________________
* મહાસંયમી- એક આચાર્યભગવંત તો વહીલચેરનો સખત વિરોધ કરે છે. “ડોળી માટેના ગમે જ એટલા પૈસા ખર્ચો, પણ વ્હીલચેર ન વાપરો” એમ તેઓશ્રી જણાવે છે. આ સાધ્વીજીઓ કહે છે કે, “ડોળીવાળા માટે પુષ્કળ પૈસાની વ્યવસ્થા અમે ક્યાંથી કરીએ? અમારી જ પાસે ક્યાં એવા ભક્તો છે? હીલચેર હોય તો એકપણ માણસ રાખ્યા વિના અમે જાતે પણ ચલાવી જ શકીએ, કોઈ ખર્ચો ન થાય.” Aજ પણ આ વહીલચેરમાં આવતીકાલે મશીન લાગી જવાનો મોટો ભય છૂપાયેલો છે. એટલે ડોળી જ
કે વડીલચેર બેય નો વપરાશ બંધ કરીને સ્થિરવાસ કરવો વધુ યોગ્ય છે. છે પણ સ્થિરવાસ કરવામાં નીચેની મુશ્કેલીઓ નડે છે. (૧) સ્થિરવાસ ક્યાં કરવો? ગામડાઓમાં
ઘરો નબળા છે. સાધ્વીજીનો કાયમી ભાર ઉપાડવા તેઓ તૈયાર ન થાય. બીજી બાજુ શહેરોમાં સંઘો પર સાધ્વીજીઓને કોઈપણ ઉપાશ્રયમાં સ્થિરવાસ રહેવા દેતા નથી. ૪ (૨) એક સાધ્વીજી સ્થિરવાસ રહે તો સાથે એમની સેવા કરનારા સાધ્વીજીઓએ પણ સ્થિરવાસ ને કરવો પડે. એમના સંયમ-સ્વાધ્યાયાદિનો મોટો પ્રશ્ન ઉભો થાય.
છે આવા કેટલાંક કારણોસર સાધુ-સાધ્વીજીઓ સ્થિરવાસ રહેવા તૈયાર નથી. આ બાબતમાં યોગ્ય - નિર્ણય તો ગીતાર્થ આચાર્ય ભગવંતો જ કરી શકે. છતાં એવું લાગે છે કે જ (૧) હજી એવા ઢગલાબંધ મધ્યમ ગામડાઓ છે કે જ્યાંના જૈનો સાધ્વીજીઓને છેલ્લે સુધી
સાચવી શકે એટલા સુખી તો છે જ. અને તે ગામડાઓમાં હવે મોટી હોસ્પિટલો વગેરે પણ છે જ. અને ? - દરેક ગામડાઓમાં બે-ત્રણ ઘરો તો એવા ભક્તિભાવવાળા મળી જ જાય કે જેઓને બરાબર
સમજાવવામાં આવે, સાધ્વીજીની સેવાના લાભો દેખાડવામાં આવે તો ચોક્કસ તેઓ સેવા કરવા તૈયાર જ થાય. અલબત્ત શહેરો કરતા આ ગામડાઓમાં સારવાર-સગવડ ઓછી મળવાની. પણ જો ભાવસંયમ જ જળવાતું હોય તો એ અગવડ-અલ્પ સારવાર શું ઓછાદોષવાળી અને માટે જ સ્વીકાર્ય ન બને ? છે. (૨) એ ગામડાઓમાં એ સ્થિરવાસ સાધ્વીજી સાથે એમના બે-ચાર શિષ્યાઓને કાયમી સાથે રહેવું પડે તો પણ ગામડાઓમાં સંયમની કાળજી થવાની શક્યતા ઘણી છે.
(૩) અમદાવાદ વગેરે મોટા શહેરોમાં રહેવું હોય તો પણ ત્યાં એક-બે કિલોમીટરના અંતરે નવા જ - નવા સંઘો હોય છે. માત્ર અમદાવાદમાં ૨૦૦ જેટલા સંઘો છે. તે તે સંઘમાં માસ-માસ રહેવામાં આવે ?
તો વર્ષમાં નવ સંઘમાં રહેવાસ થાય. આમ ૧૫-૨૦ વર્ષ અમદાવાદમાં રહી શકાય અને સ્થિરવાસ છે જ હોવા છતાં અસ્થિરવાસ જેવું જ થાય.
આ માટે ત્યાંના સંઘોને તૈયાર કરવા પડે.
ખરી હકીકત એ છે કે સાધ્વીજીઓને હવે શહેરો છોડવાની ઈચ્છા ઓછી દેખાય છે. ત્યાં ગોચરી૧ પાણીની અનુકૂળતા વગેરેને કારણે હવે અપમાનાદિ સહન કરીને પણ તેઓ રહે છે.
બાકી મારી દષ્ટિએ શ્રેષ્ઠમાર્ગ આ જ છે કે જો વૃદ્ધ સાધ્વીજીઓ વગેરે ગામડામાં સ્થિરવાસ માટે છે તૈયાર હોય તો ગુજરાત-મહારાષ્ટ્રમાં એવા સેંકડો ગામડાઓ મળી રહે કે જેમાં શ્રાવકો સમૃદ્ધ પણ હોય છે ? અને સાધ્વીજીઓને સારી રીતે સાચવવા માટે તૈયાર પણ હોય. એ શ્રાવકોને પ્રોત્સાહિત કરવાનું કામ જ
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૫)