________________
સ્થંડિલ ઉપર પ્લાસ્ટીકની કોથળી વગેરે ન ઢંકાય, કેમકે એ તાપ રોકનાર નથી. એ તો કદાચ તાપ વધારી દે.
જેઓ પ્યાલામાં રાખમાં સ્થંડિલ જાય અને કરમિયા નીકળે તેમણે એ પ્યાલો બહાર પરઠવાનો હોય તો પણ અડધો કલાક બાદ પરઠવવો. એ સ્થંડિલની ઉપર રાખ ન નાંખવી. એટલા કાળમાં લગભગ કરમિયાઓ સ્વયં મૃત્યુ પામે. (મૃત્યુ ન પામે તો ય ૪૮ મિનિટ પછી સંમૂચ્છિમની વિરાધનાનો પ્રશ્ન ઉભો થાય એટલે તે પૂર્વે જ એનું વિસર્જન કરવું આવશ્યક છે.) જો સ્થંડિલના કરમિયા ઉપર રાખ પડે તો સ્વભાવથી જ ગરમ રાખ કરમિયાને કિલામણા કરે જ. માટે ઉપર રાખ ન નાંખવી.
જેઓ પ્યાલામાં પાણીમાં સ્થંડિલ જાય એમણે પણ ૩૦-૪૦ મિનિટ બાદ એ પ્યાલો પરઠવવો. જો રાખવાળો પ્યાલો વાડામાં જ મૂકવાનો હોય તો ૩૦-૪૦ મિનિટ બાદ (અને ૪૮ મિનિટ પૂર્વે) એ સ્થંડિલ ઉપર રાખ નાંખવી પડે. જો રાખ ન નાંખીએ તો વાડા સાફ કરનાર ભંગી ખુલ્લુ સ્થંડિલ જોઈને દુગંછાદિ કરે એ શક્ય છે. એટલે વાડામાં પ્યાલો મૂકવાનો હોય તો ઉપર રાખ નાંખવી જ પડે. આ બધી ઝીણી ઝીણી કાળજીઓ તે જ કરી શકશે જેનામાં સાચા સંયમ પરિણામો પ્રગટ્યા હશે. જેમને જીવદયાનો પરિણામ નહિ હોય, કરમિયાના જીવો પ્રત્યે સહાનુભૂતિ નહિ હોય તેઓ આ બધી વાતોને નકામી જ ગણશે. ખૂબ જ અપ્રમત્તતાની અપેક્ષા રાખતી આ જિનાજ્ઞાઓ પ્રમાદમાં ખૂંપેલાઓ માટે ઘણી જ દુષ્કર થઈ પડશે.
૧૪૪. મારા કોઈપણ વસ્ત્રો સુકાઈ જતાની સાથે જ “એનો છેડો પણ ઉડ્યા ન કરે” એની કાળજી કરીશ :
વસ્ત્રો ભીના હોય તો એને દોરી ઉપર સૂકવવા જ પડે: પણ જ્યાં પુષ્કળ પવન આવતો હોય તેવા સ્થાન પર વસ્ત્રો ન સુકવવા. જ્યાં મંદ પવન આવતો હોય ત્યાં વસ્ત્રો સુકવવા. પુષ્કળ પવનમાં વસ્ત્રો ઘણા વધારે અને વાયુકાયની વિરાધના ઘણી થાય. જ્યારે મંદ પવનમાં વસ્ત્રો સુકાઈ પણ જાય અને વાયુકાયની વિરાધના ખૂબ-ખૂબ ઓછી થાય.
પણ ઘણીવાર એવું જોવા મળે છે કે સંયમીઓ વસ્ત્રો સુકવી દીધા બાદ અડધો-એક-બે કલાકે પણ વસ્ત્રો ઉતારતા નથી. પાંચ-દસ કે પંદર મિનિટમાં તો પ્રાયઃ વસ્ત્ર સુકાઈ જાય. એ પછી એના દ્વારા જે કંઈપણ વાયુની વિરાધના થાય એ નકામી થાય. કાળજી તો એવી કરવી જોઈએ કે પંદ૨મી મિનિટે વસ્ત્ર સુકાય કે સોળમી મિનિટ પુરી થતા પહેલા વસ્ત્ર ઉતરી જ જાય. એ વાયુના જીવોની નિરર્થક વિરાધના થવા જ કેમ દેવાય ?
ક્યારેક તો સંયમીઓ રાત્રે ઊંઘતી વખતે વસ્ત્રો સુકવે કે છેક સવારે એ વસ્ત્રો ઉતારે, આખી રાત પવનમાં એ વસ્ત્રો ઉઠ્યા જ કરે. વાયુકાયની પુષ્કળ વિરાધના થાય. જેમ ગૃહસ્થો પંખો ચલાવે એ ભયંકર પાપ છે, એમ સંયમીઓ વસ્ત્રોને નકામા ઉડવા દે એ પણ ભયંકર પાપ છે.
આજે એવા ય મહાસંયમીઓ છે કે તેઓ ઝોળી બાંધ્યા બાદ એના છેડાઓ થોડાક પણ ન ઉડે એ માટે ઝોળીની દોરીમાં જ એ છેડાઓ બરાબર ભેરવી દેતા હોય છે. એમ વસ્ત્રો સુકવવા બાંધેલી દોરીનો વધેલો છેડો લટકતો હોય અને પવનથી હલતો હોય તો પણ તે દોરીને વીંટી લઈને લેૠપણ ન
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૧૫૪)