________________
એવી પ્રવૃત્તિઓ-વચનો અટકાવી દઈને શ્રાવક સંઘ ઉપર અપકાર કરનારા બનતા અટકીએ. છે
શ્રાવકસંઘની ધર્મભાવનાઓનો વિચ્છેદ કરનારી આપણી પ્રવૃત્તિઓ કઈ હોઈ શકે? એ સમજવા જ માટે મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજના જ શરણે જઈએ.
સાડા ત્રણસો ગાથાના સ્તવનની સાતમી ઢાળમાં તેઓશ્રી ફરમાવે છે કે જુદા જુદા થાતા હોવે ? જે સ્થવિરકલ્પનો ભેદ. ડોલાયે મન લોકના, હો ધર્મ ઉચ્છેદ.
ઓ મુનિવરો ! તમે ગચ્છમાંથી છૂટા પડી એકલા-અટુલા ન વિચરશો, કેમકે સંયમીઓ જેટલા રે જ છૂટા છૂટા વિચરશે. તેટલા એમના આચારોના ભેદ વધશે. બધાના આચારો જુદા જુદા પ્રકારના થશે. રે જ અને આવા આચારભેદો જોઈને લોકોના મન ડોલવા લાગશે કે, “સાચું શું? ક્યો આચાર સાચો? અમને ! કિંઈ સમજણ જ નથી પડતી.”
અને આ રીતે શંકાશીલ બનેલા તેઓની સાધુઓ પ્રત્યેની, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ઘટતી જશે. તેઓ ડે જ પછી સાધુઓનો વિશ્વાસ ગુમાવી બેસશે. પરિણામે ધર્મનો ઉચ્છેદ થશે. .
જો બધા સાધુઓનો આચાર એકસરખો હોય તો એમને એમાં દઢ શ્રદ્ધા બેસશે, પરિણામે ? તેઓની ધર્મભાવના, ધર્મારાધના વધતી જ જશે. | સર્વજ્ઞતુલ્ય મહોપાધ્યાયજીએ ખૂબ જ માર્મિક વાત કરી છે. જાણે કે ત્રણસો વર્ષ પૂર્વેના એમના ડે વચનો આજે પણ સાક્ષાત દેખાઈ રહ્યા છે.
સાધુઓમાં આજે આચારભેદ તો માઝા મૂકી રહ્યો છે. કેટલાંકો હીલચેર અને કદાચ જરૂર પડે જ તો ગાડીનો પણ ઉપયોગ કરે છે. તો કેટલાંકો ડોળીમાં બેસવાની યે સખત ના પાડે છે.
કેટલાંકો આધાકર્મી, ઉપાશ્રયમાં લાવેલી ગોચરી બિન્ધાસ્ત વહોરે છે અને વાપરે છે. કેટલાંકો છે નાનામાં નાના દોષો સામે ય કટ્ટરતાથી ઝઝૂમે છે. જ કેટલાંકો સૂર્યાસ્ત બાદ રાત્રે પણ એકલા સાધ્વીજીઓ, બહેનો સાથે નિર્ભય બનીને વાતો કરે છે. જ તો કેટલાંકો ભર દિવસે પણ એકલા બહેનો કે સાધ્વીજીઓને ઉપાશ્રયમાં પ્રવેશ પણ કરવા દેતા નથી. જ કેટલાંકો એકાદ ફોન કરાવવાનો વખત આવે તો ય ૧૦૦ વાર વિચાર કરે છે એમની જીભ જ છે ફોન કરવાનું કહેવા માટે ઉપડતી નથી. તો કેટલાંકો ફોન, ફેક્સ, ઈ-મેઈલ ઢગલાબંધ સંખ્યામાં માત્ર કરાવતા નથી, કરતા પણ થઈ ગયા છે.
કેટલાંકો “વધુમાં વધુ સંખ્યામાં સંયમીઓએ સાથે રહેવું જોઈએ એવું માને છે અને મોટાભાગે જ પાળે છે. તો કેટલાંકો એકાકી વિહારને સાહસિકતા સમજતા અને આચરતા થઈ ગયા છે. છે. આ તો મોટા આચારભેદો છે. એવા બીજા કેટલાંય નાના-મોટાં આચાર ભેદો એવા છે કે શ્રાવકો : હું આ બધું જોઈને ડરાવે ને પગલે મુંઝાય છે. ગભરાટ-શરમને કારણે પુછવાની હિંમત ગુમાવી બેઠા છે અને જ મનમાં જ એમ નિર્ણય કરી ચૂક્યા છે કે “જેણે જેમ કરવું હોય એમ કરવા દેવું. આપણે તેમાં કચકચ છે જ ન કરવી. આપણે જે મહારાજ આવે એમને ગોચરી-પાણીની વ્યવસ્થા કરી આપવી. બસ, બાકી નાની- ૪ $ મોટી પંચાતમાં પડવું નહિ.” જેમ ઉઠ્ઠખલ છોકરાઓથી કંટાળેલા મા-બાપ છોકરાઓને કંઈપણ ટકોર સુધ્ધાં કર નથી. '
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨૩૦)
હ