________________
. ૧૭૮: હું રોજ રાત્રે સંથારો કરતી વખતે દિવસ દરમ્યાનની આરાધના-વિરાધનાઓનો હિસાબ છે કરીશ :
ઉપદેશમાલાકાર કહે છે કે,(૯૪) “જે સંયમીઓ રોજે રોજ આ હિસાબ નથી માંડતા કે આજે મેં આ કેટલી આરાધના કરી? કેટલો વિરાધનાત્યાગ કર્યો?” તે બિચારાઓ શી રીતે આત્મહિત કરશે?” જ
દશવૈકાલિકકાર મહાપુરુષે પણ (૫)દિવસ દરમ્યાનની આરાધના-વિરાધનાની વિચારણા છે. રોજેરોજ કરવાની ખાસ પ્રેરણા કરી છે. - સંથારો પાથરી દીધા બાદ સુતા પહેલા સંથારામાં બેસીને પાંચ-દસ મિનિટ માટે આ ચિંતન કરી જ 3 શકાય. “સવારે ઉઠ્યા ત્યારથી માંડીને અત્યાર સુધી મેં શું કર્યું? શું મેં બે કલાક વધારે ઊંઘ લીધી? કે પ્રતિક્રમણ બેઠા-બેઠા કર્યું ? સવારે ગાથાઓ ગોખી ? ગપ્પા માર્યા? ઠઠ્ઠામશ્કરી કરી ? માંડલીના - કામમાં વેઠ ઉતારી ? ગોચરીના દોષો સેવ્યા? અરિહંતભક્તિમાં લીનતા આવી? ગુર્નાદિકની ભક્તિ ' કરી કે અવિનય કર્યો ?.. આવી બધી વિચારણા કરી લેવી. એમાંય પોતાને જે દોષો વધારે સતાવતા જ હોય એ અંગે ખાસ વિચારણા કરવી કે “એ દોષોમાં હું આજે કેટલો ફસાયો?”
- રોજેરોજ કરાતા આ ચિંતનની જબરદસ્ત તાકાત છે. જો દોષો સેવાયા હોય તો એના પ્રત્યે છે - પશ્ચાત્તાપ થવાથી એ અનુબંધવાળા ન બને. આરાધના કરવાનો ભાવ-શક્તિ વૃદ્ધિ પામે. માત્ર પાંચદસ મિનિટની આ આરાધના જીવનપરિવર્તન કરવાની શક્તિ ધરાવે છે. - કેટલાંકોને “હું પાપી છું, સાધુજીવન હારી ગયો છું. એવા વિચારો સતત ચાલવાથી પણ ઉત્સાહ, જ કે ઉલ્લાસ તુટી ગયો હોય છે. પણ રોજીંદી આરાધનાની પણ વિચારણા કરવાથી ઉલ્લાસ, ઉત્સાહ વધે ‘પણ આટલી આરાધના તો કરું છું. મારા જીવનમાં પણ આટલા જમા પાસા છે એવો ભાવ એનામાં જ વધુ સારું સંયમ પાળવાનો ઉલ્લાસ પ્રગટાવી દે.
એટલે રોજેરોજ સંથારો કરતી વખતે કે છેવટે જે સમય અનુકૂળ હોય તે સમયે) આ હિસાબ જ નોંધી દેવો જોઈએ. જ ૧૭૯. હું રોજેરોજના અતિચારો સાંજે આલોચનાબુકમાં નોંધી લઈશ :
" આલોચના મહિને, ચાર મહિને કરવાની હોય એટલે કેટલાંક સંયમીઓ જ્યારે આલોચના / ન કરવાનો સમય થાય ત્યારે આલોચના-પત્રક લઈને એ વાંચે. એ વાંચતા જે જે ચાર મહિનામાં સેવાયેલા આ - અતિચારો યાદ આવે તે બધા આલોચનામાં લખે અને પછી એનું પ્રાયશ્ચિત્ત કરે. કે આમાં શું નુકશાનો છે? એ જોઈએ. જ (૧) આજની વાત આવતીકાલે ભુલી જઈએ એવા આજના ક્ષયોપશમ છે. તો ચાર મહિના બાદ 3 આલોચના લખતી વખતે ચાર મહિના દરમ્યાન લેવાયેલા બધા અતિચારો તો શી રીતે યાદ આવે? જ મહત્ત્વના અતિચારો ય કેટલીકવાર ભુલાઈ જાય. ચાર મહિનામાં જેટલા અતિચારો સેવ્યા હોય એના :
માંડ દશમા ભાગના અતિચારો યાદ આવે અને એના આલોચના - પ્રાયશ્ચિત્ત થાય. બાકીના ૯૦. 5 ભાગના પાપોની આલોચના પણ ન થાય અને એટલે જ એનો પશ્ચાત્તાપ પણ ન થાય. એટલે એ જ 1 પાપોના સંસ્કારો નબળા પડવાને બદલે ગાઢ બને. પરિસ્થિતિ એવી સર્જાય કે આલોચના કરવા છતાં ?
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૧૮૩)
O