________________
કેવું ભયંકર મિથ્યાત્વ !
અને હવે કેટલાંકોને આ જ ચિંતન ચાલતા હોય છે. “મારો કોઈક શિષ્ય થઈ જાય તો સારું.” એની પાછળ ઉડે ઉડે એક જ અભિલાષા હોય છે કે શિષ્ય થઈ ગયા બાદ મારે શાંતિ ! ક્યાંય પણ જ જ હોય, ચોમાસું કરવું હોય તો એ મારે કામ આવે. ગચ્છમાં રહેવામાં મજા નથી. ઘણી માથા-ઝીક છે આ ગચ્છમાં થાય છે. કોઈ આપણને સહાય ન કરે..” અને પછી સતત આંખો શિષ્યની શોધખોળ કરતી છે જ થઈ જાય. છે એમ કહેવાનું મન થાય કે “જેટલી શિષ્યાભિલાષા તીવ્ર છે. એટલી તીવ્ર જો મોક્ષાભિલાષા હોત જ તો નક્કી ત્રીજા ભવે મોક્ષ થઈ જાત.”
શું સતત શિષ્યઝંખના સેવતા મુનિવરોને આર્તધ્યાન-રૌદ્રધ્યાનના ભયંકર પાપકર્મો ન બંધાય?
દીક્ષા લીધી હતી, મોક્ષ માટે ! તો હવે લક્ષ્મ શા માટે બદલાઈ ગયું? શું મોક્ષ કરતાં ય શિષ્યો જ વધુ સુખદાયી છે? કે જેથી મોક્ષનું લક્ષ્ય છોડીને શિષ્યનું લક્ષ્ય બાંધી દીધું?
શિષ્યલાલસા એવું તાલપુટ ઝેર છે કે તમામ આરાધનાઓ રૂપી દૂધને ઝેર બનાવી દેશે. ( શિષ્યલાલસા પોતે તો પાપ છે જ, પણ એ અનેક પાપોની જનેતા પણ છે. (૧) ગુરુ નવા ? છે મુમુક્ષુને બીજા કોઈનો શિષ્ય બનાવી દે, તો શિષ્યલાલસાવાળાને ગુરુ માટે ભયંકર અસદ્ભાવ-તિરસ્કાર છે જ થાય. ગુરુ પક્ષપાતી લાગે. (૨) જે કોઈપણ મુમુક્ષુ દેખાય એને પોતાનો કરવા માટે સ્વાધ્યાય-ધ્યાન- ૪
ગુરુભક્તિ છોડીને કલાકો સુધી એને સમજાવવો પડે. સંયમના યોગોને ગૌણ કરવા પડે. (૩) મુમુક્ષુ જો આ જે બીજા કોઈ તરફ આકર્ષણવાળો હોય તો એનું એ આકર્ષણ તોડવા માટે બીજા સંયમીઓના દોષો ગાવા છે જ પડે. સાચા દોષો ગાય તો નિંદાનું પાપ અને ખોટા દોષો ઉભા કરીને ગાય તો નિંદા સાથે મહામૃષાવાદનું પાપ પણ લાગે. બીજું મહાવ્રત ભાંગે. (૪) આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની હોળી સળગે. (૫) $ બીજાઓના શિષ્ય થતા હોય તો એ વખતે એ શિષ્યના સંસાર ત્યાગ, દીક્ષાદિની અનુમોદના થવાને જ બદલે એના બનનારા ગુરુ પ્રત્યે ઈષ્યભાવ જાગે.
જો પ્રસન્નતા ગુમાવી દેવી ન હોય, જો ગુરુકૃપાનું બલિદાન દેવું ન હોય, જો ગુરુપારતન્યાદિ છે જ ગુણો ગુમાવવા ન હોય તો વહેલી તકે આ શિષ્યલાલસાને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવી જોઈએ.
- એ માટે જ આ પ્રતિજ્ઞા છે. પોતાનો શિષ્ય કરવા માટે કોઈ જ પ્રયત્નો ન કરવા. એના બદલે ગુરુના સાચા શિષ્ય બનવા માટે તનતોડ મહેનત કરવી. જેઓ ગુરુને સંપૂર્ણ પરતંત્ર બનશે, ગુરુની અપૂર્વ સેવા- ૪ ભક્તિ કરશે, એમને ગુરુ તરફથી એની મેળે જ શિષ્યની ભેટ મળશે. અને ન મળે તો ય સાચા શિષ્યત્વની ૪ પ્રાપ્તિ તો થશે જ ને? શિષ્ય મળે એના કરતા શિષ્યત્વ મળે એ અબજો ગણું વધારે મોંઘું છે. સાચા શિષ્યત્વને ? જે જોઈને પ્રસન્ન થયેલા ગુરુ આપણી બધી જ કાળજી કરશે. યોગ્યકાળે શિષ્ય પણ કરી આપશે.
એટલે આ પ્રતિજ્ઞાનો પ્રથમ ભાગ આ છે કે પોતાના શિષ્ય કરવાનો પ્રયત્ન બિલકુલ છોડી દેવો. જ પોતાનો શિષ્ય કરવાના વિચારથી કોઈની પણ સાથે વાતચીત ન કરવી.
પણ આપણા સંયમજીવનની સુગંધથી કે આપણે આપેલા હિતોપદેશથી જો કોઈ આકર્ષાય તો ? એ તો સારું જ છે. કોઈપણ આત્મા સંસાર છોડીને સાધુ બને એ ક્યાં ખોટું છે? એટલે જો કોઈ મુમુક્ષુ ?
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૭૧)