________________
કહેવા-વિરાધના ઊભી કરવા તૈયાર ન હતા. બધા મૌન રહ્યા. અને એ રીતે આખું ચાતુર્માસ પૂર્ણ કર્યું. છે જ જરૂર પડે ત્યારે નીચેના વ્યાખ્યાન હોલમાં જઈ ત્યાંની ઘડિયાળમાં સમય જોઈ લેતા. જે કોટિ કોટિ વંદન હો એ મહાત્માઓને કે જેઓએ વિરાધનાનો આટલો બધો ગભરાટ આત્મસાત ? જે કર્યો છે.
જાતે ઘડિયાળ રાખવી તો નહિ જ. પણ કોઈક પાસે ઘડિયાળ હોય તો એ સેલવાળી હોવાથી જ તેજસકાયના સંઘટ્ટાના ભયથી એનો સ્પર્શ પણ ન કરવો. વગર અડે એમાં સમય જોઈ શકાય.
એમ ઉપાશ્રયમાં ક્યાંય પણ નવી ઘડિયાળ મૂકાવવી નહિ. જો પહેલેથી જ ઘડિયાળ હોય તો જ એમાં સમય જોઈ લેવો. પણ એ બંધ પડી હોય તો એમાં સેલ બદલાવવા નહિ. નીચેના સ્થાનેથી ઉપર છે પણ લાવવી નહિ. જેવી પરિસ્થિતિ હોય એવી પરિસ્થિતિમાં નભાવી લેવું. નવી પરિસ્થિતિ ઊભી ન જ કરવી.
એક સંયમી તો કહે કે, “મને આ ઘડિયાળના કાંટાઓ કસાઈના છરા જેવા લાગે છે. એ છરાઓ ? પંચેન્દ્રિયને કાપે છે તો આ કાંટા રૂપી છરાઓ વાયુકાયના જીવોને કાપે છે. આ ઘોર પાપસાધનને હું કદિ છે ન સ્વીકારું.’
વર્તમાનકાળમાં લાભાલાભ જોઈ મહાગીતાર્થ-મહાસંવિગ્ન આચાર્યભગવંતો વગેરે ઘડિયાળ છે જ રાખતા હોય કે કોઈને એની અનુમતિ આપતા હોય તો ય બાકીના સંયમીઓએ આ પાપ આદરવાની જ જ કોઈ આવશ્યકતા નથી. એમાંય જ્યારે ગ્રુપના કોઈપણ એક સાધુ પાસે ઘડિયાળ હોવા છતાં બીજાઓ જ છે પણ એ ઘડિયાળ રાખે ત્યારે તો એ વધારે મોટો દોષ કહેવાય. .
કેટલાક સંયમીઓ ચાવીવાળી ઘડિયાળ રાખે છે. વિહારમાં જ્યારે અત્યંત જરૂર પડે ત્યારે એ ૪ જ ઘડિયાળને જરૂર પૂરતી ચાવી આપે છે. સવારે ઉઠવાદિ માટે એ ઘડિયાળની જરૂર પડે અને પછી એની જ મેળે જ ઘડિયાળ બંધ પડી જાય. આમ ચાવીવાળી ઘડિયાળમાં જ્યારે જેટલો સમય ઘડિયાળ જોવાની જ છે જરૂર હોય ત્યારે તેટલા જ સમય પુરતી વિરાધના થાય. જ્યારે સેલવાળી ઘડિયાળમાં તો કાયમી છે જ વિરાધના થયા જ કરે. આ દૃષ્ટિએ વિચારીએ તો સેલવાળી ઘડિયાળ કરતા ચાવીની ઘડિયાળમાં ઓછી જ વિરાધના છે. પણ બે ય પાપનું સાધન તો કહેવાય જ.
૨૦૮. હું ઉપાશ્રયમાં મચ્છરો ભગાડવા માટે ધૂપ-ધુમાડો કરાવીશ નહિ :
સુખશીલતા જ્યારે રૂંવાડે રૂંવાડે પોતાનું સ્થાન જમાવી દે ત્યારે પજીવ નિકાયની રક્ષા કરવાની પોતાની ફરજ સંયમી ચૂકી જાય છે. પ્રદૂષણ વગેરેને લીધે આજે લગભગ તમામ સ્થાનોમાં ઓછા વત્તા જે મચ્છરો હોય જ છે. ગૃહસ્થો તો પોતાના ઘરોમાં પંખા નીચે સુતા હોવાથી કે તેવા પ્રકારના મચ્છરનાશક જે સાધનોનો ઉપયોગ કરતા હોવાથી એમને મચ્છરનો ત્રાસ ન લાગે એ શક્ય છે. પણ પંખાદિ વિનાના છે ઉપાશ્રયોમાં તો એનો ત્રાસ ઓછા-વત્તા અંશમાં પણ રહે જ છે.
આમાં ભવભીરું સંયમીઓ ડાંસ-મચ્છરના ચટકાઓ સહન કરી લે છે પણ કોઈપણ વિરાધના જ કરાવતા નથી. કેટલાંકો વળી મચ્છરની વિરાધના પણ ન થાય અને પોતાને સહન પણ ન કરવું પડે છે ? જે માટે મચ્છરદાની વાપરે છે. કાયમ સાથે જ રાખે છે.
<
<
<
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૧૪) (ર