________________
ત્યારે તે દરેક પત્રિકામાં પોત-પોતાના ગુરુજન, સ્થાનિક પરમાત્મા વગેરે બધાના નામ લખાતા પહેલા જ - “ચરમતીર્થપતિ, આસનોપકારી, અનંતકરૂણાનિધાન, પરમગુરુ સર્વજીવવત્સલ, પરમપિતા દેવાધિદેવ છે જ શ્રમણ ભગવાન મહાવીરદેવના ચરણકમલમાં અનંતશઃ વંદન.” આવું કે આવા પ્રકારનું બીજું કોઈક જ જ પ્રભુવીરનું અક્ષરદેહે વિશિષ્ટ સ્મરણ થાય.
(૨) જે કોઈપણ પુસ્તકો છપાય એ પ્રત્યેક પુસ્તકોમાં પ્રભુવીરે ભાખેલા પદાર્થો જ આપણે લખતા હોવાથી એ પુસ્તક છપાવામાં તેઓશ્રીનો ઉપકાર છે જ. એટલે એ પ્રત્યેક પુસ્તકમાં પણ વિશિષ્ટ રીતે જ પ્રભુવીરનું અક્ષરદેહે સ્મરણ થાય.
(૩) કોઈપણ પ્રસંગમાં શાસનદેવ વગેરેની જય બોલાય એ પૂર્વે સૌ પ્રથમ પરમાત્મા મહાવીરદેવના જ નામની જય બોલાય. શ્રાવક-શ્રાવિકાઓના મનમાં આ વાત દૃઢ થવી જરૂરી છે કે “પ્રભુવીરને વિસરી જઈને જ કે આપણે બીજા કોઈને વધુ માન-સન્માન આપીએ, એ ઉચિત દેખાતું નથી.”
(૪) આપણા જે પ્રસંગો અજૈનો જોવાના હોય (રથયાત્રાદિ) એમાં કોઈક વિશિષ્ટ રીતે પ્રભુવીરનો છે જ ઉલ્લેખ આવશ્યક છે. (રલરાહત, ભૂકંપનાહત, દુષ્કાળરાહત વગેરે કાર્યો પણ આમાં આવે) અજૈનો જૈનોના જ ભગવાન તરીકે પ્રભુ મહાવીરને ઓળખે છે, બીજા ભગવાનોને નહિ. એ ધ્યાન રાખવું. ૪ (૫) દેરાસરમાં રોજ પ્રભુવીરની એક સ્તુતિ બોલવી. (વીરઃ સર્વસુરા... આ સ્તુતિ જ સૌ કોઈ બોલે જ છે તો એ ખૂબ સુંદર ગણાય.)
() ચૈત્ર સુદ તેરસ વગેરે પ્રભુવીરના કલ્યાણક દિવસો વિશિષ્ટ રીતે ઉજવાય એવી શાસ્ત્રાનુસારી છે પ્રેરણા કરવી. હમણાં જ એક જગ્યાએ જન્મકલ્યાણકના દિવસે જૈનોના ૪00 અને અજૈનોના ૬00 એમ ૪ હજાર ઘરોમાં શ્રીસંઘે લાડવાની પ્રભાવના કરી. એક ખ્રિસ્તીનો સંઘની પેઢી પર ફોન આવ્યો કે આજે કેમ આ અમારે ત્યાં લાડવા?” અને સંઘસભ્ય જણાવ્યું કે, “અમારા મહાવીરસ્વામી ભગવાનનો જન્મ દિવસ છે.” જ કે એ ખ્રિશ્ચન આશ્ચર્ય પામ્યો, “તમારા ભગવાનના જન્મદિવસે અમને-અજૈનોને પણ લાડવા? શું તમારો પ્રભુ જ પ્રત્યેનો બહુમાનભાવ !” આવું જો દરેક સંઘમાં વિશિષ્ટ આયોજન થાય તો અત્યંત અનુમોદનીય છે. અલબત્ત સંયમીઓએ પોતાની સંયમમર્યાદા જાળવીને જ ઉચિત ભાષામાં જ આ પ્રેરણા કરવી ઘટે.
': ' (૭) દેરાસરમાં મૂળનાયક તરીકે ભલે રાશિ વગેરેને અનુસરીને બીજા ભગવાન રખાય. પણ પ્રત્યેક જ જ દેરાસરમાં શાસનપતિ પ્રભુવીરની એક પ્રતિમા તો હોવી જ જોઈએ. અને એ પ્રતિમા બીજી બધી પ્રતિમાઓ જ * કરતાં કંઈક અલગ તરી આવે એવી રીતે જો રખાય તો મારી દષ્ટિએ ખૂબ સુંદર ગણાય. દા.ત. એ પ્રતિમાની છે ૪ પાછળ ભીંત ઉપર “શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર દેવ' આટલું લખાણ વિશિષ્ટ રીતે લખવામાં આવે છે
તો એ પ્રતિમા બીજી બધી પ્રતિમાઓથી અલગ તરી આવે, કેમકે બીજી પ્રતિમાઓ ઉપર સામાન્ય રીતે જ આ નામ લખાયેલું હોય.
(૮) પજુસણ એ પરમાત્મા મહાવીરદેવના શાસનનું સર્વોત્કૃષ્ટ પર્વ છે. એ આખુ ય પર્વ પ્રભુવીરની છે મુખ્યતાવાળું છે. એમાં ય આરાધનાની દૃષ્ટિએ સંવત્સરીનો દિવસ ઉત્કૃષ્ટ હોવા છતાં ઉલ્લાસની દૃષ્ટિએ છે જન્મવાંચનનો દિવસ ઉત્કૃષ્ટ બની રહે છે. કેમકે એ દિવસે પ્રાયઃ નાના-મોટા તમામ જૈનો હર્ષોલ્લાસ સાથે જ
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૨૪૧)