________________
ક-મને લખાવેલા પૈસાથી એ શ્રાવકને ય શું લાભ? અને એવા ભાવ વિનાના ધનથી જે કાર્યો છે જ થાય એમાં શું ભલીવાર આવે ? જ એક શ્રીમંત શ્રાવકને તપોવન માટે લાખ રૂપિયાનો લાભ લેવાની મેં સૂચના કરી ત્યારે એ ભાઈ ? છે કહે કે “સાહેબ ! હમણાં બોમ્બેમાં કરોડનો ફલેટ લીધો ત્યારથી બધી બાજુથી ઘણા મહારાજ સાહેબો જ
મને બોલાવે છે અને પોત-પોતાના પ્રોજેક્ટમાં પૈસા લખાવવાની પ્રેરણા કરે છે. મારી શક્તિ પ્રમાણે ખરું છે જ છું. પણ, સાહેબ ! ઘણા ખર્ચાઈ ગયા છે. હવે એક-બે વર્ષ વધારે પૈસા ખર્ચવા નથી.”
જ મારે શરમાઈ જવું પડ્યું. એના મનમાં સાધુઓ માટેની છાપ કેવી ? જ આજે બોમ્બેમાં સેંકડો-હજારો શ્રીમંતો શ્રીમદ્ રાજચંદ્રના રાકેશભાઈ વિગેરેની પાછળ જોડાયા ? છે છે. તેઓએ જૈન સાધુઓ સાથે છેડો લગભગ ફાડી નાંખ્યો છે. એના ઘણા કારણોમાં મહત્ત્વનું કારણ છે. ૪ આ પણ છે કે “તેઓ જ્યારે પણ જૈન સાધુઓ પાસે જાય, ત્યારે પૈસા લખાવવાની જ વાત.” કંટાળીને ૪ તેઓએ ફાંટો બદલી નાંખ્યો..
" એક શ્રીમંતના મોઢે સાંભળેલા આ શબ્દો કે – “સાહેબ ! જ્યાં જઈએ છીએ ત્યાં અમારી પાસેથી પૈસા કઢાવવાની જ વાત થાય છે. કોઈ અમારા આત્માની ચિંતા કરતું નથી. “ધર્મારાધના કેવી જ ચાલે છે? દોષો ઘટ્યા કે નહિ?” એ અમને કોઈ પૂછતું નથી. શું અમે શ્રીમંત બન્યા, એ અમારો ગુન્હો ? આ છે ? કે પૈસા લખાવવા સિવાય બાકીની કોઈપણ પ્રેરણા લગભગ અમને થતી જ નથી. મેં હવે ? જે મોટાભાગના સાધુઓ પાસે જવાનું બંધ કર્યું છે.”
“સ્થાનિક સંઘમાં ઉપાશ્રય, દેરાસરાદિ કાર્યો માટે લાખો રૂપિયાની જરૂર હોય અને ત્યાં ચોમાસું છે જ આવેલા સંયમીઓ પોતાના અંગત પ્રોજેક્ટ માટે લાખો રૂપિયા સંઘના શ્રાવકો પાસેથી લઈ જાય. સંઘના જ સ્થાનિક કાર્યોમાં કોઈ સહાય ન કરે. છેલ્લે સ્થાનિક સંઘ પુષ્કળ અસદૂભાવ પ્રગટ કરે.” આવા ય પ્રસંગો ? છે બન્યા છે.
શ્રાવકો જેમ ધંધામાં અનેક જાતના મૃષાવાદ સેવીને પૈસા કમાય છે, એમ મહાવીરના શ્રમણો ૪ અનેક બહાનાઓ હેઠળ શ્રાવકો પાસેથી કરોડો રૂપિયા કઢાવે એ તો જુલમ છે ને? જ શ્રીમંતને જોતાની સાથે જ એની પાસેથી કેવી રીતે પૈસા કઢાવવા એની જ જો વિચારણા મનમાં જે છે. ચાલ્યા કરતી હોય તો એ શું એક જાતનું આર્ત-રૌદ્રધ્યાન નથી?
લાગે છે કે કેટલાંક સંયમીઓ આ બાબતમાં માર્ગ ભૂલ્યા છે..
એક મહારાજ સાહેબે પજુસણમાં પાટ ઉપર ઉભા થઈને શ્રાવકો સામે બળજબરી પૈસા છે આ લખાવવાની શરુઆત કરી. (સંઘમાં ચાલતા તપના રસોડાના ખર્ચને પહોંચી વળવા માટે.) અને એક જ આગળ પડતા શ્રાવકે સંયમીનું અપમાન કરી દીધું. “હું એકપણ રૂપિયો આપીશ નહિ.” હજારો માણસો ? છે વચ્ચે સંઘનો પ્રતિષ્ઠિત શ્રાવક જ્યારે ઘસીને ના પાડે ત્યારે બીજાઓ ઉપર એની શું અસર પડે?
અલબત્ત આજે આદર્શભૂત સંયમીઓ પણ છે કે જેઓ કદિ કોઈને પણ એક રૂપિયો ખર્ચવાનો છે જ પણ આગ્રહ કરતા નથી. શ્રાવકો પુછી-પુછીને થાકે કે “સાહેબ! લાભ આપો.” છતાં કોઈ લાભ આપતા જ નથી. પૈસાની વાત કરવા માટે જેમની જીભ લકવાગ્રસ્ત બની જાય છે. જેઓ શ્રાવકોને વધુમાં વધુ એક- ૪
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૨૦)