________________
પડિલેહણ કરેલા કપડા વગેરે પણ નાખંનાખ કરતા સંયમીઓ દેખાયા છે.
જાણે કે ક્રીકેટમેચના શોખીન સંયમીઓ દીક્ષા લઈને એ શોખ અહીં પુરો કરતા હોય એવું લાગે.
આ બિલકુલ ચાલી ન શકે. રે ! અજૈનો પણ અન્નદેવતાને ફેંકવામાં ઘોર પાપ માને છે. તો સંયમીઓ આવી ખાવાની વસ્તુઓ હવામાં નાંખે, જમીન ઉપર ઢોળાય તેની પરવા ન કરે એ તો શી રીતે ચાલે ?
એમ પાત્રા, તરપણી, લુણા, બોલપેન, વસ્ત્રો વગેરે તમામ વસ્તુઓ માટે આ વાત સમજી
લેવી.
કોઈપણ ભોગે વસ્તુઓ ફેંકવી નહિ. બે-પાંચ ડગલા ચાલીને એ વસ્તુ હાથોહાથ આપવી. ગોચરી માંડલીમાં ઉભા થઈ શકાય તેમ ન હોય તો બીજા સંયમી દ્વારા એ વસ્તુ પહોંચાડવી. પણ દીક્ષા લીધા બાદ અહીં ક્રિકેટ મેચની પ્રેક્ટીસ કરવી બિલકુલ શોભાસ્પદ નથી.
૧૭૭. દેરાસરમાં ઓછામાં ઓછી ત્રણ સ્તુતિ રાગમાં બોલવી અને ઉવસગ્ગહરં સિવાયનું કોઈપણ એક સ્તવન રાગમાં બોલવું :
“દેવાધિદેવ અનંતોપકારી છે” એવું પ્રત્યેક સંયમીઓ માનતા હોવાથી તેઓ તો પરમાત્મભક્તિમાં ભાન ભુલીને કલાકો સુધી અરિહંતભક્તિ કરતાં જ હોય. પણ કાળની કે કાળજાની બલિહારી એવી છે કે કેટલાંકોને દેરાસરમાં બિલકુલ ભાવ જાગતા નથી. દેરાસરમાંથી જલદી ભાગી છૂટવાનું મન થાય છે. કેટલાંકો તો વળી એક પણ સ્તુતિ બોલ્યા વિના સીધું ચૈત્યવંદન કરે અને સ્તવન . તરીકે ઉવસગ્ગહર બોલીને બે જ મિનિટમાં દેરસરમાંથી બહાર નીકળી જાય.
દીક્ષાજીવનમાં સંયમયોગ પ્રધાન છે એ વાત સાચી. પણ હૃદયની આવી શુષ્કતા, પરમાત્મા પ્રત્યે લાગણીનો અભાવ, પ્રભુ સાથે પાંચ મિનિટ વાતો કરવાની અધ્યાત્મિક શક્તિનો અભાવ એ તે આત્મામાં ઈર્ષ્યા, ક્રોધ, અહંકારાદિ અનેક કીડાઓને જન્મ આપી દેશે.
ઘણીવાર એવું બને છે કે શરૂઆતમાં સ્તુતિ બોલવાના ભાવ ન હોય પણ આ બાધાને કારણે રાગમાં સ્તુતિ બોલવામાં આવે ત્યારે મનમાં ભીનાશ પેદાશ થવા લાગે છે. અને ક્યારેક તો શરૂઆતમાં એક પણ સ્તુતિ બોલવાની ઈચ્છા ન હોવા છતાં પાછળથી એવો ભાવ જાગે કે ૨૫-૩૦ સ્તુતિઓ બોલવા છતાં પણ મન ધરાય નહિ. માટે જ આ નિયમ બનાવ્યો છે.
ભલે, ભાવ ન જાગતા હોય, ભલે ઉતાવળ હોય છતાં ય ત્રણ સ્તુતિઓ રાગ સહિત અવશ્ય બોલવી અને નાનકડું પણ સ્તવન રાગ સહિત બોલવું. એમાં મન-આત્મા તલ્લીન બને એવા પ્રયત્ન કરવા, પ્રભુને જ એ માટે પ્રાર્થના કરવી. આવું કરવાથી નક્કી શુભભાવો જાગશે, આત્મા ભીનાશને પામશે અને એટલે આત્મામાં રહેલા દોષો રૂપી મેલ પોચા પડશે. એ પછી સ્વાધ્યાય-સંયમાદિ યોગોથી એ દોષોનું ધોવાણ સાવ જ સરળ થઈ પડશે.
તપોવન સ્તુતિમાલામાં શ્રેષ્ઠ ભાવોથી ભરપૂર ૬૦ થી ૧૦૦ સ્તુતિઓ છે. એ કે તમને જે ગમે તે સ્તુતિઓ બોલવી. જેના જેમાં ભાવ ઉછળે એ સ્તુતિઓ તેને માટે સારી ગણાય. એ જ વાત સ્તવનમાં પણ સમજી લેવી.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૧૮૨)