________________
પણ કામળી કપડા વિના ન વપરાય.
કેટલાંકો કામળી કાળમાં તો કપડો નાંખેલી કામળી વાપરે પણ ઉપાશ્રયમાં આરામ કરતી વખતે ઠંડીમાં એકલી કામળી પણ ઓઢી લે. શિયાળામાં સીધી શરીર સાથે કામળી બાંધનારા-પહેરનારા પણ દેખાયા છે. આ ઉચિત નથી. માટે જ આ નિયમ જરૂરી છે.
ટૂંકમાં ‘કામળીનો સીધો સ્પર્શ શ૨ી૨ને ન થવો જોઈએ' એ આનો સાર છે. જે ગચ્છોમાં એકલી કામળી વાપરવાની અનુમતિ છે, તેઓનો એ પાછળનો કોઈક ચોક્કસ અભિપ્રાય હશે જ. છતાં તેઓ ઉપરના પાઠનો પણ વિચાર કરે. જ્યાં સુધી તે તે ગચ્છના સંવિગ્ન ગીતાર્થ મહાપુરુષો નિર્ણય-બદલી ન કરે ત્યાં સુધી તે ગચ્છના તમામ સંયમીઓએ ગચ્છની સામાચા૨ી પ્રમાણે વર્તવું એ જ યોગ્ય છે. તેઓએ આ નિયમ વાંચીને પણ પોતાના ગચ્છની સામાચારી છોડીને મતિભેદ ઊભો ન કરવો. તેઓ પોતાના નિશ્ચાદાતા ગીતાર્થ આચાર્ય ભગવંતોને પુછીને યોગ્ય કરે.
કેટલાંકોને એવી ય શંકા છે કે (૧૧૫)“આ કામળી પહેરવાની શી જરૂર છે ?” તેઓને જણાવવાનું કે ભગવતીસૂત્રમાં કહ્યું છે કે “દિવસના પહેલા છેલ્લા પ્રહરમાં અને આખી રાત સતત સૂક્ષ્મ અકાય સર્વત્ર પડી રહ્યો હોય છે.” એટલે ખુલ્લા આકાશમાંથી પસાર થવું હોય ત્યારે એ સૂક્ષ્મ (અહીં સૂક્ષ્મ એટલે સૂક્ષ્મનામકર્મવાળો અટ્કાય નિહ, પરંતુ અકાય તરીકે અનુભવી ન શકાય તેવો અવ્યક્ત અકાય) અકાયની વિરાધના અટકાવવા કામળીની જરૂ૨ છે.
એટલે પ્રમાદ, આળસ છોડી સંયમીઓ ઉપાશ્રયમાં કે બહાર કપડા વિનાની કામળીનો વપરાશ ન કરે. (જ્યારે કામળીકાળ ન હોય, ત્યારે એકલી કામળી ખભા ઉપર નાંખી શકાય, કેમકે ત્યારે ખભા - ઉપર સુતરાઉ કપડો હોવાથી કામળી સીધી શરીરને સ્પર્શતી નથી.)
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૨૬)