________________
છે. તો હવે એ પણ વિચારીએ કે તેઓ શા માટે આપણી પાછળ આટલો બધો ભોગ આપે છે? નથી કે તો આપણે એમનું કોઈ કામ કરનારા નોકરો ! કે નથી તો આપણે એમની ઈચ્છાઓ પુરી કરી આપનારા જ
કહેવૃક્ષો ! છતાં કોઈ ખોટી અપેક્ષાઓ વિના આપણા ઉપર ઉપકારોની હેલી વરસાવનાર એ સંઘની ? તે આપણી પાસે શું અપેક્ષા છે? : ધારો કે એમની આપણી પાસે કોઈ અપેક્ષા ન હોય છતાં એ સંઘ માટે આપણી ફરજ શું છે?
સમજદાર શ્રાવકોને જો આ પ્રશ્ન પુછવામાં આવે તો તેઓ કહેશે કે, “સાહેબ ! માનવભવ ૪ 1 પામ્યા છતાં અમે સંસારમાં ખુંપીને ઘણું ગુમાવી ચૂક્યા છીએ. જ્ઞાન-દર્શન-ચારિત્રને પામવાને બદલે ? ' અમે માત્ર ધન પાછળ દોટ મૂકી છે. આપ સંસારત્યાગી છો મોક્ષમાર્ગના મુસાફર છો ! આપની જે જ 1 કંઈપણ ભક્તિ કરીએ છીએ એની પાછળ અમારી આપની પાસે એક જ અપેક્ષા છે કે આપ અમને સાચા માર્ગે લઈ જાઓ. અમારી રત્નત્રયી વૃદ્ધિ પમાડી આપો. અમારું ખરું ધન અમને મેળવી આપો. બસ ૪ સાહેબ ! એ સિવાય આપની પાસે અમારી કોઈ જ અપેક્ષા નથી.” છે એટલે એ વાત તો નક્કી છે કે આપણા ઉપર ઉપકારોની હેલી વરસાવનાર શ્રીસંઘ પ્રત્યે આપની જ કે ફરજ એ જ છે કે આપણે “એમનો આત્મા મોક્ષમાર્ગમાં આગળ વધે, વધુને વધુ ધર્મિષ્ઠ બને એવી છે જ પ્રવૃત્તિ કરવી. કે આપણી પ્રત્યેક પ્રવૃત્તિ, આપણા પ્રત્યેક વચનો એવા જ હોવા જોઈએ કે જેમાં શ્રીસંઘના જ સભ્યોનો આત્મા વધુ નેં વધુ નિર્મળતાને પામતો જાય.
જો આમ થાય તો જ આપણે એમના ઉપકારની સામે પ્રત્યુપકાર વાળી આપેલો કહેવાય. - કદાચ આપણે એમને મોક્ષમાર્ગ તરફ આગળ ધપાવી ન શકીએ અને એ રીતે એમના ઉપર ૧ ઉપકાર ન કરી શકીએ તો કંઈ નહિ, પણ આપણા નિમિત્તે તેમના ઉપર અપકાર તો કોઈપણ ભોગે ન જ આ જ થવો જોઈએ.
ભલે તેઓ આપણા દ્વારા વધુ ધર્મી ન બને પણ મેળવેલો ધર્મ પણ આપણા દ્વારા ગુમાવી દે તો? આ એ તો ન જ થવું જોઈએ ને ? જ . મારે એટલું જ કહેવું છે કે ઉપકારીના ઉપકારને બરાબર યાદ રાખીને એ ઉપકારી ઉપર સમય જ આવે ત્યારે પ્રત્યુપકાર કરે એ કૃતજ્ઞ કહેવાય. છેવટે ઉપકારી ઉપર અપકાર તો કદિ ન જ કરે એ પણ જ આ કૃતજ્ઞ કહેવાય. પણ ઉપકારી ઉપર અપકાર કરે એ કૃતઘ્ની કહેવાય. અને કૃતજ્ઞતા જેવો કોઈ મોટો દોષ છે જ નથી. જ એટલે આપણી બધાની બે ફરજ બને છે : (૧) આપણા કોઈપણ સંયમી દ્વારા શ્રાવક- ૪ ન શ્રાવિકાઓની ધર્મભાવનાની વૃદ્ધિ જ થવી જોઈએ. આપણી પ્રવૃત્તિ-વચન એમની ધર્મભાવનાને જ જ વધારનારા જ હોવા જોઈએ. (૨) જો એ શક્ય ન હોય તો ય આપણી કોઈપણ પ્રવૃત્તિ દ્વારા એમની જ જ ધર્મભાવના ઘટવી તો ન જ જોઈએ.
તો હવે આપણે એ નક્કી કરવું પડશે આપણી એવી કોઈ પ્રવૃત્તિ છે? કે જેનાથી શ્રાવક- ૪ શ્રાવિકાઓની ધર્મભાવના ખલાસ થતી હોય? તેઓ પામેલો ધર્મ પણ ગુમાવી દેતા હોય?
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ... (૨૨૯)