________________
છે પત્રિકાઓ મોકલાય છે? જો બીજો વિકલ્પ હોય તો એમાં તો સંયમીને પુષ્કળ દોષ લાગવાનો જ અને ૪ જ ટ્રસ્ટીઓ પોતાની મેળે તો કોઈ પત્રિકા મોકલતા દેખાતા નથી.
બાકી જો સંયમી જાતે પત્રિકાઓ ઉપર એડ્રેસો લખે, ટિકીટ લગાડે અને ટ્રસ્ટીઓને પોસ્ટ કરવા ? જ આપે તો એ કેટલું યોગ્ય ગણાય? છે. ચોમાસાની વિરાધનાથી બચવા માટે જ ચાતુર્માસ કરાય છે. એના પ્રવેશાદિમાં પત્રિકાઓ છે
છપાવવા દ્વારા, બહારગામથી લોકોને બોલાવવા દ્વારા જો મોટી વિરાધનાઓ ઊભી કરાતી હોય તો જી જ ચાતુર્માસ કરવાનો અર્થ જ ક્યાં સર્યો ? છે. કેટલાંક સંયમીઓ તો ટ્રસ્ટીઓને સ્પષ્ટ સૂચના કરી દેતા હોય છે કે “ખબરદાર ! અમારા જ જે પ્રવેશની કોઈપણ પત્રિકાઓ છપાવી છે તો ! ધન્ય છે આ મહામુનિઓના સંયમને ! છે હા ! કોઈ શ્રાવકો પોતાની મેળે જ પ્રવેશ ઉપર આવે તો એમાં સંયમીની બિલકુલ અનુમોદના જ જ ન હોવાથી તેને કોઈ દોષ લાગતો નથી.
આ જ વાત તપના પારણા માટેની છે. તપના પારણા ઉપર સંયમી પોતે બધાને ટપાલો કે જ પત્રિકાઓ દ્વારા બોલાવે તો ઉપર બતાવેલી વિરાધનાઓ થવાની જ. માટે જ સંયમીના પારણાની ખબર છે સંયમીઓ સિવાય કોઈને ન પડવી જોઈએ.
આદર્શ સાધુનું દષ્ટાન્ત બતાવું.
સળંગ ૨૫૦૦ આંબિલ કરી ચૂકેલા સાધુએ આઠમના દિવસે ઉપવાસ કર્યો. સાધુઓ સમજ્યા ? છે કે “આ તપસ્વી દર પાંચતિથી ઉપવાસ કરે જ છે.” એટલે નવાઈ જેવું કંઈ ન લાગ્યું. પણ નોમના દિવસે જ કે બપોરે બાર વાગે સંયમી જાતે ગોચરી લઈ આવ્યો, ગુરુને બતાવીને કહે, “હે ગુરુદેવઆજે મારે છે ૪ ૧૦૦મી ઓળીનું પારણું છે.” ગુરુદેવ સ્તબ્ધ થઈ ગયા. રડી પડ્યા. ખૂબ આશિષ આપ્યા. ૪
૧૦૦મી ઓળીના પારણાની ખબર સાક્ષાત્ ગુરુ કે ગુરુભાઈઓને પણ ન હોય એ કેવી અજોડ જ જ નિઃસ્પૃહતા કહેવાય ! છે. કેટલાંકો એમ કહે છે કે, “આપણા તપના પારણાની પત્રિકાઓ છપાવવી જ જોઈએ. એ બહાને છે
સ્વજનો વગેરેને એ તપાદિની અનુમોદના કરવાની તક મળે. તેઓ પારણા પર પધારે અને જાતજાતના છે જ નિયમો પણ લે. એ રીતે એમને ધર્મમાં આગળ વધવાની તક મળે. આવા નિમિત્તો દ્વારા જ એમને ધર્મ ? જ તરફ વાળી શકાય. આપણા તપ નિમિત્તે એમને અનેક બાધાઓ આપી શકાય. માટે સંયમીઓએ જ છે તપના પારણા જાહોજલાલી પૂર્વક જ કરવા જોઈએ. એમાં સંયમીની ભાવના માત્ર પરોપકાર કરવાની છે જ હોવાથી, લેશ પણ ખરાબ ભાવ ન હોવાથી એને કોઈ દોષ ન લાગે.”
આનો ઉત્તર શું આપવો? આ અંગે ખૂબ લંબાણથી લખવું પડે એમ છે. એટલે એ લંબાણ ન જ જ કરતા ટુંકાણમાં એટલું જ કહીશ કે “આ ઉચિત લાગતું નથી. સંયમી તદ્દન અજાણ્યા જ તપ અને તેના જ જ પારણા કરે એ જ એના માટે અત્યંત હિતકારી અને શોભાસ્પદ છે.” બાકી જો શ્રાવકો ઉપર ઉપકાર જ કરવા માટે આ બધું કરી શકાતું હોય તો પછી શ્રાવકો ઉપર ઉપકાર કરવા એમણે ભક્તિભાવથી $ બનાવેલી આધાકર્મી ગોચરી વહોરી લઈને એમની ભાવવૃદ્ધિ ન કરવી જોઈએ? ગોચરી વહોરવા જઈએ
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨૦૦)