________________
આચાર્યભગવંતો સહેલાઈથી કરી શકે છે.
શક્ય બને અને આતમ જાગે તો ખૂબ ગંભીરતાપૂર્વક વિચારીને આ લખાયેલો નિયમ સંયમીઓએ ધારણ ક૨વા યોગ્ય છે.
૧૯૪, હું જાહેરમાં કોઈપણ સંઘ કે ટ્રસ્ટીની વિરુદ્ધમાં બોલીશ નહિ :
જો વર્તમાનકાળમાં સંયમીઓ પણ જાતજાતના દોષોવાળા હોઈ શકે તો પછી સંસારમાં રહેલા ટ્રસ્ટીઓ વગેરે વિચિત્ર હોય એમાં કોઈ આશ્ચર્ય ન પમાય. આપણી કોઈક વાતો સંઘ કે તેના કેટલાંક ટ્રસ્ટીઓ ન પણ માને. એમાં તેઓનો સ્વાર્થ, કામ ક૨વામાં આળસ વગેરે દોષો પણ કામ કરતા હોય છતાં કોઈપણ ભોગે વ્યાખ્યાનની પાટ ઉપર કે ચાર-પાંચ માણસોની સામે એમની વિરુદ્ધમાં ન જ બોલાય. અસહિષ્ણુ એ સંઘ કે શ્રાવકોને ખબર પડે કે સાધુઓએ અમારા વિરુદ્ધમાં વાત કરી. એટલે તેઓને સાધુસંસ્થા પ્રત્યે અસદ્ભાવ થાય. દુશ્મનાવટ થાય. એ પણ સાધુઓની નિંદા કરી પુષ્કળ પાપકર્મ બાંધે.
એક સાધુએ જાહેરમાં કહ્યું કે “આ સંઘનાં ટ્રસ્ટીઓ હીજડા છે.” ટ્રસ્ટીઓ ખૂબ ક્રોધે ભરાયા. ગુસ્સે થયેલા એક ટ્રસ્ટીએ ઉભા થઈને સાધુનું બાવડું પકડી લીધું. “મહારાજ ! ખબરદાર, જો આવું - બોલ્યા છો તો ?’’ અને વાતાવરણ ખૂબ જ ડહોળાઈ ગયું.
ક્ષમા એ તો સાધુનો પ્રથમ ધર્મ છે. જો આપણે ૨૨ પરિષહો સહન કરવાના છે, તો ટ્રસ્ટીઓની ભુલો, સંઘની ભુલોને સહન ન કરી શકીએ ? એ કડવા ઘુંટડા ગળી ન શકીએ ? એમની ભુલોનું ભાન હોવા છતાં મીઠાશથી વર્તન કરીને સંક્લેશના વાતાવરણને ઉભું થતું અટકાવી ન શકીએ ?
ભવિષ્યમાં ભલે એ ટ્રસ્ટી કે સંઘ સાથે કદિ પનારો ન પાડીએ પણ વર્તમાનમાં તો કોઈપણ ભોગે એમની સાથે ન જ બગાડીએ. અને બગડવાનું કારણ એક જ છે, આપણા દ્વારા એમના માટે બોલાતા અપશબ્દો !
જો આ નિયમ લઈ લઈએ તો આ ધરતીકંપ થતો અટકી જાય.
સંઘ કે ટ્રસ્ટી આપણી કોઈ યોજના પાર ન પાડે. સંઘમાં કોઈ આરાધના કરાવવા માટે તૈયાર ન થાય, કોઈક પ્રોગ્રામ માટે પૈસા ખરચવા તૈયાર ન થાય, કદાચ ખાનણીમાં આપણી વિરુદ્ધમાં બોલે અને એની આપણને ખબર પડી જાય, આપણી ઈચ્છાપ્રમાણેનું બેંડ ન મંગાવે કે સામૈયું ન કરે અને આ બધા કારણોસર એ સંઘ કે ટ્રસ્ટીઓ માટે આપણે જાહેરમાં કે બે-ચાર માણસ વચ્ચે જેમ તેમ બોલીએ તો શું એ આપણી અગંભીરતા, અપરિપક્વતા, અસહિષ્ણુતા ન કહેવાય ?
(દેવદ્રવ્યભક્ષણ વગેરે અતિમોટા દોષો સેવનારા ટ્રસ્ટીઓ જો જાહે૨માં ઠપકો આપવાદિથી જ સન્માર્ગે વળે તેમ હોય તો એ અંગે ગીતાર્થ સંયમી ઉચિત લાગે એ કરી શકે.)
૧૯૫. હું મારી માલિકીવાળો ફલેટ રાખીશ નહિ :
“આભ ફાટ્યું છે ત્યાં હવે થીગડું દેવા ક્યાં જવું ?” એવી આ બાબતમાં હાલત છે. સુરતઅમદાવાદમાં સેંકડોની સંખ્યામાં સંયમીઓએ પોતાની માલિકીની ફલેટ કરી લીધા હોવાના સમાચાર - છે. યુવાન દીકરીને દીક્ષા આપતી વખતે જ શ્રીમંત પિતાએ એના માટે ફલેટ ખરીદી રાખ્યો અને એના | સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૧૯૬)