________________
દોષ સેવન વધતું જ જાય. સંયમ સુધરવાને બદલે બગડતું જ જાય.
(૨) જે પાપની આલોચના ઝડપથી થાય એ પાપ વૃદ્ધિ પામતું અટકે. અલબત્ત, આલોચના ચાર-ચાર મહિને કરતા હોઈએ તો પણ જો રોજેરોજ એની ટુંકી નોંધ કરાય તો ય એની મન-આત્મા ઉપર ઘેરી અસર પડે. રોજેરોજ પાપ કરવું અને રોજેરોજ એની નોંધ કરવી એ શક્ય ન જ બને. રોજેરોજની નોંધ પાપને ઘટાડી દે, પાપના સંસ્કારોને ઘટાડી દે. (અપવાદમાર્ગે જે દોષસેવન કરાય એ તો પરમાર્થથી પાપ જ નથી. એટલે એની અત્રે વિચારણા નથી.)
એટલે આલોચના ભલે ચાર મહિને કરીએ પણ રોજ સાંજે આલોચના બુકમાં દિવસના અતિચારોની નોંધ કરી દેવી. જ્યારે ચાર મહિને આલોચના લખીએ ત્યારે આલોચનાબુકમાં નોંધેલા અતિચારો પ્રમાણે વિસ્તારથી આલોચના લખી શકાય. આમ ઘણા બધા પાપોની આલોચના થાય એટલે પાપના સંસ્કારો ઘણા નબળા પડે.
૧૮૦. હું નખ સમારીને એને ચૂનામાં ઘસીને પોટલી બનાવી રેતીમાં દાટી દઈશ. પણ ગમે ત્યાં નાંખીશ નહિ :
નખ વધે તો એમાં મેલ ભરાય અને એ વાપરતી વખતે પેટમાં જાય એટલે રોગાદિ પણ થાય. ઉપરાંત નખ વડે ખણજ ખણવામાં આવે તો લોહી નીકળે.(૯) કોઈને વંદનાદિ કરતા જો ભુલથી નખ જોરથી વાગી જાય તો બીજાને પણ લોહી નીકળે. પગના નખ મોટા હોય અને એમાં જો ધુળ-મેલ ભરાય તો આંખોને નુકશાન થાય. હાથના નખ મોટા હોય તો સ્પંડિલ ગયા બાદ શુદ્ધિ કરતી વખતે અશુચિઅવયવો નખમાં ભરાય. જે વાપરતી વખતે પેટમાં જાય. આ બધા કારણસર નખ સમારવાની અને એ માટે નીલકટર રાખવાની રજા શાસ્ત્રકારોએ આપેલી છે.
હા ! નખને વિભૂષા માટે વિશેષ પ્રકારનો આકાર આપવાદિનો તો નિષેધ જ કર્યો છે.
એ નખમાં મેલ ભરાયેલો હોય અને એટલે જો સમાર્યા બાદ ચૂનામાં ન ઘસીએ તો ૪૮ મિનિટમાં એમાં સંમૂછિમની ઉત્પત્તિ થાય. માટે એ નખોને ચૂનામાં ઘસી લેવા પડે. એ ઘસ્યા પછી પણ જો ગમે ત્યાં નાંખીએ તો ચકલી વગેરે જીવો એ નખ ખાઈ જાય અને એનાથી એને ગળા વગેરેમાં ઘણી પીડા થાય. આ કારણસર નખ છૂટા ન નંખાય. પણ નાનકડા કપડાના ટુકડામાં નખ નાંખી એને રક્ષાપોટલી જેટલી પોટલીરૂપે બાંધીને રેતી વગેરેની નીચે પરઠવવા જોઈએ. એટલે કોઈ વિરાધના ન
થાય.
આમ તો રેતીની નીચે નાંખવાના હોય તો એને પોટલીમાં બાંધવાની જરૂર નથી. પણ રેતી ગમે ત્યારે ઊંચી નીચી થાય અને નખ બહાર આવી જાય તો ચકલી વગેરેની વિરાધના શક્ય છે. માટે પોટલી બાંધવી.
કાપ કાઢ્યા બાદ તરત નખ સમારવામાં આવે તો કાપમાં નખનો બધો મેલ નીકળી ગયો હોવાથી ચૂનો કરવાની આમ તો જરૂર ન રહે, છતાં શંકા રહે તો ચૂનો કરી લેવો.
નખ સમારતી વખતે એકપણ નખ આમ તેમ ઉડી ન જાય એની બરાબર કાળજી કરી. એક પણ નખ ખોવાય તો સંમૂમિની વિરાધના વગેરે દોષો લાગે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૧૮૪)