________________
પણ (૧૧૧) જેઓ મચ્છરો દૂર ક૨વા આખા ઉપાશ્રયમાં ધૂપ કરાવે છે તેઓના જીવદયાના પરિણામ અંગે વિચાર કરવાની ખાસ જરૂર પડે છે. એક તો અગ્નિ પેટાવીને જ એ ધૂપ કરાવી શકાય એટલે એમાં તેજસકાયની પુષ્કળ વિરાધના થાય. ઉપરાંત એ ધૂમાડા દ્વારા મચ્છરો વગેરેને પુષ્કળ ત્રાસ થાય, કદાચ મરી પણ જાય. આમ ત્રસકાયની પણ ઘણી વિરાધના થાય. વળી એ અગ્નિ પેટાવવા અને ધુમાડો ફેલાવવા માટે પુંઠા વગેરેથી જોર-જોરથી વીંઝવું પડે અને એમાં વાયુકાયની ચિક્કાર વિરાધના
થાય.
વાત તો હવે ત્યાં સુધી આગળ વધી કે કેટલાંક સંયમીઓ મચ્છરનાશક ઈલેક્ટ્રીક સાધનો પણ વાપરે છે. આખી રાત ઈલેક્ટ્રીક દ્વારા એ મશીન ચાલે. મચ્છરો મરે કે ન મરે પણ ઈલેક્ટ્રીકની ચિક્કાર વિરાધના સંયમીના માથે ચોટે.
ડાંસ-મચ્છરના ચટકાઓ સહન કરી લઈને પણ આવી કોઈ જ વિરાધના ભવભીરુ સંયમીએ કરાવવી નહીં. જો આ પરિષહ સહન કરી ન શકાય અથવા તો આખી રાત ઉંઘ ન આવવાથી તબિયત બગડી જવાદિ ડર રહે તો છેવટે વધુમાં વધુ કાયમ સાથે રાખેલી મચ્છરદાનીનો ઉપયોગ હજી ચાલે. પણ ઉપરની વિરાધનાઓ કોઈપણ ભોગે ન ચાલે.
કેટલાંક ભક્ત શ્રાવકો સંયમીના કહ્યા વિના પણ ઉપાશ્રયમાં ધૂપ-ધૂમાડા કરાવતા હોય છે. તે વખતે સંયમી એમ વિચારે કે ‘મેં તો એને ધૂપ કરવાનું કહ્યું નથી. એ એની જાતે કરે તો મારે શું વાંધો?’ એ ન ચાલે. કેમકે ઉપાશ્રયમાં એ ધૂપ સંયમીઓ માટે જ થાય છે. આપણા નિમિત્તે થઈ રહેલી એ વિરાધનાનો સ્પષ્ટ નિષેધ કરવો એ આપણી ફરજ બની રહે છે.
૨૦૯. હું ઉપાશ્રયમાં કચરા-પોતા કરાવીશ નહિ. સંયમી નિમિત્તે સંઘ કચરા-પોતા કરાવતો હશે તો એની ના પાડીશ :
બહેનો પાસે કચરા-પોતા ન કરાવવાનો નિયમ બ્રહ્મચર્યની રક્ષા નિમિત્તે આગળ બતાવી દીધો છે. પણ હકીકત એ છે કે ઉપાશ્રયમાં સંયમી ભાઈ કે બહેન કોઈની પણ પાસે કચરા-પોતા ન જ કરાવી શકે.
એ નોકરો ઝાડુ દ્વા૨ા જ કચરો કાઢે. અને શાસ્ત્રોમાં લખ્યું છે કે ‘સાવરણી, ઘંટી, માટીનો ઘડો, ફૂલો, ખંડણી-દસ્તો આ પાંચ વસ્તુ ગૃહસ્થોના ઘરમાં રહેલા પાંચ કતલખાના છે. એમાં જીવોની કતલ થાય છે.’ અર્થાત્ આ ઝાડુ વગેરે કર્કશ હોવાથી એના દ્વારા કચરો કાઢવામાં કીડીઓ મરવાની, એમને કિલામણા થવાની પાકી શક્યતા છે જ. જો ગૃહસ્થ માટે પણ એ સાવરણી કતલખાનું છે. તો સંયમી પોતાના માટે એ સાવરણી દ્વારા કચરો શી રીતે કઢાવી શકે ?
· વળી આ રીતે કચરો કાઢવા આવનાર નોકરો સંયમીઓની સારી-સારી વસ્તુઓ જોઈ આકર્ષાય છે અને ચોરીઓ પણ કરે છે. બોલપેનો, નોટો, ઘડિયાળો, બામ વગેરે ચોરાઈ ગયાના પ્રસંગો પણ બને જ છે.
એ નોકરને આ કામ બદલ પૈસા મળે, એનો સંસાર ચાલે, આમ આપણા નિમિત્તે અસંયતનું પોષણ થવાથી આપણને મોટો દોષ લાગે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૧૫)