Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 253
________________ જાઓ તો એક-એક ગ્રુપના પણ નાના-નાના બે-બે, ત્રણ-ત્રણ સાધુઓના ગ્રુપો પડવા લાગ્યા, એમાં ય આચારભેદ પડવા લાગ્યો. હદ તો એ આવી છે કે હવે તો વ્યક્તિએ વ્યક્તિએ આચારભેદ શરૂ થવા માંડ્યો છે. ત્રણ સાધુનું સાવ નાનકડું ગ્રુપ હોય તેમાં એ ત્રણેયના આચારોમાં આંખે ઉઠીને વળગે એવી ભિન્નતા જોવા મળે. એક સાધુ બહેનો સાથે બિલકુલ વાત ન કરે. બીજો સાધુ કલાકો સુધી વાતો કરે. ત્રીજાનો વળી કોઈક ત્રીજો જ આચાર હોય. હોંશિયાર શ્રાવકો ય સમજી જાય કે આ ત્રણે ય સાધુઓની દિશાઓ જુદી જુદી છે. ઠાવકાઈથી મૌન ધા૨ણ ક૨ી મનમાં બોલતા હોય છે કે, “આ ત્રણમાં પણ જો એકતા નથી. પરસ્પર આચારભેદાદિ છે. તો તેઓમાં સાચો ધર્મ શી રીતે હશે ? તેઓ અમને એક થઈને રહેવાની વાત શું સમજીને કરતા હશે ?'' મૈત્રીભાવના આરાધક એક સ્વર્ગસ્થ આચાર્યદેવ વ્યાખ્યાનમાં આંસુ સાથે બોલી ઊઠ્યા હતા કે “શ્રાવકો ! તમે અમને આપવામાં, અમારી સેવા-ભક્તિ કરવામાં કોઈ જ કમીના રાખી નથી. એ જોઈને મને હર્ષના આંસુ ટપકે છે. પણ એ સાથે પશ્ચાત્તાપના આંસુ ટપકે છે કે અમે તમને શું આપ્યું ? માત્ર ઝઘડાઓ, વિખવાદો જ આપ્યા ? અમે તમારા ઉપકારનો સાચો બદલો ન વાળી શક્યા ? તમારું નિમક ખાઈને પણ અમે નિમકહલાલ ન બની શક્યા ?’’ કેટલી બધી ચોટદાર વાત ! દરેક સંયમી પહેલા પોતાની જાતને નીચેના પ્રશ્નો પૂછે. (૧) શું આ શ્રાવક-શ્રાવિકાસંઘનો આપણા ઉપર મોટો ઉપકાર છે એવું આપણને લાગે છે ? એ વાત આપણે અંતરથી સ્વીકારીએ છીએ ? કે પછી આપણું મન “શ્રાવક-શ્રાવિકાઓને સુપાત્રદાનાદિ ધર્મ કરવામાં સહાયક બનીને અમે એમના ઉપકારી છીએ.” એવી વક્રતાનો ભોગ બનેલું છે ? (૨) “કોઈપણ હિસાબે મારે આ ઉપકારી શ્રાવકસંઘ ઉપર મારા દ્વારા અપકાર નથી જ થવા દેવો. મારે કૃતઘ્ની નથી જ બનવું.” એવું આપણા સાડા ત્રણ કરોડ રૂંવાડા પોકાર કરે છે ? (૩) શું શ્રમણ ભગવાન મહાવીરદેવનું શાસન ખરેખર વહાલું છે ? એ શાસનની જયપતાકા ગગનમાં લહેરાય, કરોડોના મુખમાં જિનશાસન માટે મધુર શબ્દોની સરવાણી ફુટે એ આપણે અંતરના ય અંતરથી ઈચ્છીએ છીએ ? (૪) “મારા દ્વારા કોઈપણ અનવસ્થા ન જ થવી જોઈએ.” આવું હૈયામાં ધરબાયેલું છે ? જો હા ! તો પછી આપણે સૌ દૃઢ નિશ્ચયવાળા બનીએ કે આચારભેદ જેટલો ઓછો થાય એટલા પ્રયત્નો કરીએ. સામાચારીભેદને લઈને અમુક આચારભેદ તો રહેવાનો જ. અને એને શાસ્ત્રકારોએ પણ સંમતિ આપી છે. પણ જે બાબતોમાં તમામ ગચ્છોને પરમાત્માની એક સરખી આજ્ઞા લાગુ પડતી હોય. જે આચારો તમામ ગચ્છોને માન્ય બનતા હોય. જે આચારો પાળવામાં પોત-પોતાના ગચ્છની સામાચા૨ીનો કોઈ ભંગ ન થતો હોય તેવા આચારોમાં જો બધા સંયમીઓ એક મતવાળા બની જાય. બધા સંયમીઓ એક સરખો આચાર પાળતા થઈ જતા હોય તો શ્રાવકસંઘ ઉપર આપણા દ્વારા મોટો ઉપકાર કરેલો સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૩૨)

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294