________________
વાપરનારાઓ છેક સાંજે સૂર્યાસ્ત સમયે જ ઝોળી બાંધતા હોય છે એટલે એમને આ નિયમનો કોઈ ઉપયોગ નથી.
શાસ્ત્રીયવિધિ પ્રમાણે તો (૪)પાત્રાઓ - ઝોળી લગભગ ચોથા પ્રહરની શરૂઆત બાંધવામાં આવતા. પણ આજે આ નિયમ બનાવવો પડ્યો છે કેમકે (૧) તેલ-ઘી-ગોળ વગેરે વિગઈઓના વપરાશવાળી ગોચરીના પાત્રાઓમાં એની ગંધાદિને કારણે પાત્રા ધોઈ નાંખ્યા પછી પણ માખીઓ બેસતી જોવા મળે છે. માખીઓ અનેક રોગોનું ઘર છે એ તો બધા જાણે જ છે. વિષ્ટા વગે૨ે ગંદા પદાર્થો પર બેસીને આવેલી માખીઓ પાત્રાઓ ઉપર બેસે, સૂક્ષ્મ અશુચિ ચોંટાડે એના દ્વારા છેવટે મેલેરિયા વગેરે થાય તો નવાઈ નહિ.
(૨) ખુલ્લા પાત્રાઓની ગંધથી આકર્ષાઈને કીડી વગેરે એમાં ભરાય એ પછી એને દૂર કરીને પાત્રાઓ બાંધવામાં ઓછી-વત્તી વિરાધના થાય.
(૩) પાત્રા મોડા બાંધવાના હોય તો સંયમીઓ છેક છેલ્લે જ બધા પાત્રાઓ ભેગા કરવા જાય ત્યાં સુધી માંડલીમાં કે ઉપાશ્રયમાં બધાના પાત્રાઓ ગમે ત્યાં પડ્યા રહે. એક-બીજાના પગમાં આવે. આવા કેટલાંક કારણોસર આજે બપોરે ગોચરી વાપર્યા બાદ જેવું પરિમâનું પચ્ચક્ખાણ આવે તરત જ સંયમીઓએ બધા પાત્રા ભેગા કરી ઝોળી બાંધી દેવી જોઈએ.
ક્યારેક એવું બને છે કે ઝડપી વાપરનારા સંયમીઓ વાપરીને ઊભા થઈ ગયા પછી અડધોકલાક બાદ ગોચરી માંડલી પુરી થતી હોય છે. એ વખતે જો વહેલા વાપરી ચૂકેલા સંયમીઓના પાત્રા માંડલીમાં વપરાશમાં હોય તો તે સંયમીઓ ઝોળી ન બાંધી શકે.
આવા વખતે તે સંયમીઓએ વચ્ચેનો ટાઈમ બીજા બધા કામ પતાવી કે છેવટે અડધો કલાક સ્વાધ્યાય કરીને પણ ગોચરી માંડલી પૂર્ણ થતાની સાથે તરત જ પાત્રા બાંધી દેવા. પણ બે-ચાર કલાક બાદ બાંધવાનો વિચાર ન કરવો.
૧૫૫. હું માણસો પાસે પાણીના ઘડા મંગાવીશ નહિ, કોઈ લાવશે તો વહોરીશ નહિ : જેઓ વિહા૨માં માણસ સાથે રાખે છે તેઓ આંબિલ ખાતેથી પાણી લાવવાનું, પાણી ઠારવાનું, પાણી ગાળવાનું બધું કામ એ માણસને સોંપી દેતા હોય છે. (અલબત્ત, કેટલાંકો જ આવું કરે છે.) કેટલાંકો વળી માણસ સાથે નથી રાખતા તો પણ વિહારથી થાકી ગયા હોય એટલે દેરાસરના પુજારીને કે પછી શ્રાવકાદિને કહી દે કે “તમે પાણી અહીં લઈ આવો.” અને ભક્તિવાળા શ્રાવકાદિઓ સંયમીની પાસે જ પાણી લઈ આવે. સંયમી બેઠા-બેઠા જ પાણી વહોરી લે.
અપવાદમાર્ગ ત્યાં જ લાગુ પડે કે જ્યાં ઉત્સર્ગમાર્ગ સેવવાની શક્તિ ન હોય.
વિહારના દસ-પંદર કિલોમીટરનો થાક લાગ્યો હોય એ વાત સાચી છે. પણ એટલા માત્રથી ૨૦૦-૫૦૦ ડગલા પાણી લાવવા માટે પણ ચાલી ન શકાય એ તો શી રીતે માની શકાય ? વળી એ જ સંયમીઓ સાંજે બીજા ૮-૧૦ કિલોમીટર ચાલે જ છે. થાકમાં પણ બાકી બધી પ્રવૃત્તિ ચાલુ જ છે, તો પાણી મંગાવવાનો દોષ શા માટે સેવવો ? અને એ અપવાદ શી રીતે બને ?
એક તીર્થક્ષેત્રમાં તો એવું જોવા મળ્યું છે કે મોટી લારીમાં ૧૫-૨૦ પાણી ભરેલા ઘા મૂકીને સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૧૬૨)