________________
આવ્યો કે “મારે સામે બેસવું પડે. મારું સ્થાન ક્રમ પ્રમાણે સામે આવે છે.” તો ત્યારે બધું લઈને સામે જવાનો કંટાળો આવે અને સંયમી ત્યાં જ બેસી રહે એ ન ચાલે. માંડ એક મિનિટ આ સ્થળાંતરમાં લાગે. એટલા માટે ઉપેક્ષા, પ્રમાદ ન કરાય.
* એટલે પ્રતિક્રમણ અને ગોચરી બે ય માંડલીમાં બેસવાનો ક્રમ બરાબર જાળવવો.
૧૮૮. કોઈપણ સંયમીઓ વિહાર કરીને પધારતા હોય તો જો પહેલેથી સમાચાર મળે તો હું ઓછામાં ઓછો ૧૦૦ ડગલા સામે લેવા જઈશ. દોરી બાંધી આપી એમના વસ્ત્રો સુકવીશ :
સમુદાયની સામાચા૨ી પ્રમાણે બીજા સમુદાયના સંયમીઓને ખમાસમણાવાળું વંદન ન કરાય એ કબુલ. એમની સાથે ગોચરી-પાણી ન કરાય એ કબુલ. પણ ઔચિત્ય-સેવન પણ ન કરાય એવું તો કોણ કબુલ રાખશે? એ પરસમુદાયના મહાત્માઓ પ્રત્યે વાત્સલ્ય ભાવ પણ ન રખાય, તે કોણ સ્વીકારશે? ગુણાનુરાગકુલકમાં કહ્યું છે કે (૧૦૨)‘પ૨સમુદાયમાં પણ જે સંવિગ્ન-બહુશ્રુત મુનિઓ હોય. તેઓની પણ અનુમોદના કરજો. માત્ર ઈર્ષ્યાથી પ્રેરાઈને અનુમોદના બંધ ન કરશો.”
જે મૂલગુણોમાં ભ્રષ્ટ થઈ ચૂકેલા હોય અને એની પાકી ખબર આપણને હોય તેઓનો વિનયાદિ ન કરીએ એ હજી બરાબર. પણ જેઓ માટે મૂલગુણોની ભ્રષ્ટતાનો આપણી પાસે નિર્ણય નથી તેવા કોઈપણ મહાત્માઓ પધારે તો સામે લેવા જવું જ જોઈએ. પા-અડધો કિલોમીટર લેવા જઈએ, એ દેખાય એટલે “પધારો, પધારો” કહીએ. એમની ઉપધિ-ઘડો-દાંડો વગેરે લઈ લઈએ. એમને તરત ગોચરી અંગેની પૃચ્છા કરીએ... વગેરે લોકોત્તર ઔચિત્યસેવનના લાભો અપરંપાર છે.
સમાચાર ન હોવાથી આપણે સામે લેવા ન જઈ શકીએ અને સંયમીઓ ઉપાશ્રયમાં પ્રવેશ કરતા દેખાય તો ત્યારે તરત ઉભા થઈ ‘પધારો' કહી આવકારવા. એમની ઉપધિ ઉતારવી. દોરી બાંધીને એમના વસ્ત્રો સૂકવી આપવા.
કેટલાંકો તો એવા પણ જોયા છે કે “સંયમીઓ ઉપાશ્રયમાં પ્રવેશ કરતા દેખાય તો ઉભા તો ન જ થાય પણ ‘પધારો’ પણ ન કહે. ન તો એમની ઉપધિ ઉતારે કે ન તો એમના વસ્ત્રો સુકવી આપે.” આપણા ગ્રુપના, આપણા ગચ્છના કે પરગચ્છના કોઈપણ સંયમીઓ આવે એ બધા સાથે ઔચિત્યસભર, લાગણીસભર, મધુ૨શબ્દોથી ઝળહળતો વ્યવહાર કરવામાં આવશે તો સાધર્મિક વાત્સલ્ય નામનો સમ્યગ્દર્શનનો આચાર પળાયેલો થશે. સમ્યગ્દર્શન નિર્મળ બનશે. પરસ્પરના કોઈક પૂર્વગ્રહો બંધાયા હશે તો ઓગળી જશે. આંખોમાં ઝેરને બદલે અમી નીતરશે. ગચ્છભેદ રહેવા છતાં, મતભેદ + સામાચારી ભેદ રહેવા છતાં મનભેદ નહિ રહે.
સાવ સામાન્ય દેખાતો આ નિયમ હકીકતમાં અતિ-અતિ મહત્ત્વનો છે. માત્ર પાંચ-દશ મિનિટનું આ ઔચિત્યસેવન આધ્યાત્મિક વિકાસમાં કયા ચમત્કારો નહિ સર્જે ? એ જ એક પ્રશ્ન છે.
એટલે લેશ પણ આળસ, પ્રમાદ કર્યા વિના, ગચ્છભેદને જોયા વિના હૃદયના અપૂર્વોલ્લાસ સાથે આ નિયમનું પ્રત્યેક સંયમી પાલન કરે એવી ખાસ ભલામણ છે.
૧૮૯. હું સ્ટેપલર વાપરીશ નહિ કે રાખીશ નહિ ઃ
(૧૦૩)વસ્ત્રો સીવવા માટે સોંય રાખવાની રજા શાસ્ત્રકારોએ આપી છે. એમ વસ્ત્ર ફાડવા માટે સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૧૯૧)