________________
કે વિધિમાર્ગનું નિરૂપણ કરીએ. સર્વત્ર “જિનાજ્ઞા શું છે? પરમાર્થ શું છે?” એ કહીએ. (૨) એ વિધિમાર્ગ ૪ જ ઉપર અતિશય બહુમાનભાવ ધારીએ. (૩) “આપણે શિથિલ હોઈએ એટલે આપણા આશ્રિતોને પણ $ આ શિથિલતામાં ખૂંપવા દેવા' એવું કદિ ન થવા દઈએ. આપણી શિથિલતાનો અંશ પણ આશ્રિતોમાં ઘુસવા જ
ન દેતા તેઓને સાચા વિધિમાર્ગમાં સ્થાપિત કરીએ. (૪) આપણે અવિધિ આચરતા હોઈએ તો પણ છે જ સખત અવિધિખંડન કરીએ. લેશ પણ અવિધિ પરનો આપણો ઢળાવ ન થવા દઈએ.
વિધિમાર્ગ એટલે જિનાજ્ઞા. આ ૨૦૦ નિયમો પણ એ જિનાજ્ઞારૂપ જ છે.
એટલે સાર એ જ આવ્યો કે જો શ્રી સંઘના પરમોપકારનો બદલો વાળવો હોય, આત્મોદ્ધાર ? જે કરવો હોય તો (૧) સૌ પ્રથમ તો આ તમામ નિયમો કે શક્તિ મુજબ ઓછા-વત્તા નિયમો સ્વીકારીને જ ૪ સ્વયં આચારસંપન્ન, વિધિપાલક બનીએ, (૨) અશક્તિ કે પ્રમાદાદિને કારણે નિયમો ન લઈ શકીએ ? જ તો ઉપર મુજબ એ નિયમોની અર્થાત્ જિનાજ્ઞાઓની કટ્ટરતાપૂર્વક પ્રરૂપણા કરીએ. ઘોર પશ્ચાત્તાપથી ૪ જ આપણા પાપમલ ધોઈએ. છે. પ્રથમ વિકલ્પ સ્વીકારનારાઓ સાચી સર્વવિરતિને પામીને વહેલી મુક્તિ પામશે. બીજો વિકલ્પ છે કે સ્વીકારનારાઓ સમ્યગ્દર્શન ટકાવી રાખીને મોડી પણ મુક્તિ તો પામશે જ.
ઉપસંહાર : ૪ દર ચોમાસી ચૌદશે આ નિયમો ગુરુ પાસે લેવા. ચાર-ચાર મહિના માટે આ નિયમો લેવા. બીજી જ ચોમાસી ચૌદશ આવે ત્યારે જુના લીધેલા નિયમોમાં જે કોઈ ફેરફાર કરવા હોય એ કરી ફરી એ નિયમો જ છે લેવા. ગુરુને વંદન કરી ભાવપૂર્વક ચાર-ચાર મહિના માટેના આ નિયમો લેવાના છે. ' ' એ નિયમો લીધા બાદ ચાર મહિના દરમ્યાન કોઈપણ નિયમમાં કારણસર છટ જોઈતી હોય. 3 અપવાદ સેવવો હોય તો ત્યારે પોતાની મેળે એ છૂટ-છાટ ન લેવી, પણ ગુરને પૂછી, એમની અનુમતિ જ જ લઈ એ છૂટ લઈ શકાય. આ નિયમોમાં આ વાત સમજી જ લેવી કે સદ્ગુરુની અનુમતિ લઈ એમાં જ કે ફેરફાર કરી શકાશે. ૪ અંતે શ્રમણ સંસ્થા પ્રત્યેના ભારોભાર બહુમાનભાવથી પ્રેરાઈને, જિનશાસન પ્રત્યેની કૃતજ્ઞતાથી જ
પ્રેરાઈને આ પુસ્તક લખ્યું છે. એમાં કોઈની પણ નિંદા કરવાનો રૂંવાડામાં ય વિચાર નથી. જ્યાં પણ આ છે કંઈક કડક ભાષામાં લખાયું હશે ત્યાં એ ખરાબ પદાર્થનું જ ખંડન કર્યું છે. કોઇપણ વ્યક્તિ પ્રત્યેના દ્વેષથી છે છે એક અક્ષર પણ લખ્યો નથી.
- રે આ ૨૦૦ નિયમોમાંથી હું પણ ક્યાં બધી બાબતો પાળું છું! એટલે જે નિયમો હું નથી પાળતો તેમાં હું ય દોષી છું. મેં માત્ર જિનાજ્ઞા બતાવવાનું કામ કર્યું છે. એમાં જો મારો નંબર ન હોય ? છે તો હું ય અપરાધી છું જ.
પણ હું અમુક જિનાજ્ઞા નથી પાળતો એટલે એ જિનાજ્ઞાઓ મારે બીજાઓને બતાવવી પણ નહિ ! જ એ શું યોગ્ય છે? સસૂત્ર પ્રરૂપણા કરવી એ આત્મકલ્યાણ માટેનો મારો આરાધનામાર્ગ છે. આમ છતાં પુસ્તક દ્વારા કોઈને લેશ પણ દુઃખ થયું હોય તો એની ભાવભરી ક્ષમાપના ચાહું છું. $
वंदे वीरम् । સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૨૩૭)