________________
કરતા હોય છે.
ખરેખર તો આ બેમાંથી એકેય વસ્તુ બરાબર નથી.(૧૦૪) ઉજઈમાં એક અક્ષર બોલવાની પણ શાસ્ત્રોમાં ના પાડી છે. તો ઉજઈમાં ઉભા રહી વાત-ચીત શી રીતે કરી શકાય ?
એટલે ગાઢ કારણ વિના ઉજઈવાળા સ્થાને કે કામળીકાળમાં ખુલ્લા સ્થાને એક મિનિટ પણ ઉભા ન રહેવાય.
૧૯૩. જ્યારે ડોળી કે વ્હીલચેરમાં જ બેસીને બધા વિહારો કરવાનો અવસર ઉભો થશે ત્યારે હું સ્થિરવાસ કરીશ :
વિહાર કરવાની તાકાત ખલાસ થઈ જાય તો સંયમીએ યોગ્ય સ્થાને સ્થિરવાસ કરી દેવો એવી શાસ્ત્રાજ્ઞા છે. શાસ્ત્રોમાં સંગમ આચાર્ય, અર્ણિકાપુત્ર આચાર્ય વગેરેના દૃષ્ટાન્તો આવે જ છે કે તેઓ સેંકડો શિષ્યોના ગુરુ હોવા છતાં, શાસનપ્રભાવક હોવા છતાં વિહારશક્તિ ખલાસ થતાની સાથે જ સ્થિરવાસ રહી ગયા હતા.
આજે જે આચાર્યભગવંતો વગેરે શાસનના કાર્યો કરે છે એ બધા ડોળી કે વ્હીલચેરનો ઉપયોગ કરે છે એને વર્તમાન-ગીતાર્થો અપવાદમાર્ગ તરીકે હજી ગણી લે. પણ એ સિવાયના સાધુ-સાધ્વીજી ભગવંતોમાં મોટા પ્રમાણમાં ડોલી-વ્હીલચેરનો ઉપયોગ વધ્યો છે એ શું અપવાદમાર્ગ ગણી શકાય ? એક ભણેલા ગણેલા અજૈન માણસે મને કહ્યું કે,“હું રોજ મારા ગામથી સ્કુટર ઉપર નોકરી ક૨વા નવસારી જાઉં છું. લગભગ રોંજ તમારા ધર્મના સાધુ-સાધ્વીઓ મને રસ્તા ઉપર દેખાય છે. એમાં કેટલાંકોને માણસો ઉંચકીને લઈ જતા હોય છે અને કેટલાંકો વ્હીલચેરમાં જતા હોય છે. તમે એ ડોળી ઉંચકનારા અને વ્હીલચેર ચલાવનારાઓને પૈસા આપતા જ હશો. પણ એ બિચારા માણસોને આમાં કેટલો ત્રાસ પડતો હશે. મને એ નથી સમજાતું કે શું આવી રીતે બીજાઓને ત્રાસ આપવો યોગ્ય છે ? પૈસા માટે તેઓ તો ઢોર મજુરી કરવા તૈયાર થાય પણ જૈન સાધુ-સાધ્વીઓને આ શોભે ખરું ?”
નવસારી પાસેના પાણશીલા ગામના રહેવાસી એ ભાઈની વાત સાંભળી હું ચોંકી ગયો. આવા તો લાખો લોકો આ ડોળી-વ્હીલચેરને જોઈને કોણ જાણે શું વિચાર કરતા હશે ?
બીજા શું વિચારે છે ? એની પરવા ન કરીએ તો ય આ ડોળી-વ્હીલચેરમાં સંયમની વિરાધના તો પુષ્કળ છે જ. જે માણસો સાથે રાખવા પડે તે માણસો દ્વા૨ા થતી વનસ્પતિ-કાચાપાણી-ત્રસકાય વગેરેની વિરાધનાનો દોષ તો આપણને જ લાગે ને ?
વળી સંઘ ઉપર એ ડોળી વગેરેના ખર્ચનો કેટલો મોટો બોજો !
માટે જ સંયમીઓએ આ નિયમ લેવો જોઈએ કે સ્થિરવાસ પસંદ કરીશ પણ ડોળી-વ્હીલચેર
નહિ.
હા ! રસ્તામાં જ માંદા પડી જવાથી બે-પાંચ દિવસ માટે ડોળી-વ્હીલચેરનો ઉપયોગ કરવો પડે એ હજી અપવાદ માર્ગ ગણાય કેમકે સાજા થઈ ગયા પછી તો પાછો ચાલીને જ વિહાર કરવાનો છે. પણ ઘડપણના કારણે, વિચિત્ર રોગના કારણે એવી પરિસ્થિતિ ઉભી થાય કે કાયમ માટે ડોળીવ્હીલચેર વાપરવી પડે ત્યારે તો આ નિયમ પ્રમાણે સ્થિરવાસ જ યોગ્ય છે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ • (૧૯૪)