________________
$ આ બધી બાબતો અનેક પ્રકારે નુકસાન કરનારી છે. જે આપણે ગૃહસ્થોને ઉપદેશ આપીએ છીએ કે “તેઓએ એવા વસ્ત્રાદિ ન પહેરવા કે જેથી હું જ જોનારાઓને એમનામાં રાગ-વિકાર જાગે.” તો આપણે પણ એ નિયમનું પાલન તો કરવું જ પડશે ને? 3 જ આપણા ગોગલ્સ જેવા ચશ્માઓ જોઈને બીજાઓને સંયમી પ્રત્યે ખરાબ રાગ જાગે. આકર્ષણ થાય છે અથવા તો ધર્મિષ્ઠ શ્રાવકોને સંયમી પ્રત્યે અરુચિ, અસદ્ભાવ થાય એ આપણા માટે તો પાપકર્મ બંધનું
જ કારણ બને ને ? જ ભક્તો જેટલી ભક્તિ કરે એ બધી સ્વીકારી જ લેવી એવો તો નિયમ નથી. ભલે ને ભક્ત ૧૦૦૦-૨૦૦૦ ની ફ્રેમ વહોરાવે, મોંઘાદાટ ચશ્મા કરાવે આપણે એનો અસ્વીકાર કરીને આપણા
સંયમની રક્ષા કરવી જ પડે. જે ચશ્મા આંખોની ઝાંખપની એક દવા માત્ર રૂપ છે એમને ય વિભૂષાનું જ સાધન બનાવી દેવું એ તો યોગ્ય શી રીતે ગણાય ?
ભલે, વજનમાં હલકી ફ્રેમ લઈએ પણ દેખાવમાં તો સાદી ફ્રેમ જ લેવી. કાળા કે કત્થઈ કલરની ? જે ફ્રેમ ચાલી શકે છે. આશરે ૩૦૦/૪૦૦ કે ૫૦૦ રૂપિયાથી વધારે કિંમતની ફ્રેમ ન વાપરવી એવી બાધા છે $ લઈ શકાય. (આમાં માત્ર ફ્રેમની જ કિંમત ગણવાની. કાચની કિંમત નહિ.),
એક ચશ્મા તૂટી જાય ત્યારે તાત્કાલિક નવા બનાવવા કપરા છે. બે-ત્રણ દિવસ લાગી જાય. છે એટલે તે માટે ફ્રેમ વધારાની રાખવી પડે તો ય એકથી વધારે તો ન જ રાખવી. ત્રણ-ચાર-પાંચ ફ્રેમો . જે કોઈ પાસે રાખે એ અપરિગ્રહ મહાવ્રતને મલિન કરનાર બને છે.
૧૫૭. હું વડીલો કરતા ઉંચા આસને બેસીશ નહિ :
કેટલાંક છૂટછાટવાળા સંયમીઓ વડીલ મહાત્માઓની હાજરીમાં પણ પાટ ઉપર કે ખુરશી ઉપર જ બેસીને વાતચીત કરતા હોય છે. આ તો વડીલ મહાત્માની આશાતનાનું પાપ છે અને વડીલસંયમીની
આશાતના એટલે પરમાર્થથી તો સંયમની જ આશાતના ! છે એમ ચોમાસામાં પ્રતિક્રમણ બાદ કેટલાંક નાના સંયમીઓ વહેલા ઉંઘી જવું હોય તો વડીલો નીચે છે
બેઠા હોવા છતાં પણ પાટ ઉપર ઉંઘી જતા હોય છે. આ પણ ન ચાલે. જો કારણસર રાત્રે પ્રતિક્રમણ બાદ આ $ તરત સંથારો કરવો હોય અને વડીલો નીચે બેઠા હોય તો (૧) પાટને બદલે જમીન ઉપર સંથારો કરી છે
સુઈ જવું. વડીલોને વિનંતી કરવી કે તેઓ પાટ ઉપર સંથારો કરતી વખતે ઉઠાડી દે. એટલે એ વખતે છે છે ઉઠીને પાટ પર સુઈ શકાય. (૨) આ રીતે અડધી ઊંઘ કરવી ન ફાવતી હોય તો વડીલોને વિનંતિ કરવી છે.
કે તેઓ પાટ ઉપર બેસે. એટલે પછી પાટ ઉપર સંથારી શકાય. (૩) વડીલોને એ રીતે પાટ ઉપર બેસવું ? જે ન ફાવે તો બળજબરી તો ન જ કરાય. છેવટે જ્યાં વડીલોની નજર ન પડતી હોય તેવા સ્થાનમાં પાટ જે ઉપર સંથારો કરવો. એટલે દોષ ન લાગે. (૪) એવું સ્થાન ન હોય તો છેવટે વડીલો જ રજા આપે છે છે કે, “તમે પાટ ઉપર ઉંઘો. અમે ભલે નીચે બેઠા હોઈએ. અમારી તમને રજા છે.” તો પછી આ રીતે આ જ વડીલોની રજા લઈને પાટ ઉપર સંથારી શકાય. પણ એવી રજા લીધા વિના તો ન જ બેસાય. $
સ્લીપડીસ વગેરે કેટલાંક વિચિત્ર રોગવાળા સંયમીઓ નીચે પલાઠી વાળીને લાંબો સમય બેસી છે છે શકવા અસમર્થ હોય છે અને માટે ગોચરી વાપરવાદિ કામ સિવાય તેઓ પાટ ઉપર કે ખુરશી ઉપર છે
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૯૪)