________________
જ આપણને ખોટ જ ક્યાં છે? કે આ ઉપધિઓ ભેગી કરવી પડે. ત્યાગી આપણે બનવાનું છે, એને $ - બદલે શ્રાવકો આ બધી વસ્તુઓ આપી-આપીને ત્યાગી બને અને આપણે બધું ભેગું કરી કરીને પરિગ્રહી છે બનીએ તો કર્મક્ષય વધારે કોને થવાનો? મોક્ષમાં વહેલું કોણ જવાનું?
વપરાતી કામળી સિવાય એક પણ કામળી વધારે રાખવાની જરૂર જ નથી. આપણે જ જ - વ્યાખ્યાનોમાં શ્રાવકોને સંતોષનો અને ભાગ્ય ઉપર શ્રદ્ધા રાખવાનો ઉપદેશ આપતી વખતે કહીએ છીએ એ
કે “ભવિષ્યની ચિંતા કર્યા વિના વર્તમાનમાં પ્રસન્નતાથી જીવો. ભાગ્યમાં હશે તો બધું મળશે. એના જ * માટે હાયવોય કરવાની જરૂર નથી.” અને આપણે જ ભવિષ્યની ચિંતા કરીને બધું ભેગું કરીએ એ તો ?
શી રીતે ચાલે ? - સંયમી પાસે પોટલું, પોટલી કંઈ જ ન હોય તો પછી કબાટાદિની જરૂર જ ક્યાં રહે? આવો રે - અકિંચન સંયમી બધાને પૂજનીય, માનનીય બની રહે.
વપરાશવાળી કામળી, કપડા વગેરે ઉપધિ જો ફાટી જવાની તૈયારી દેખાતી હોય અને ત્યારે એક - કામળી, એક કપડો વિગેરે પાસે રાખીએ તો એ હજી ચાલે. પણ નિષ્કારણ વધારે ન રખાય. સાંભળવા જ - પ્રમાણે એક સંયમી પાસે ઢગલાબંધ કામળીઓ હતી.
આપણે આવા ન બની જઈએ એની તકેદારી રાખવી. ૧૨૧. હું બે બોલપેન + એક પેન્સીલથી વધારે બોલપેન - પેન્સીલ નહિ રાખું.
સ્વાધ્યાય માટે, ટપાલ લખવા માટે બોલપેનની જરૂર પડે. શાસ્ત્રો વાંચતા ટીક કરવા માટે પેન્સિલની જરૂર પડે તો બે બોલપેન અને એક પેન્સિલ રાખી શકાય. - ' બે બોલપેન એટલા માટે કે લખાણ લખવા માટે કાળી / ભૂરી બોલપેન જરૂરી હોય અને નિશાની છે કરવા, હેડીંગ આપવા લાલ બોલપેનની જરૂર હોય તો એ રીતે બે બોલપેન રાખી શકાય. પેન્સિલ તો છે
એક જ જોઈએ. કે કેટલાંકને જાતજાતની બોલપેનો ભેગી કરવાનો શોખ હોય છે. એક સંયમી પાસે ઢગલાબંધ જ બોલપેનો છે. એનું એને ગૌરવ છે. એ ગૌરવપૂર્વક બોલે છે કે “મારી બધી બોલપેનો જુદા જુદા પ્રકારની છે
છે. કોઈપણ બે બોલપેન એકસરખી નથી.” હવે આ સંયમીની ભ્રમણાઓને તો કોણ દૂર કરી શકે? 5 આમ પણ જે બોલપેનો વપરાતી ન હોય તેની સહી સુકાઈ જાય. અને પછી એ નકામી જ બની જાય. એટલે બોલપેનો ભેગી કરવામાં સંયમ દષ્ટિએ તો કોઈ જ લાભ નથી.
- વધુ બોલપેન રાખીએ તો એને સાચવવાની મુશ્કેલી વધુ થાય. એને બદલે એક-બે બોલપેન છે જ રાખીએ તો શું વાંધો? એમાં ક્યારેક બોલપેન ખોવાઈ જાય, ત્યારે બીજી લઈ શકાય.
' બોલપેનની રિફીલ ખાલી થાય તો નવી બોલપેન મંગાવવાને બદલે એ જ બોલપેનની કંપનીની આ રિફીલો જ મંગાવી શકાય. એ નવી રિફીલ બોલપેનમાં નાંખીને વાપરી શકાય. જો આખી બોલપેન નવી ?
મંગાવીએ તો જુની બોલપેન ફેંકી દેવી પડે. વળી એકલી રિફીલ સસ્તી પડે. રિફીલવાળી બોલપેન મોંઘી છે ક આવે. - આજે ઘણું લખનારા કેટલાંક સંયમીઓને સાત-સાત દિવસે રિફીલ ખાલી થઈ જતી હોય છે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૩૫)