________________
બેસતા હોય છે. હવે આ સંયમીઓ વડીલોની સામે પણ પાટ-ખુરશી ઉપર બેસે એ તો બિલકુલ ૪ જ શોભાસ્પદ નથી જ. અને ચોવીસ કલાક બધા જ વડીલો આ સંયમીને માટે પોતે પણ પાટાદિ ઉપર બેસે જ એ જ શક્ય નથી. તો આવા સંયમીઓએ પણ વડીલોની દષ્ટિ ન પડે તેવા અલાયદા રૂમમાં અથવા જ છે પડદાની પાછળ જ પાટાદિ ઉપર ઉંચું બેસવું. વડીલોની હાજરીમાં તો નીચે જ બેસવું પડે.
વડીલો કરતાં વધારે મોંઘા, વધારે સારા આસન ઉપર બેસવું એ પણ દોષ જ છે. એ ન ભૂલવું. ૧૫૮. હું ખુરશી પર નહિ બેસું :
ખુરશી તો ઓફિસમાં કામ કરનારા ઓફિસરોને, કાર્યકરોને શોભે. સંયમી ઓફિસર નથી. આ ખુરશી ઉપર બેઠેલો સંયમી શોભાસ્પદ પણ નથી લાગતો. એમાં ઉદ્ધતાઈ, અહંકાર વગેરે દોષો ? જે ખુરશીના પ્રભાવથી જણાઈ આવે છે. એમાં ય સંયમી ખુરશી ઉપર, પગ ઉપર પગ ચડાવીને બેસે, સામે - બીજી ખુરશી ઉપર પગ લંબાવીને બેસે. એ બધા દશ્યો તો યાદ આવે તો ય ધ્રુજારી છૂટે છે. સંયમી શું આવી દશામાં હોઈ શકે? ક્યાં ટૂંટીયું વાળીને કુકડાની જેમ નાનકડા સંથારા ઉપર સુનારો સંયમી ! અને ક્યાં આ આધુનિક, ફેશનેબલ રીતભાતવાળો સંયમી (૧) !
આજે તો લગભગ બધે જ પ્લાસ્ટીકની ખુરશીઓ જોવા મળે છે. જ્ઞાનભંડારમાં પુસ્તક કઢાવવા જઈએ તો પણ માણસો સંયમીને બેસવા માટે ખુરશી આપે. ડૉક્ટરને ત્યાં જઈએ તો ય રાહ જોવા માટે ખુરશી ઉપર બેસવાનું કહે.
આવા ગમે તે પ્રસંગો બને, સંયમીએ નીચે બેસવું, નીચે બેસી શકાય તેમ ન હોય તો ઉભા રહેવું જ છે પણ ખુરશીનો ઉપયોગ ન જ કરવો.
અપવાદમાર્ગે ખુરશી પર બેસવું પણ પડે. દા.ત. ડૉક્ટરની સામે ખુરશી પર બેસવાનો વખત 7 આવે. તથા દવાખાને ગયા અને ડૉક્ટર આવવાને વાર હોય, તબિયત સારી ન હોવાથી ઉભા રહેવું તે શક્ય ન હોય તો પછી નાછૂટકે ખુરશી પર બેસવું પડે.
પણ આવા ગાઢ કારણો સિવાય તો ખુરશી ઉપર ન જ બેસવું.
એમાં ય જે ખુરશીઓમાં પ્લાસ્ટીકના પાટાઓ આડા-ઉભા નાંખેલા હોય, જે ખુરશીઓ કપડાના જ પાટાઓથી બનેલી હોય અને એ પાટાઓમાં વચ્ચે જીવો ભરાઈ જવાની શક્યતા હોય તેવી ખુરશીઓ
તો વધારે ખરાબ છે. એના કરતા આજે ચારેબાજુ જોવા મળતી, આડા-ઉભા પાટા વિનાની, એકલી
પ્લાસ્ટીકની ખુરશીઓ ઓછી ખરાબ છે. કોઈ ગાઢ કારણસર ખુરશી વાપરવી જ પડે તો પણ આવી છે જિ ખુરશી વાપરવામાં ઓછો દોષ છે.
૧૫૯. હું ચોમાસા વિના પાટનો ઉપયોગ નહિ કરું : જ : ગચ્છાચાર પન્નામાં (૮૫)ખુદ આચાર્યભગવંતોને પણ શેષકાળમાં પાટ વાપરવાનો નિષેધ કર્યો છે જ છે. એના ઘણા કારણો છે. વર્તમાનમાં તો ઉપાશ્રયોમાં જે પાટો હોય છે. તે બધી સંયમીઓ માટે જ બને છે મિ છે એટલે ચોખ્ખી આધાકર્મી પાટો છે. એટલે જ જેઓ પાટ વાપરે તેઓને એ પાટ બનાવવામાં જે છે આ વનસ્પતિકાય (લાકડું)ના જીવોની વિરાધના થઈ હોય, લાકડું કાપવા-છોલવામાં જે ત્રસકાય જીવોનો ? આ વિનાશ થયો હોય, પાટ તૈયાર કરવામાં જે પાણી કે અગ્નિ વગેરેનો ઉપયોગ થયો હોય તે તમામ જ
[ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ... (૧૫)