________________
ન કહેવાય ?.
વળી અજૈનો તો જૈનોના ભગવાન તરીકે મહાવીરસ્વામીને જ ઓળખે છે. આદિનાથ, પ્રાર્થનાથને નહિ તેઓની હાજરીમાં બાકીના ભગવાન વગેરેની જય, જાહોજલાલી થાય એમાં ‘તેઓને શું વિચાર આવશે’ એની આપણે કલ્પના કરી ?
મૂળ વાત એટલી જ છે કે આપણે કોઈપણ સંઘમાં પ્રતિક્રમણ બાદ કોઈપણ નવી સ્તુતિ, નવી ક્રિયા ન જ ઘુસાડીએ કે જેથી વિખવાદ, સંક્લેશ, મારું-તારું ની બુદ્ધિ ઉત્પન્ન થાય. આપણા ગુરુભગવંતની સ્તુતિ આપણે સાધુ-સાધ્વીઓ જ બોલીએ. શ્રાવકો પાસે એનો આગ્રહ ન રાખીએ.
આમ છતાં જો સ્તુતિ વગેરે બોલાવવી હોય તો સામાયિક પરાઈ ગયા પછી જ બોલાવીએ. જેથી જે ગૃહસ્થોને બોલવાની ભાવના હોય તે બોલે અને જેને ઉતાવળ હોય, સ્તુતિ બોલવાની ભાવના ન હોય તે ન બોલે. તેઓ ઉપર આપણે ફરજિયાત સ્તુતિ બોલવાનો ભાર ન લાદીએ.
આ જ રીતે પ્રતિક્રમણ બાદ શ્રાવકોને પણ સંથારોપોરિસ સંભળાવવાનો આગ્રહ ન રાખવો. સામાયિક પરાઈ ગયા બાદ કહી શકાય કે, “જે શ્રાવકોએ સંથારા પોરિસી ભણાવવી હોય તેઓ ભણાવી શકે છે.’’
ટૂંકમાં મૂળ પ્રતિક્રમણ વિધિમાં કોઈપણ પ્રકારનો ઉમેરો હવે આપણે ન કરવો જોઈએ. સામાયિક પરાઈ ગયા પછી જે ઉચિત લાગે તે વિચારી શકાય.
૨૦૧. હું લીધેલા નિયમો / દર પાંચમ-આઠમ-ચૌદશે એકવાર વાંચી જઈશ :
ઘણા બધા નિયમો લીધા હોય એટલે કેટલીકવાર એના ગાઢ સંસ્કાર ન પડ્યા હોવાને કારણે ભુલાઈ જાય. “મેં કઈ મીંઠાઈની બાધા રાખી છે ? કેટલા દિવસની છૂટ છે ?” ઇત્યાદિ ઘણી બાબતોમાં ક્યારેક ગોટાળા થઈ જાય. પણ સુદ પાંચમ અને દર આઠમ-ચૌદશના દિવસે એ નિયમો ધ્યાનથી વાંચીએ તો આપણો આચાર યાદ આવે. કંઈક ભૂલચૂક થતી હોય તો ફરી આત્મા જાગ્રત બને.
ખરેખર તો જે નિયમો આપણે લીધા હોય કે ન લીધા હોય તે તમામ નિયમો મહીનાના પાંચ દિવસ ધ્યાનથી વાંચી લેવા જોઈએ. ભાવના જાગ્રત થાય તો વધુ સારા આચાર પાળી શકાય. શાસ્ત્રકારોએ (૧૦૮)લીધેલી પ્રતિજ્ઞાઓનું રોજ સ્મરણ કરવાની આજ્ઞા ફરમાવી જ છે. પણ ઘણા બધા નિયમો હોવાથી રોજ વાંચવા ન પણ ફાવે તો છેવટે આ પાંચ દિવસ વાંચવાનો નિયમ અપનાવી શકાય.
૨૦૨. હું જપ કરવા માટે રેશમી-રંગીન ચોલપટ્ટો, અત્તરાદિ રાખીશ નહિ :
ઓનિર્યુક્તિ, ધર્મસંગ્રહ વગેરે જે ગ્રંથોમાં સંયમીઓના ઝીણામાં ઝીણા લગભગ તમામ આચારોનું નિરૂપણ કરી દીધેલું દેખાય છે ત્યાં સંયમી ‘જપ માટે વધારાનો ચોલપટ્ટો વગેરે રાખે’ એવું નિરૂપણ જોવા મળ્યું નથી. પ્રાયઃ કોઈપણ ગ્રન્થમાં જપ કરવા માટે વધારાનો ચોલપટ્ટો રાખવાનું વિધાન હજી સુધી જોવામાં આવ્યું નથી. છતાં આજે કેટલાંક સંયમીઓ જપ માટે તદ્દન ચોખ્ખો, વધારાનો ચોલપટ્ટો રાખતા દેખાય છે. એ ચોલપટ્ટાનો જપ સિવાય કદિ ઉપયોગ કરાતો નથી. ‘જપ એ વિશિષ્ટ સાધના છે, માટે એ વખતે તદ્દન ચોખ્ખા વસ્ત્રો જ જોઈએ. સ્થંડિલ-માત્રુવાળા વસ્ત્રો ન ચાલે’ એવું આ ચોલપટ્ટાદિ રાખવા પાછળનું ગણિત છે.
| સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૦૫)