________________
આવી કોઈ કાળજી કરતાં નથી. એટલે હવે આ જવાબદારી સંયમીઓના માથે આવે છે.
હમણાં જ એક નાનકડા શહેરમાં અત્યંત ધુળવાળો ઉપાશ્રય સાફ કરવા આવેલા બહેનને મુખ્ય સાધુએ કહી દીધું કે,“અમારો ઉપાશ્રય સાફ કરવાનો નથી.” બહેને જઈને ટ્રસ્ટીઓને વાત કરી. ટ્રસ્ટીઓ આવ્યા. સાધુએ કહ્યું કે, “કોઈ ભાઈ ઉપાશ્રય સાફ કરનાર હોય તો ભલે. નહિ તો અમારે આવો ધુળીયો ઉપાશ્રય ચાલશે.” સાધુની કટ્ટરતા જોઈ શ્રાવકોએ તરત જ એક ભાઈની વ્યવસ્થા કરી ઉપાશ્રય સ્વચ્છ કરાવડાવ્યો.
આપણે જો ટ્રસ્ટીઓને એમ કહીએ કે “કોઈક ભાઈને મોકલો” તો તેઓ ઘણા બહાનાં કાઢે. ‘માણસો મળતા નથી...વગેરે’ પણ ઉપર જે રીતે સાધુએ નમ્રતા સાથે છતાં સ્પષ્ટ વિધાન કર્યું કે ‘અમારે ધુળીયો ઉપાશ્રય ચાલશે' એટલે ટ્રસ્ટીઓએ જ પોતાની મેળે એ વ્યવસ્થા ગોઠવી દીધી. અને કદાચ એવી વ્યવસ્થા ન ગોઠવાય તો સાધુઓએ એવો ઉપાશ્રય નિભાવી લેવો પડે. છેવટે જેટલો ભાગ વાપરવાનો હોય એટલો ભાગ જાતે જ સાફ કરીને વાપરવો પડે. બાકી ઢીલાશ કરશું તો લાંબા કાળે પરિણામ સારા નહિ આવે.
સાધ્વીજીઓએ પુરુષને આશ્રયીને આ પ્રતિજ્ઞા સમજવી. જ્યારે વડીલો હાજર હોય ત્યારે નાના સંયમીઓ તો બહેનોને ના પાડવાની સત્તા શી રીતે હાથમાં લઈ શકે ? એટલે વડીલોની હાજરીમાં જો વડીલોને સમજાવીને-કહીને બહેનોને કચરા-પોતા માટે આવતા અટકાવી શકાતા હોય તો એ સારા માટે જ છે. પણ ન અટકાવી શકે તો એ વખતે નાનાઓને આ બાધાનો ભંગ ન ગણાય એમ જાણવું. પોતાની સત્તા, વડીલપણું હોવા છતાં જો બહેનોને ન અટકાવે તો જ આ બાધાનો ભંગ ગણાય.
૨૦૫. હું મોડામાં મોડો સૂર્યાસ્ત સમયે તમામ સંયમીઓને વંદન કરવા નીકળી જઈશ. વંદનના ખમાસમણા પંચાંગપ્રણિપાત દઈશ :
સાથે રહેલા તમામ સંયમીઓને દિવસમાં ઓછામાં ઓછા એકવાર તો વંદન કરવાનો વ્યવહાર તમામ સમુદાયોમાં જોવા મળે છે. પણ ‘આ વંદન ક્યારે કરવા ?' એવો કોઈ નિશ્ચિત સમય પ્રાયઃ કોઈપણ સમુદાયમાં જોયો નથી. અને એટલે કેટલાંક સંયમીઓ છેક રાત્રે અંધારામાં વંદન ક૨વા નીકળતા દેખાય છે. મોટા સમુદાયમાં બે-ચાર વૃંદન બાકી રહેવાથી મોડા કરવાના થાય એ તો હજી બને. પણ તમામે તમામ વંદનો અંધારામાં જ કરવા, એમાં ઉભા થયા વિના જ બધા ખમાસમણા આપવા. ખમાસમણામાં બે ઘુંટણ સિવાય મસ્તક કે હાથ જમીનને ન અડાડવા, અબ્બુઢિઓ વગેરે સૂત્ર સ્પષ્ટ ઉચ્ચાર વિના, ઘણા શબ્દો ખાઈ જવા પૂર્વક બોલવા...વગેરે ઘણી અવિધિઓ ક્યાંક ક્યાંક જોવા મળે છે.
વડીલોને વંદન એમના સંયમની અનુમોદના માટે છે. હવે જો એમાં ઉપેક્ષા, વેઠ, અવિધિ ભળે તો સંયમની, વડીલોની આશાતના કર્યાનો દોષ લાગે. એમાં લાભ કંઈ ન થાય. વળી સંયમની અનુમોદના ન કરનારો, આશાતના કરનારો જીવ સ્વયં શી રીતે શુદ્ધ સંયમને પામે ?
કોઈપણ સંયમીને વંદન કરતી વખતે આપણા હૃદયમાં તેમના પ્રત્યે સદ્ભાવ ઉછળતો હોય, ભાવપૂર્વક ઉભા થઈ થઈને પંચાંગ પ્રણિપાત ખમાસમણા દેવાતા હોય, કોઈપણ શબ્દો ખાઈ ગયા વિના
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૧૦)