________________
છે તૈયાર થાય તો તૈયાર અવશ્ય કરવો. પણ એ ગુરુને સમર્પિત કરી દેવો. ગુરુને કહેવું કે, “ગુરુદેવ! છે
જેમ વહોરીને લાવેલી ગોચરી ઉપર મારો કોઈ અધિકાર નથી. મેં લાવેલી ગોચરીમાંથી કોઈપણ વસ્તુ જ આપ કોઈને પણ આપી શકો છો. “મેં લાવેલી એ વસ્તુ મને મળવી જોઈએ.” એ વિચાર પણ મારા છે માટે પાપ જ છે. એમ આ તૈયાર થયેલો મુમુક્ષુ એ મેં લાવેલી શિષ્યભિક્ષા છે. એના ઉપર મારો કોઈ છે આ જ અધિકાર નથી. એ મારો શિષ્ય થવો જોઈએ એવી અપેક્ષા પણ મારા માટે પાપ છે. મારી લાવેલી ૪
ગોચરીની માફક મારાથી તૈયાર થયેલો મુમુક્ષુ આપ આપની ઈચ્છા મુજબ ગમે તેને આપી શકો છો. જ આપ આપનો શિષ્ય કરો કે બીજાનો શિષ્ય કરો એ મારે જોવાનું જ નથી. મારી નહિ કરો તો પણ મારે
લેશ પણ આડા-અવળો વિચાર કરવાનો જ નથી, કેમકે એ મુમુક્ષુ ઉપર મારો અધિકાર જ ક્યાં છે? શું જ આપ જ એના માલિક છો.”
પરિણતિના સ્તરની આ પ્રતિજ્ઞા જેઓ આત્મસાત કરશે તેઓ પ્રચંડ શુદ્ધિના સ્વામી બન્યા વિના જે નહિ રહે. ધગધગતી ખુમારી, ગુરુસમર્પણ વગેરે ગુણો એમનામાં હર્ષથી નૃત્ય કરતા સૌને દેખાશે. પણ છે એ બધું તો જ થશે જો આત્મા નજીકના કાળમાં મોક્ષગામી હશે.
૧૬૪. ઉપાશ્રયમાં આવેલા ગૃહસ્થો ગુરને કે વડીલને મળી લે એ પછી જ એ ગૃહસ્થો સાથે જ જ વાતચીત કરીશ :
શ્રાવક ઉપાશ્રયમાં પ્રવેશ કરે અને હજી તો મુખ્ય ગુરુ પાસે કે મુખ્ય વડીલ પાસે પહોંચે એ આ પહેલા જ વચ્ચે કેટલાંક સંયમીઓ એમને બોલાવે. અનેક પ્રકારની વાતો કરે. પોતાને કંઈક દવા, નોટ, જ સ્ટેશનરી વગેરેનું કામ હોય તો એ કામ એને સોંપે. જ આ ગુરુની આશાતના છે. ઉપાશ્રયમાં આવેલા ગૃહસ્થોને પહેલા ગુરુ કે મુખ્ય વડીલ પાસે જ જ મોકલવા જોઈએ. એમને તેઓ મળી લે, વંદનાદિ કરી લે એપછી બાકીના સંયમી અતિ જરૂરી હોય, છે તો શ્રાવકો સાથે વાતચીત વગેરે કરી શકે.
કેટલીકવાર તો એવું બને કે ગૃહસ્થો અગત્યના કામ માટે માંડ અડધો કલાક કાઢીને ગુરુ/વડીલને જ મળવા આવ્યા હોય એમાં ૧૦-૨૦ મિનિટ વચ્ચેના સંયમીઓ લઈ લે એટલે પછી એ શ્રાવકો ય કંટાળે. જ ગુરુ સાથેનું એમનું કાર્ય પણ ખોરંભાઈ જાય.
કદાચ ઉપાશ્રયમાં પ્રવેશેલા અજાણ્યા શ્રાવકો “ગુરુ-વડીલ ક્યાં છે? કોણ છે?” એ જાણતા ન જ હોવાથી આમતેમ જોતા હોય તો ત્યાં પણ એમને કહી શકાય કે “આ અમારા ગુરુ મહારાજ છે. અત્રે જે બિરાજમાન છે. એમને વંદનાદિ કરી શકાશે.” જો શ્રાવકો પહેલા આપણને વંદન કરતા હોય તો તરત જ જ અટકાવીને પહેલા મુખ્ય વડીલ પાસે મોકલી દેવા જોઈએ. આ જ વિનય, ઔચિત્ય છે. છે હા ! ગુરુ કે વડીલ આરામમાં હોય, ગોચરી વાપરતા હોય, બહાર ગયા હોય તો પછી જ શ્રાવકાદિના પ્રથમ વંદનાદિ સ્વીકારવામાં દોષ જણાતો નથી. ૪ ૧૬૫. મને મળવા આવેલા ગૃહસ્થોને પણ સૌ પ્રથમ ગુર/ વડીલ પાસે મોકલીશ, પછી જ જ એમને મળીશ : ૧૬૪માં નિયમમાં તો ગુરુને મળવા આવેલા કે એમને એમ સાધુઓને વંદનાદિ માટે આવેલા છે
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૭૨)