________________
હવે જો. આચાર્ય ભગવંતો વિગેરે પણ માંડલીમાં જ પ્રતિક્રમણ કરતા હતા તો સામાન્ય સંયમીઓએ તો અવશ્ય માંડલીમાં જ પ્રતિક્રમણ ક૨વું જ જોઈએ.
સખત તાવ હોય, ગુરુ જ બધાને સ્વતંત્ર પ્રતિક્રમણ કરી લેવાનું કહે તો એ વખતે જુદુ પ્રતિક્રમણ કરાય. પણ માંડલી સિવાય પ્રતિક્રમણ કરવું હોય તો ગુરુ કે વડીલની રજા અવશ્ય લેવી.
૧૧૬. હું સવારે પ્રતિક્રમણ કર્યા બાદ ઉંઘીશ નહિ.
“રાત્રે ૧૨ વાગ્યા બાદ રાઈ પ્રતિક્રમણ કરી શકાય.' એમ સમજીને કેટલાંક સંયમીઓ રાત્રે બે-ત્રણ-ચાર વાગે ઉઠે ત્યારે પ્રતિક્રમણ કરી લઈ પાછા ઉંઘી જાય છે અને પછી પ્રતિલેખનના સમયે ઉઠીને પ્રતિલેખન કરે છે.
આ રીતે પ્રતિક્રમણ ન કરાય, કેમકે પ્રતિક્રમણ કર્યા બાદ ઉંઘ્યા અને એમાં કુસ્વપ્નાદિ આવ્યા તો એનો કાઉસ્સગ્ગ ક૨વાનો તો રહી જ ગયો ને ? કેમકે સવારે ઉઠ્યા બાદ સીધું પડિલેહણ જ કરે છે. એટલે સવા૨ના પ્રતિક્રમણ કર્યા બાદ ઉંઘાય નહિ. આ નિયમ કરવાથી હવે ગમે ત્યારે પ્રતિક્રમણ થઈ નહિ શકે. સવારે ચાર-પાંચ વાગે જ પ્રતિક્રમણ થઈ શકે કે જ્યારે પછી ઉંઘવાનું ન હોય.
પ્રતિક્રમણ પુરુ થાય અને તરત જ પ્રતિલેખન ક૨વાનો ટાઈમ થઈ જાય એ રીતે પ્રતિક્રમણ શરૂ કરવાનું છે.
ગાઢ માંદગીના કા૨ણે રાઈ પ્રતિક્રમણ કર્યા બાદ પછી પણ પાછુ સંથારી જવું પડે તો એ અપવાદમાર્ગ ગણી શકાય.
૧૧૭. હું રાત્રે સંથારા પોરિસી ભણાવ્યા પછી જ ઉંઘીશ.
સૂર્યાસ્ત બાદ એક પ્રહર થાય ત્યારે સંથારાપોરિસી ભણાવવાનો વ્યવહાર છે. કેટલાંક ગ્રુપોમાં પ્રતિક્રમણ બાદ જ સમૂહમાં જ પોરિસી ભણાવી લેવાય છે. તે તે ગ્રુપની સામાચારી પ્રમાણે તે તે સંયમીઓને કોઈ દોષ ન લાગે. પણ જે સંયમીઓના ગ્રુપમાં રાત્રિના પ્રથમ પ્રહર બાદ પોરિસી ભણાવવાની સામાચારી છે, તેઓ માટે આ નિયમ છે. તેઓ પ્રતિક્રમણ બાદ ઉંઘ આવતી હોય તો વિચારે કે “અત્યારે ઉંઘી જાઉં, પછી પોરિસીના સમયે ઉઠીને પોરિસી ભણાવીશ.”
. • પણ એકવાર ઉંઘ્યા પછી ક્યારેક તો સીધી રાત્રે બે-ચાર વાગે આંખ ઉઘડે. પોરિસી ભણાવવાની જ રહી જાય.
એટલે જો ઉંઘ આવતી હોય અને ઉંઘી જવું હોય તો પોરિસી ભણાવી લીધા પછી જ સંથારો કરવો. આમાં વહેલી પોરિસી ભણાવવાનો દોષ છે. પણ પોરિસી ભણાવવાની જ રહી જાય કે છેક બારબે વાગે પોરિસી ભણાવવી પડે એના કરતા અડધો-એક કલાક પોરિસી વહેલી ભણાવવામાં ઓછો દોષ જણાય છે.
હા ! જો બીજો કોઈ સંયમી પોરિસીના સમયે તમને જગાડી દેવાનો હોય અને એ રીતે અડધી ઉંઘમાં ઉઠીને પોરિસી ભણાવવાની તમારી તૈયારી હોય તો પછી એ બીજા સંયમીને પોરિસીના સમયે ઉઠાડી દેવાની સૂચના કરીને, પોરિસ ભણાવ્યા વિના પણ સંથારો કરી શકાય.
પણ જો આમાં શંકા હોય તો પછી વહેલી સંથારાપોરિસી ભણાવીને જ ઉંઘવામાં ઓછો દોષ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૧૩૧)