________________
આપણે એમને પાપી કહીએ, સંસાર સુખમાં લંપટ બનેલા કહીએ, પૈસા પાછળ પાગલ બનેલા - જ કહીએ અને એવી કેટલીય બાબતો સંભળાવીએ છતાં આપણને પૂજનીય, વંદનીય, માની સદૈવ : નતમસ્તક રહેતો એ સંઘ કેટલો મહાન !
નવસારીના એક કરોડપતિ જૈન શ્રાવકે કોઈક નવી બનતી હોસ્પિટલમાં રૂપિયા ૨૧ લાખનું દાન - જે આપ્યું. અને જ્યારે ખુશ થયેલા હોસ્પિટલના ટ્રસ્ટીઓએ એમની સરાહના કરી ત્યારે એ ભાઈએ : જ કહ્યું, “આ દાન આપ્યા બાદ મારી તમારી પાસે એક જ અપેક્ષા છે કે અમારા કોઈપણ જૈન સાધુ૪ સાધ્વીઓની સારવાર તમારે મફતમાં કરવી. એમના માટે કાયમી એક રૂમ અલાયદી રાખવી.” આ ; છેશ્રાવકોનો આપણા પ્રત્યેનો કેવો ગજબ સદ્ભાવ ! છે પેલી એક ગામની મધ્યમવર્ગની શ્રાવિકા ! ઉપાશ્રયમાં રહેલા સાધુઓને રોજ નવકારશી સમયે : જ દૂધ વહોરાવવા માટે પોતાના બાલુડાઓને દૂધ આપવાનું બંધ કરતી (કેમકે વધારે દૂધ લાવવું આર્થિક : જ રીતે પરવડે એમ ન હતું.) એ શ્રાવિકાનો સાધુઓ માટે કેવો આશ્ચર્યજનક ભોગ !
બોમ્બે પાસે એક્સીડન્ટ થવાથી મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા સાધ્વીજીનો * છે સારવાર ખર્ચ ૫ થી ૧૦ લાખ થવાની શક્યતા જણાઈ. એ માટે મેં બોમ્બેના સંઘોને જણાવ્યું તો - જ બોમ્બેના જુદા જુદા સંઘો તરફથી કુલ ૧૭ લાખ જેટલી રકમની બાંહેધરી મળી. અને સંઘોએ જણાવ્યું : જ કે “હજી જેટલા રૂપિયા જોઈએ એટલા અમને કહેજો . સાધુ-સાધ્વીજીઓ માટે અમારી તિજોરીઓ ખુલ્લી :
ઓફિસમાં સેંકડો માણસો ઉપર આધિપત્ય ભોગવનારા કરોડપતિઓ અને અબજપતિઓ : જે જ્યારે આપણી સામે ધુળવાળી જમીન ઉપર ઘુંટણ સ્થાપીને વંદન કરે, સુખશાતા પૂછે ત્યારે શું આશ્ચર્ય ; જ નથી લાગતું?
લાંબા વિહારોમાં ગોચરીની મુશ્કેલી હોય તો સવાર-બપોર-સાંજ ત્રણ ટાઈમ આપણા માટે ? છે ગોચરી લાવવા ગાડીઓ દોડાવનારા, આપણને લેશ પણ અગવડ નહિ પડવા દેનારા એ શ્રીસંઘને જોઈને : $ શું કોઈ સંવેદન નથી થતું?
આપણા વિચિત્ર વર્તનોને હસતે મોઢે સહન કરનારા, આપણને આપણા માટે કદિ ફરિયાદ ન; છે કરનારા અને એમની ભક્તિમાં નાની-મોટી ખામી જોઈને આપણા તરફથી અપાતા કડવા ઠપકાઓને ૪ ગળી જનારા એ શ્રીસંઘને જોઈને મનોમન વંદન કરવાની ભાવના નથી જાગતી?
જ્યારે કો'કના ઘરે વહોરવા જઈએ અને નાના બાલુડાઓ જીદ કરીને પોતાના હાથે પાત્રામાં ; જ વહોરાવે, કોઈને હાથ પણ ન અડાવવા દે અને વહોરાવીને આનંદ પામે ત્યારે આંખમાંથી હર્ષના આંસુ : છે શું નથી છલકાતા? “ધન્ય છે આ શ્રાવકોને ! જેઓએ પોતાના બાળકોમાં કેવા સુંદર સંસ્કારો સીંચ્યા * જ છે !” એવા વિચાર માનસપટ ઉપર શું ઉપસ્થિત નથી થતા?
જરાક આંખો ઉઘાડીને જોવામાં આવે, જરાક હૈયુ વિશાળ બનાવીને વિચારવામાં આવે, જરાક ; જ સંવેદનશીલતાને આત્મસાત્ કરીને શ્રીસંઘનો આપણા માટેનો ભોગ સ્મરણ કરવામાં આવે તો ખરેખર ? જ આ સંસારમાં ખુંપેલો, પાપોમાં રગદોળાયેલો કહેવાતો શ્રાવકસંઘ વંદનીય લાગશે. .
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨૨૮)