાત્મા મહાવીરદેવને હૃદયથી ઓળખીએ, એમના પ્રત્યે અતિશય બહુમાનવાળા બનીએ અને એમણે કરેલા ઉપકારોની સામે આપણી ફરજ કદિ ન ચૂકીએ એવી સૌને હાર્દિક પ્રેરણા છે. એ માટે એક નિયમ સૌ કોઈ લઈ શકે છે ઃ
(૧) જ્યારે મોટા ભાગની બધી જ ધાર્મિક યાત્રિકાઓ સંયમીઓની નજર હેઠળ જ તૈયાર થાય છે,
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૪૦)