________________
આમાં કેટલી બધી સ્વાર્થવૃત્તિ ભરેલી પડેલી છે? જે સંયમીએ ઉપાશ્રયમાં પહોંચ્યા બાદ આ ઉપયોગ મૂકવો જ જોઈએ કે મારા કરતા એક દિવસ છે જ પણ મોટા વડીલને જે સ્થાને બેસવાની ઈચ્છા હોય એ સ્થાન હું પડાવી નહિ લઉં. હું એમને જ એ સ્થાન ૪ જ આપી દઈશ. મારા વડીલોને બધા સ્થાન મળી રહે. પછી જે જગ્યા બચે એમાં હું મારું આસન રાખીશ. $ $ એમ મારા કોઈપણ વડીલને જ્યાં સુધી ટેબલની જરૂર હોય ત્યાં સુધી હું ટેબલાદિ નહિ લઉં. જ જ મારી પાસે હશે તો પણ વડીલને જ આપી દઈશ.
હા! વડીલની એ ફરજ ખરી કે એમને જો ટેબલ માત્ર ભગવાન મૂકવા કે જપાદિ કરવા જોઈતું જ જે હોય અને નાના સંયમીને લખાણ કરવાદિ માટે જોઈતું હોય તો વડીલ એ ટેબલ નાનાને આપી દે. કેમકે છે જ ભગવાન તો બીજી કોઈપણ જગ્યાએ મૂકી શકાય. જપનો સામાન નાના પાટલાદિ ઉપર પણ રાખી છે જ શકાય. જ્યારે લખવાનું કામ તો અમુક પ્રકારના ટેબલ ઉપર જ થઈ શકે.
પણ આ બધી અપેક્ષા નાનાએ નથી રાખવાની. નાના સંયમીઓની પોતાની ફરજ આ જ કે ? ઉપાશ્રયમાં રહેલી કોઈપણ વસ્તુ જો વડીલ ઈચ્છતા હોય તો એ વસ્તુ પોતે ન લેતા વડીલને જ આપે. જે વડીલો જે વસ્તુ ન લે, બાકી રહે તે જ વસ્તુ પછી નાના વડીલો લે. - જો નાના સંયમીઓ આ વિનય આચરે તો વડીલનો એમના પ્રત્યે ખૂબ આદર-સદ્ભાવ પ્રગટે. ગ્રુપનું વાતાવરણ અત્યંત રમણીય બની જાય. " ખ્યાલ રાખવો કે ૪૯ વર્ષના દીક્ષાપર્યાયવાળો સંયમી પણ ૫૦ વર્ષના દીક્ષા પર્યાયવાળા કરતા જ નાનો જ ગણાય. બધાએ આ આચાર પાળવો જરૂરી છે.
ખેદની વાત છે કે કેટલાંક સાધુઓ ઉપાશ્રયમાં પહોંચી વડીલોની જગ્યાદિની ચિંતા તો નથી જ જ જ કરતા પણ મુખ્ય આચાર્ય ભગવંતાદિની જગ્યાદિની પણ ચિંતા કર્યા વિના પોતાની જ ચિંતા કરનારા જ છે હોય છે. આચાર્યભગવંતે ગમે ત્યાં બેસવું પડે, ગમે તેવી વસ્તુથી ચલાવી લેવું પડે એ તો શિષ્યો માટે જ શરમજનક વાત છે.
૨૦૪. હું ઉપાશ્રયમાં બહેનોને કચરા-પોતા કરવા આવવાની ના પાડીશ : ૪ સાધુઓના ઉપાશ્રયમાં કચરા-પોતા કરવા માટે રોજ એકવાર કે બે વાર બહેનો આવે અને ૪ જ અડધો કલાક સાધુની હાજરીમાં જ કચરા-પોતા કરે એ બધું સાધુ માટે ઉચિત નથી. કામવાળી બહેનમાં જ છે શું ખરાબ વિચાર આવે ?' એવું કહેનારાઓ મોહરાજની તાકાતને અને શાસ્ત્રકારોના હૃદયને પીછાણતા જ છે જ નથી. “દશવૈ.માં હાથ-પગ-આંખ-કાન વિનાની ડોસી સાથે પણ પરિચયાદિ કરવાનો નિષેધ શા માટે છે
કર્યો હશે ?' એ વિચારવું જોઈએ. જ ખરેખર તો સાધુઓના ઉપાશ્રયમાં બહેનો કે ભાઈઓ સાધુ માટે કચરા-પોતા કરવા આવે એમાં જ આ સાધુઓને જ બધી વિરાધનાનો દોષ લાગે. સાધુઓએ જ વ્યવસ્થિત કાજો લઈ ઉપાશ્રય ચોખો રાખવો જ જ પડે. છતાં એ શક્ય ન હોય અને ઉપાશ્રયમાં બીજાઓ પાસે સાફ કરાવવાની જરૂર પડતી હોય તો પણ - બહેનો તો આ કામ માટે ન જ જોઈએ. વર્તમાનના શ્રાવકો શાસ્ત્રબોધ, સાધ્વાચારબોધ વિનાના હોવાથી આ
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨૦૯)