________________
છે સાધુઓનો આ રોફ ? પેડ ન લેવું હોય તો ય ઠાવકાઈથી નિષેધ કરી શકાત. એના બદલે “અમે તો હાથ આ પણ ન લગાડીએ” એવા શબ્દો બોલવા એ શોભાસ્પદ ખરાં ? જ આજે મહાસંયમી કેટલાંક સંયમીઓ પત્રો લખવા પડે તો ય પેડ ન રાખે પણ પોતાના ઉપર જે
પત્રો આવ્યા હોય એની જ પાછળની ખાલી જગ્યામાં લખાણ કરી એ જ પત્ર પરત મોકલે. અથવા છે પત્રિકા વગેરેના ખાલી ભાગનો ઉપયોગ કરી લે.
આવો ઘોર સંવેગ ન પ્રગટે અને માટે જ પેડ રાખવું પડે તો પણ આટલું તો નક્કી કરી શકાય જ કે સાદા, સફેદ, સસ્તા પેડ વાપરીશ. શ્રાવકો મોંઘા, રંગબેરંગી લાવે, વહોરાવે, વિનંતિ કરે તો પણ જ સ્પષ્ટ ના પાડી દેવી કે અમારે સાદા પેડ જ ચાલે. આવા મોંઘા-રંગબેરંગી-આકર્ષક પેડો વાપરવામાં ? છે અમને પ્રાયશ્ચિત્ત આવે.
વળી કેટલાંક પેડના પાનાઓની એક જ બાજુ લખતા હોય છે. બીજી બાજુ લખતા હોતા નથી. જ જ પણ આ યોગ્ય નથી. નકામો બગાડ શા માટે થવા દેવો? હા ! પાના એકદમ પાતળા હોવાથી અક્ષરો ? છે. એકદમ ઉપસી જતા હોય તો ભલે એકબાજુ લખીએ, પણ સામાન્યથી પેડના પાના એકદમ પાતળા નથી જ હોતા. તો એની પાછળની બાજુનો ઉપયોગ કરી શકાય. વળી અડધું જ પાનું લખાણ થાય તો આખું ૪ આ પાનું ફાડી ન નાંખવું. જેટલું લખાણવાળું પાનું હોય એટલું જ અડધું પાનું ફાડી એ મોકલી શકાય. આ જ બાકીના ભાગનો બીજીવાર ઉપયોગ થઈ શકે.
ધારો કે ૧૫ લીટીનું પાનું છે. ૧૦ લીટી લખવાની છે. હવે જો એક જ બાજુ ૧૦ લીટી લખીએ જ તો એ ૧૦ લીટી જેટલું પાનું ફાડીને મોકલવું પડે. એમાં પાછળનો ભાગ તો ખાલી જ રહી ગયો હોવાથી જ જ એટલો બગાડ થયો કહેવાય. એટલે ખરેખર તો આગળની બાજુ માંચ લીટી અને પછી પાછળની બાજુ જ ૫ લીટી લખી એ પાંચ લીટી જેટલો જ પાનાનો ભાગ ફાડીને મોકલી શકાય. બાકીનો ૧૦ લીટી જેટલો છે ૪ ભાગ આપણી પાસે જ રહે.
આ રીતે જો કરકસરપૂર્વક પેડનો ઉપયોગ કરીએ તો અત્યારે જો વર્ષે પાંચ પેડ વપરાતા હશે ! જે તો એને બદલે ૨-૩ પેડ જ વપરાશે. વિરાધના ઘટશે. વળી આ રીતે વાપરીએ તો કાગળની પારિઠાવણી ? જે પણ ઘણી જ ઘટી જાય.
કેટલાંક સંયમીઓ પત્રો મોકલવા માટે તદ્દન નવા કવર બગાડવાને બદલે જુના આવેલા કવરો, જુની પત્રિકાના કવરોમાં જ પત્રો બીડીને મોકલી દેતા હોય છે. જુનું લખાણ છેકી નવું એડ્રેસ-ટીકીટ ? ૪ ચોંટાડી દેતા હોય છે.
“જો ઓછામાં ઓછી વિરાધના થાય તો સારું.” એવો ભાવ પ્રગટશે તો આવા અનેક પ્રકારના જ છે જયણાના વિકલ્પો મનમાં ઉપસ્થિત થયા વિના નહિ રહે.
૨૧૧. હું ઉપાશ્રયમાં ખીલીઓ નહિ ઠોકાવું?
ઉપાશ્રયમાં દોરી બાંધવા માટે ભીંત વગેરે ઉપર ખીલીઓ ઠોકેલી હોય તો અનુકૂળ રહે. દોરી ૪ જ ઝડપથી બંધાય. એમ મચ્છરદાની વગેરે બાંધવા માટે પણ ખીલીઓ ઉપયોગી થાય. આ કારણસર જે સંયમીઓ ઉપાશ્રયમાં અમુક અમુક સ્થાને શ્રાવકોને સુચના કરીને ખીલીઓ ઠોકાવતા હોય છે ?
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨૧૮)