________________
પાપ ગણાવાનું જ. વર્તમાનકાળની દૃષ્ટિએ આવશ્યક પત્રો લખવા માટે પેડની જરૂર પડે તો ગૃહસ્થોના ઘરોમાંથી કે છેવટે ગૃહસ્થો દ્વારા બજારમાંથી પેડ મેળવી શકાય છે. એમાં નાનકડો દોષ છે.
"પણ કેટલાંકો પોતાના નામના જ પેડો છપાવડાવે છે. આ પેડો બનાવવામાં યાંત્રિક સાધનોનો ઉપયોગ થતો હોવાથી તેજસકાયની વિરાધનાથી માંડીને ઘણા દોષો છે. વળી સેંકડોની સંખ્યામાં પેડો બનાવડાવવા, એ અનેક સાધુઓને ભેટ આપવા, શ્રાવકોને ય પહોંચાડવા એ શ્રમણધર્મના આચારોની મર્યાદાનું ઉલ્લંઘન થતું લાગે છે.
એટલે આવશ્યક પત્રો લખવા પેડ રાખવું જ પડે તો ય પોતાના નામના પેડ છપાવવા નહિ. એ જ રીતે કેટલાંકો પોતાના નામ-એડ્રેસવાળા સ્ટીકરો પણ છપાવે છે. ક્યાંય પણ પત્ર લખે ત્યારે સામેવાળાને પત્ર લખવાનું સ૨નામું જણાવવા માટે ભેગું આ સ્ટીકર મોકલી દેવામાં આવે છે. ક્યારેક તો પાંચ-દસ સ્ટીકરો પણ સાથે મોકલાય છે.
આ સ્ટીકરો છપાવવામાં પણ યાંત્રિક સાધનોનો ઉપયોગ હોવાથી પુષ્કળ તેજસકાય વગેરેની વિરાધના છે જ. એટલે એ ન છપાવાય એ જ સારું છે. બોલપેનથી નામ-એડ્રેસ લખતા કેટલીવાર લાગે? કેટલાંકો વળી એમ કહે છે કે, “અમારે ઘણા પત્રો લખવા પડે છે, બધામાં વારંવાર ક્યા એડ્રેસ લખીએ ? એના ક૨તા સ્ટીકર ચોંટાડી દઈએ તો આ લખવાની પંચાત મટે.’
એમણે એ વિચારવું જોઈએ કે.(૧) એડ્રેસો લખવાના કંટાળા માત્રથી અસંખ્ય તેજસકાયના જીવોને મોતને ઘાટ ઉતારવાનું પાપ શી રીતે થવા દેવાય ? (૨) જો આટલા બધા પત્રો લખવાનો કંટાળો નથી આવતો, સમય મળે છે તો એ,દરેક પત્રોમાં માત્ર એક-બે લીટી એડ્રેસ લખવામાં શા માટે કંટાળો લાવવો ?
સંયમી આધુનિકતાને બદલે પ્રાચીનતાને અપનાવે એ એના માટે શોભાસ્પદ છે. માટે સ્ટીકરાદિ
પણ ન છપાવવા.
કેટલાંકો આ લેટરપેડ-સ્ટીકર છપાવવા તો નથી. પણ મોંઘામાં મોંઘા પેડ વાપરતા હોય છે. જે પેડના પાના ગુલાબી, લાલ વગેરે રંગબેરંગી હોય, એકદમ આકર્ષક હોય, પ્રત્યેક પાનાઓ ઉપર આકર્ષક ચિત્રો હોય.. એવા પેડનો વપરાશ સંયમીઓને શોભતો નથી.
અત્યંત ઓછી સેનાવાળા નાદિરશાહે ભારતના રાજવીઓને પરાજ્ય આપ્યો ત્યારે એને ય આશ્ચર્ય થયું. પણ જે વખતે એણે જોયું કે એક ગ્લાસ પાણી લાવવા માટે ભારતના રાજવીઓની ૫૧૦ દાસીઓ દોડી, પાછી આવતી વખતે કેટલીક નૃત્ય કરતી, આડંબર કરતી આવી... એક ગ્લાસ પાણી લાવવાના કામમાં મોટા ભપકાઓ જોઈ નાદિરશાહને ખ્યાલ આવી ગયો કે “ભારત કેમ હાર્યું ?” આપણી હાલત ભારતના રાજ્વીઓ જેવી તો નથી ને ? કો’કને અગત્યના સમાચાર જણાવવાદિ માટે પત્રો લખવા પડે પણ એ માટે આવા આકર્ષક, સુગંધીદાર, ચિત્રભરપૂર, અવનવા પેડ વાપરીએ એ આપણા પણ ભપકા તો નથી ને ?
એક શ્રાવક સાધુ પાસે ટકાઉ-સાદુ પેડ લઈને આવ્યો. સાધુએ જવાબ દીધો, “આવા પેડને તો અમે હાથ પણ ન લગાડીએ.” પેલા શ્રાવકના મનમાં શું અસર થાય ? એક રૂપિયો પણ નહિ કમાનારા
| સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦
(૨૧૭)