________________
શું આ ઉપદેશ સંયમીઓએ સ્વયં ન પાળવો જોઈએ ? બેસણું ભલે ન થઈ શકે પણ ત્રણ જ ટંક વાપરવું એ તો થઈ શકે ને ? ચાર કે પાંચ ટંક તો છેવટે થઈ શકે ને ? એની પ્રતિજ્ઞા કરી મુઠ્ઠીના પચ્ચક્ખાણ ન કરાય ? આ રીતે કરશો તો ઉભા-ઉભા વાપરવાનું આપમેળે જ બંધ થઈ જશે.
‘અમે તો પાંચ મહાવ્રત લઈ લીધા છે. હવે અમારે ક્યાં નવી વિરતિ લેવાની જરૂર છે ?’’ આવો જવાબ કોઈ આપતું હોય તો એણે શ્રાવકોના મોઢે એ જવાબ સાંભળવાની અને સ્વીકારવાની તૈયારી રાખવી પડશે કે “અમે અણુવ્રતો લઈ લીધા છે. હવે ટંક, સંખ્યા, મુઠ્ઠી ન કરીએ તો અમને શું વાંધો? અમારી પાસે દેશિવરિત છે જ.”
ત્યાં જો એને એવું કહેવાનું હોય કે “તારે સર્વવિરતિ તો પામવી છે ને ? માટે આ બાધાઓ કર.” તો પછી શાસ્ત્રકાર ભગવંતો પણ આ સંયમીને કહેશે કે,“તારે ઉ૫૨-ઉપરના સંયમસ્થાનો નથી પામવા? જો પામવા હોય તો તું પણ આ બધા ઉત્તરગુણોને ધાર.”
શ્રાવકો જ્યારે સંઘજમણમાં બેસીને જમાડવાને બદલે ‘બુફે’ કરે છે ત્યારે આપણે વિરોધ કરીએ છીએ અને કહીએ ય ખરાં કે ‘ઉભા ઉભા ખાવાનું તો પશુઓને શોભે.”
આ વાત આપણે પણ ભુલી ન જઈએ એ જરૂરી છે.
૨૧૭. હું કામળીકાળમાં કામળીની અંદર સુતરાઉ કપડો નાંખ્યા બાદ જ એ કામળી વાપરીશ. સુતરાઉ કપડા વિનાની કામળી નહિ વાપરું ઃ
બૃહત્કલ્પસૂત્રમાં જે પાઠ આપવામાં આવ્યો છે એનો અક્ષરશઃ અનુવાદ આ પ્રમાણે છે કે (૧૧૪) એક ઔર્ણિક=ઉનનો કપડો અને બે સૂતરના કપડા એમ ત્રણ કપડા લેવા. જો ત્રણેય કપડા સૂતરના કે ઉનના લે તો માસલઘુ પ્રાયશ્ચિત્ત આવે. પહેરતી વખતે પણ જો એક ઉનનો કપડો (કામળી) ઓઢે તો માસ લઘુ. શરીરની સાથે સાક્ષાત સ્પર્શ થાય એ રીતે ઉનનો કપડો પહેરે અથવા બે સુતરના કપડાની વચ્ચે ઉનનો કપડો... એ રીતે પહેરે તો પણ માસ લઘુ.
આ જ વાતને સ્પષ્ટ કરે છે કે અંદર રાખવાનું સુતરાઉ વસ્ત્ર બહાર પહેરતો અને બહાર પહેરવાનું ઉનનું વસ્ત્ર અંદર પહેરતો સંયમી વસ્ત્ર વાપરવાની વિધિનો ભંગ કરે છે. અને માટે માસલઘુને પામે. માટે સુતરાઉ કપડો અંદર પહેરવો અને ઉનનો બહાર.—
આ શાસ્ત્રપાઠ પ્રમાણે સુતરાઉ કપડો નાંખેલી કામળી વાપરવાનો વિધિ જણાય છે. છતાં કેટલાંક સંયમીઓ માત્ર કામળી પહેરતા પણ જોવાયા છે. જો તે તે ગચ્છની સામાચારી જ એવા પ્રકારની હોય કે ‘કપડા વિનાની કામળી વપરાય’ અને એ ગચ્છની સામાચા૨ી તે તે પ્રાચીન મહાપુરુષોએ પ્રવર્તાવેલી હોય તો એ સંયમીઓ માટે જુદી વાત. પરંતુ જે ગચ્છની સામાચીર કપડો નાંખેલી જ કામળી વાપરવાની છે તેઓ પણ જો પ્રમાદાદિને લીધે કપડો ન નાંખે અને એકલી કામળી વાપરે એમને શાસ્ત્રાજ્ઞાભંગ, સામાચારીભંગ વગેરે દોષો લાગે જ.
ખ્યાલ રહે કે,“માત્ર કામળીકાળમાં જ કામળીમાં કપડો નાંખવો” એવી વાત નથી. “કામળીકાળ સિવાય એકલી કામળી વાપરી શકાય” એવું ઉપરના પાઠમાં લખ્યું નથી. ઉલ્ટું‘જો એકલી કામળી વાપરો તો એ વધુ મેલી થાય’... ઈત્યાદિ દોષો બતાવેલા છે એટલે કામળીકાળમાં કે તે વિના
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૨૫)