________________
આ ઉચિત નથી. (૧) આપણા નિમિત્તે સુથાર વગેરે દ્વારા ભીંતમાં ખીલી ઠોકાય એમાં આપણને જ દોષ લાગે. (૨) એ ખીલી ઉપર ભમરાઓ ઘર બનાવે, ક્યારેક નિગોદ પણ થાય આ બધી જ વિરાધનાઓનો દોષ સંયમીને લાગે .
કોઈપણ ઉપાશ્રયમાં દોરી બાંધવા માટે કંઈક તો મળી જ રહે. થોડીક મુશ્કેલી પડે પણ “દોરી કે બાંધવાનું સાધન ન જ મળે' એવું પ્રાયઃ બનતું નથી. એટલે આપણી વધારે સુવિધા માટે ખીલીઓ
ઠોકાવવી અને એની કાયમી વિરાધના ઉભી કરવી એ સંયમી માટે યોગ્ય નથી. જ છતાં જો ચોમાસાના ચાર મહિના દરમ્યાન એવી કોઈપણ ખીલી ઠોકાવી હોય તો એ સ્થાન ? કે છોડતા પહેલા એ બધી ખીલી કઢાવી લેવી. જેથી આપણા ગયા બાદ એ ખીલી દ્વારા થનારી ભમરા ૪ વગેરેની કોઈપણ વિરાધના સંયમીને ન લાગે. શેષકાળમાં તો એક સ્થાને વધુ રહેવાનું ન હોવાથી પ્રાયઃ
શેષકાળમાં કોઈપણ સંયમીઓ ખીલી ઠોકાવતા નથી. - ૨૧૨, હું ઉપાશ્રયમાં કોઈપણ પ્રકારના ફોટાઓ મુકાવડાવીશ નહિ :
બૃહત્કલ્પસૂત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે (113) “જે સ્થાનમાં કોઈપણ પ્રકારના ચિત્રો કે ફોટાઓ હોય છે ત્યાં ઉત્સર્ગમાર્ગે સંયમીઓ રહી ન શકે.” માત્ર વિજાતીયના ખરાબ ફોટાઓ જ નહિ, પણ ભગવાનના ૪ કે ગુરુના પણ ફોટાઓ ઉપાશ્રયમાં શાસ્ત્રદષ્ટિએ ન ચાલે.
જો ઉપાશ્રયમાં બહેનોના કે સાધ્વીજીઓના ફોટા હોય તો સાધુઓને બ્રહ્મચર્યમાં નુકસાનો જ થવાની શક્યતા છે. એ વાત હું મારી મતિથી નથી કરતો પણ શાસ્ત્રકાર ભગવંતો આ વાત કરે છે.
- જો ઉપાશ્રયમાં ભગવાનના કે આચાર્યભગવંતોના ફોટા હોય તો સાધુઓને બ્રહ્મચર્ય સંબંધમાં તો છે છે કોઈ વાંધો ન આવે. પણ સાધુઓ એ ચિત્રને ધ્યાનથી જુએ. એ ચિત્ર ખૂબ જ સુંદર હોય તો પરસ્પર વાતચીત કરે કે, “આ ખૂબ જ સુંદર ચિત્ર છે. કેટલો અદ્ભુત દેખાવ છે?” અને એ રીતે આ વિષય ઉપર શરૂ થયેલી વાત અડધો-પોણો કલાક પણ ચાલે. બધા સંયમીઓ પોત-પોતાના અભિપ્રાયો આપે. છે “આના કરતાં ય જોરદાર ફોટો અમુક સ્થાને હતો. એ તમે જુઓને? તો આને ભુલી જાઓ...” કોઈક રું ૪ વળી કહે કે “આ ફોટો કોઈએ ચિત્રકામ કરી દોરેલો છે? કે કેમેરા દ્વારા સાક્ષાત ફોટો પાડેલો છે?” કોઈક જ ? વળી, કહે, ફોટો આમ તો સારો છે. પણ કલરીંગ નથી. જો કલરવાળો હોત તો દેખાવ સારો આવત...” છે. શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે કે આ બધી ચર્ચાઓ, વિચારણાઓમાં સંયમીઓનો અમૂલ્ય જે સમય વેડફાઈ જાય. આ ચર્ચામાં રત્નત્રયીની વૃદ્ધિ તો થતી નથી. ઉલ્ટે ક્યારેક પરસ્પર ઝઘડા થઈ જતા છે જ હોય છે. માટે જ ઉપાશ્રયમાં આવા કોઈપણ પ્રકારના ફોટા ન જોઈએ. ? આપણે કદાચ એમ કહીએ કે “ઉપાશ્રયમાં જો ભગવાનના કે ગુરુના ફોટા હોય તો બધાને ૪ જ દર્શનનો લાભ મળે...” પણ શાસ્ત્રકારોએ શા માટે એવી છૂટ ન દેખાડી ? એ પણ વિચારવું પડશે ને? જ જે દીર્ઘદૃષ્ટા શાસ્ત્રકાર ભગવંતોની આંખે જોઈએ તો તેઓને આ રીતે ફોટાઓ મૂકાવવામાં દોષ છે જ દેખાયો છે, અને માટે આપણે પણ એમને અનુસરીએ તો એમાં આપણું એકાંતે હિત જ છે ને? ૪ વળી માત્ર “સ્વાધ્યાય બગડે છે.” એટલો જ દોષ આ ફોટો મૂકાવવા પાછળ નથી. બીજા અનેક જ દોષો છે.
( સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨૧૯) ]